Bharat Jodo Yatra : ભારત જોડો યાત્રાના ભાગરૂપે પોતાના પ્રથમ સંબોધનમાં પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) એ મંગળવારે રાહુલ ગાંધી (Rahul Gandhi) ની પ્રશંસા કરી હતી. ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પ્રવેશતાની સાથે જ પ્રિયંકા ગાંધી યાત્રામાં જોડાયા હતા, જે રાજ્યના કોંગ્રેસ (Congress) ના મહાસચિવ તરીકે પ્રભારી પણ છે, પ્રિયંકા ગાંધીએ “ભાઈ રાહુલ દ્વારા 3,000 કિમી ચાલવાથી લઈને, ઠંડી હોવા છતાં ટી-શર્ટ પહેરી યાત્રા કરવાની અને અંબાણી-અદાણી પમ તેમને ખરીદી ન શક્યા”. જેવી બાબતોને સંબોધી રાહુલની પ્રશંસા કરી હતી.
તે સમયે તે ખૂબ જ પારિવારિક બાબત બની ગઈ હતી જ્યારે કોંગ્રેસ વંશવાદી આરોપોથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં બે દાયકાથી વધુ સમય પછી કોઈ બિન-ગાંધી પક્ષ પ્રમુખ બન્યા છે. રાહુલે પ્રિયંકા વાડ્રાને મંચ પર ગળે મળી તેની પ્રશંસા કરી.
વાડ્રા ગાઝિયાબાદના લોની ખાતે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, જ્યાં ભારત જોડો યાત્રા, તેના 109મા દિવસે મંગળવારે દિલ્હીથી નીકળી હતી, જે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને 30 જાન્યુઆરીએ કાશ્મીરના શ્રીનગરમાં સમાપ્ત થવાની છે.
“ભારત જોડો યાત્રાનું યુપીમાં સ્વાગત કરતાં મને ખૂબ જ ગર્વ થાય છે. મને એ તમામ લોકો પર ગર્વ છે જેઓ આ પ્રવાસનો હિસ્સો બન્યા છે. મને ગર્વ છે કે તમે 3,000 કિલોમીટર ચાલીને ભારતને જોડવાનું કામ કરી રહ્યા છો.
“મારા મોટા ભાઈ, અહીં જુઓ, મને તમારા પર સૌથી વધુ ગર્વ છે, સત્તા પક્ષ દ્વારા સમગ્ર સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો, તમારી છબી ખરડાવવા માટે હજારો કરોડો ખર્ચ્યા. પરંતુ તમે પાછળ હટ્યા નહીં. તમે એક યોદ્ધા છો.”
વાડ્રાએ વધુમાં કહ્યું કે, રાહુલ હંમેશા મક્કમ હતા, “અંબાણી અને અદાણી પણ તેમને ખરીદી શક્યા ન હતા.” “અંબાણી અને અદાણીએ રાજકીય નેતાઓને ખરીદ્યા, તેઓએ પીએસયુ ખરીદ્યા, તેમણે મીડિયા ખરીદ્યું, પરંતુ તેઓ મારા ભાઈને ખરીદી શક્યા નહીં, અને ખરીદી પણ નહી શકે,” તેમણે ઉમેર્યું હતું કે, રાહુલ અને અન્ય યાત્રીઓ પ્રેમ અને સ્વીકૃતિનો સંદેશ ફેલાવી રહ્યા.
તેમણે કહ્યું, ‘જો નફરતની રાજનીતિ, ભાગલાની રાજનીતિ ચાલુ રહેશે તો તમારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય. નોકરીઓ નહીં મળે, અર્થતંત્ર સુધરશે નહીં. જો તેઓ તમને વિભાજિત કરવામાં સક્ષમ હશે, તો તેઓ તમને વિચલિત કરી શકશે અને તમે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં.”
ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં પણ રાહુલ દ્વારા યાત્રામાં માત્ર ટી-શર્ટ પહેરી હોવાની જિજ્ઞાસાના પણ વખાણ કર્યા અને ઉમેર્યું હતું કે તેમના વિશે ચિંતિત ઘણા લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો. “લોકો મને પૂછે છે, તમારા ભાઈને ઠંડી નથી લાગતી, તેમને ઠંડીથી બચાવો. કોઈએ પૂછ્યું કે, તમને ડર નથી, તેઓ પ્રવાસ માટે કાશ્મીર જઈ રહ્યા છે, તેઓ પંજાબમાંથી પસાર થશે. યાત્રા માટે કાશ્મીર જશે, મારો જવાબ છે કે, ભગવાન તેમની રક્ષા કરશે.
તેમણે કહ્યું: “મારો પ્રતિભાવ એ છે કે તે સત્ય કા કવચ (સત્યની ઢાલ) દ્વારા સુરક્ષિત ચાલી રહ્યા છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે. અને જ્યાં સુધી તમે દેશના આ સત્યને ઓળખી નહીં લો, ત્યાં સુધી ભગવાન આ દેશ વિશેના સત્યને સાચવશે.
ભૂતપૂર્વ RAW ચીફ એએસ દુલત અને જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારુક અબ્દુલ્લા મંગળવારે યાત્રામાં ભાગ લેનારાઓમાં સામેલ હતા.
બીજા દિવસે તેમની કૂચ ફરી શરૂ કરતા પહેલા, મંગળવારે રાત્રે, બાકીના યાત્રીઓ સાથે, ગાંધી પરિવાર યુપીના બાગપત ખાતે રોકાય તેવી અપેક્ષા હતી. સાંજ સુધીમાં, નિર્ણય લેવામાં આવ્યો કે, તેઓ દિલ્હી પાછા ફરે.
આ પણ વાંચો – Bharat Jodo Yatra : અખિલેશ – માયાવતીનું નામ લઇને રાહુલ ગાંધીનું મોટું નિવેદન, જાણો પાંચ મોટી વાતો
અધિકારીઓએ જણાવ્યું કે, રાહુલ હવે બુધવારે વહેલી સવારે ગાઝિયાબાદના પાવી આવશે અને ત્યાંથી યાત્રા ફરી શરૂ થશે.