ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકારની પાકિસ્તાન સાથે વેપાર સંબંધોને ફરીથી શરુ કરવાની માંગણીને લઇને ભાજપા અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર આકરો પ્રહાર કર્યો છે. પંજાબની આપ સરકારની આવી માંગ પર જ્યારે ધ ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ આવ્યો તો ઘણા લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે. રિપોર્ટ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આપને પીપીપી-પાક પરસ્ત પાર્ટી કહી હતી.
પૂનાવાલાએ ટ્વિટર પર કહ્યું કે આપની પાકિસ્તાન પરસ્તી કોંગ્રેસના પાક પ્રેમની બરાબર છે. કોંગ્રેસની જેમ આપે પણ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા, બાલાકોટ પર સાબિતી માંગી હતી. ભારત પર પુલવામાનો આરોપ લગાવ્યો હતો.
પૂનાવાલાએ કહ્યું કે એક તરફ કેજરીવાલ દાવો કરે છે કે તે કટ્ટર દેશભક્ત છે પણ અસલમાં તે વોટબેંકના ભક્ત છે. હિન્દુઓને ગાળો આપવાથી લઇને પાકિસ્તાન પરસ્તી સુધી આપ કોંગ્રેસની નકલ કરી રહ્યું છે. આપ હવે પીપીપી-પાક પરસ્ત પાર્ટી છે.
ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને નિરસ્ત કર્યાના બે દિવસ પછી 7 ઓગસ્ટ 2019ના રોજ પાકિસ્તાન સાથે વેપારને નિલંબિત કરી દીધો હતો. આ વર્ષે 14-15 જુલાઇ બેંગલુરુમાં રાજ્ય કૃષિ અને બાગબાની મંત્રીઓના રાષ્ટ્રીય સંમેલન દરમિયાન પંજાબના કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે વેપાર ફરીથી શરુ કરવાની માંગણી ઉઠાવી હતી.
કોંગ્રેસ નેતાએ પણ ઉઠાવ્યો સવાલ
કોંગ્રેસ પાર્ટીએ પણ આપ સરકારની માંગણી પર સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીએ પૂછ્યું કે જ્યારે ભારત અને પાકિસ્તાનમાં ઉચ્ચાચુક્ત નથી તો વેપાર કેવી રીતે સંભવ છે.
મનીષ તિવારીએ ટ્વિટ કર્યું કે મારા પંજાબી સાથી. જૂની યાદોથી દૂર નહીં તો હંમેશા માસૂમિયત પર આશ્ચર્ય થાય છે. શું @KuldeepSinghAAP જમ્મુ કાશ્મીરના સંવૈધાનિક પરિવર્તનોને ઉલટવા સુધી ભારત સાથે પાક-નો ટોકની આધિકારિક સ્થિતિને સમજો છો. અત્યાર સુધી ઉચ્ચાયુક્તોને બહાલ કર્યા નથી તો વેપાર કેવી રીતે?
ભાજપા નેતા મનજિંદર સિંહ સિરસાએ પણ આપના નેતૃત્વવાળી પંજાબ સરકાર પર પ્રહાર કર્યો છે. સિરસાએ ટ્વિટ કર્યું કે પાકથી નશાની આવકે પંજાબના યુવાઓને બર્બાદ કરી દીધા છે પણ આપની પંજાબ સરકાર પાકિસ્તાન સાથે ફરીથી સંબંધ શરુ કરવા ઇચ્છુક છે. કેજરીવાલનો પ્રભાવ આપ પંજાબ સરકારના પાકિસ્તાન પ્રેમમાં જોવા મળી રહ્યો છે. આશા છે કે માન સાહેબના મનમાં સારી રીતે સમજણ હશે અને તે આંખ બંધ કરીને કેજરીવાલનું અનુસરણ કરવાનું બંધ કરી દેશે.