કતરમાં 8 ભારતીયોને કેમ સંભળાવી ફાંસીની સજા? MEA એ કહ્યું - અમે ઘણા આઘાતમાં, બધા કાનૂની વિકલ્પ માટે તૈયાર

Qatar court : MEAએ કહ્યું કે અમે આ મામલાને કતરના પ્રશાસન સામે ઉઠાવીશું. અમે બધા કાનૂની વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ

Qatar court : MEAએ કહ્યું કે અમે આ મામલાને કતરના પ્રશાસન સામે ઉઠાવીશું. અમે બધા કાનૂની વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Indian Navy officers | Indian Navy

કતરમાં ભારતના 8 પૂર્વ નેવી અફસરોની ફાંસીની સજા સંભળાવી (ફાઇલ ફોટો)

Indian Navy officers : કતરમાં 8 પૂર્વ નેવી અફસરોની ફાંસીની સજા સાથે જોડાયેલા મામલા પર વિદેશ મંત્રાલય તરફથી પ્રતિક્રિયા આવી છે. MEAએ કહ્યું કે અમે મૃત્યુદંડના નિર્ણયથી ઘણા આઘાતમાં છીએ અને ડિટેલ્ટ જજમેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. MEAએ કહ્યું કે અમે આ મામલાને કતરના પ્રશાસન સામે ઉઠાવીશું. અમે બધા કાનૂની વિકલ્પ પર વિચાર કરી રહ્યા છીએ.

Advertisment

જે 8 ભારતીયોને ફાંસીને સજા સંભળાવવામાં આવી છે તેમાં ઇન્ડિયન નેવીના એવા પણ અધિકારી સામેલ છે જે યુદ્ધપોતને (સબમરીન) કમાન્ડ પણ કરી ચુક્યા છે. મળેલી જાણકારી પ્રમાણે તે અલ દહરા ગ્લોબલ ટેકનોલોજી અને કંસલ્ટેંસી સર્વિસેજ નામની એક પ્રાઇવેટ કંપની માટે કામ કરી રહ્યા હતા. આ કંપની કતરની સેનાને ટ્રેનિંગ અને સંબંધિત સેવાઓ આપે છે. જે ભારતીયોને ફાંસીને સજા સંભળાવવામાં આવી છે તેમની જામીન અરજી ઘણી વખત ફગાવી દેવામાં આવી છે અને તેમનું ડિટેંશન પણ વધારવામાં આવ્યું છે. હવે કતરની કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવી છે.

આ પણ વાંચો - ઉત્તરી ગાઝામાં દાખલ થયા ઇયરાયેલના ટેન્ક, હમાસના ઘણા સ્થળો નષ્ટ કરીને પરત ફર્યા

કેમ સંભળાવી ફાંસીની સજા?

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જે ભારતીયોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે તેમને એપ્રિલ મહિનામાં ગલ્ફ નેશનલ સીક્રેટિવ પ્રોગ્રામની જાસુસીના દોષિત માન્યા હતા. તેમની સામે તે જ વર્ષે લીગલ એક્શન શરૂ થઇ હતી. જોકે ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ભારતીય નૌ સેનાના 8 પૂર્વ કર્મચારી ગત વર્ષે ઓગસ્ટ મહિનાથી જેલમાં છે. કતરના અધિકારીઓ તરફથી ભારતીયો સામે લગાવવામાં આવેલા આરોપોને સાર્વજનિક કર્યા નથી.

Advertisment

આ લોકોને ગત વર્ષે 30 ઓગસ્ટની રાત્રે કતરની ગુપ્તચર એજન્સી સ્ટેટ સિક્યોરિટી બ્યૂરોએ ઝડપી પાડ્યા હતા. ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં ધરપકડ વિશે સૌ પ્રથમ જાણકારી મળી હતી. 30 સપ્ટેમ્બરના રોજ તેમને પરિવારના સભ્યો સાથે સંક્ષિપ્ત ટેલિફોનિક સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી તેમને પરિવારના સભ્યોને સાપ્તાહિક ફોન કોલ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ માણસોને એકાંત કેદમાં રાખવામાં આવ્યા છે અને તેમની સામેના આરોપોની કોઈ જાહેર માહિતી નથી. તેમના પરિવારો નવી દિલ્હીને તેમની ઝડપથી મુક્તિ માટે વિનંતી કરી રહ્યા છે.

આ આઠ પૂર્વ નેવી ઓફિસરમાં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વસિષ્ઠ, કમાન્ડર પુરનેન્દુ તિવારી, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુનાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશ સામેલ છે. જે રોયલ ઓમાની એરફોર્સના નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર ઓમાની નાગરિકની માલિકીની સંરક્ષણ સેવા પ્રદાતા કંપની છે. તેની પણ આઠેય ભારતીયો સાથે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવેમ્બરમાં તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર india વિશ્વ દેશ