/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/09/Amarinder-Singh-Raja-Warring.jpg)
પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગ (તસવીર - એએનઆઈ)
No alliance with AAP in Punjab : પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વડિંગે પંજાબમાં આપ-કોંગ્રેસ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. પ્રદેશ પ્રમુખે કહ્યું કે અમે 2024ની લોકસભા ચૂંટણીઓ પહેલા સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન ઇચ્છતા નથી અને આ પ્રકારના નિર્દેશ પણ અમને હાઈકમાન્ડ તરફથી મળ્યા નથી.
રાજા વડિંગે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અત્યાર સુધી અમને તમામ 13 લોકસભા બેઠકો માટે તૈયારી કરવા માટે કહેવામાં આવ્યું છે અને ઉમેદવારોના નામ આપવાનું કહેવામાં આવ્યું છે. હાઈકમાન્ડ સર્વોપરી છે અને તેઓ હંમેશાં અમારી વાત સાંભળે છે અને નિર્ણયો કરે છે.
પંજાબ કોંગ્રેસના નેતાઓની બેઠકમાં શું થયું?
પંજાબ કોંગ્રેસના વડા અમરિંદર સિંહ રાજા વડિંગ અને પ્રતાપસિંહ બાજવાએ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો અને અન્ય નેતાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને રાજ્યની રાજકીય પરિસ્થિતિ તેમજ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનના મુદ્દા પર ચર્ચા કરી હતી.
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં નેતાઓએ 2024ની લોકસભા ચૂંટણી માટે આપ સાથે કોઈ પણ પ્રકારના ગઠબંધનનો વિરોધ કર્યો હતો અને તેને હાઈકમાન્ડ સુધી પહોંચાડવા અંગે પણ ચર્ચા કરી હતી.
#WATCH | Punjab Congress chief Amarinder Singh Raja Warring says, "As of now, we've been asked to prepare on all 13 Lok Sabha seats and asked to put forward names of expected candidates for all 13 seats. High Command is supreme. The high command doesn't impose things on us, they… pic.twitter.com/adUqgKcUzp
— ANI (@ANI) September 6, 2023
આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદી સનાતન ધર્મ વિવાદ પર પ્રથમ વખત બોલ્યા, કહ્યું – ઉદયનિધિને યોગ્ય રીતે જવાબ આપવો જરૂરી છે
આ બેઠકમાં રાજા વેડિંગ અને બાજવા ઉપરાંત પૂર્વ મંત્રી બ્રહ્મ મોહિંદરૈ, ભારત ભૂષણ આશુ, સાધુ સિંહ ધર્મસોત, ધારાસભ્ય રાજ કુમાર ચબ્બેવાલ, વિક્રમજીત સિંહ ચૌધરી, બલવિંદર સિંહ ધાલીવાલ, અરુણા ચૌધરી અને સાંસદ મોહમ્મદ સાદિક સહિત ઘણા વરિષ્ઠ નેતા સામેલ થયા હતા.
આમ આદમી પાર્ટીએ કર્યો વળતો પ્રહાર
પંજાબના પર્યટન મંત્રી અનમોલ ગગન માને બુધવારે કહ્યું હતું કે પંજાબમાં આમ આદમી પાર્ટી (આપ)નું કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન થશે નહીં. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે આપની બેઠકોની વહેંચણી નહીં થાય. તેમણે કહ્યું કે આપ સીએમ ભગવંત માનના નેતૃત્વમાં આગામી ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાનો નિર્ણય ભગવંત માનના નેતૃત્વમાં આપના રાજ્ય યુનિટ દ્વારા લેવામાં છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us