રાહુલ ગાંધીએ કહ્યું- દેશના પીએમ સંસદમાં મારું અપમાન કરે છે પણ તેમનું ભાષણ હટાવવામાં ન આવ્યું

Rahul Gandhi on Narendra Modi: લોકસભામાં હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીના સંબોધનનો એક મોટો ભાગ સદનની કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યો હતો. તેના પર રાહુલ ગાંધીએ પોતાની વાત રાખી હતી

Written by Ashish Goyal
February 13, 2023 21:01 IST
રાહુલ ગાંધીએ કહ્યું- દેશના પીએમ સંસદમાં મારું અપમાન કરે છે પણ તેમનું ભાષણ હટાવવામાં ન આવ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Pics - Indian Youth Congress FB)

Rahul Gandhi on Narendra Modi: ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી સાથે પીએમ નરેન્દ્ર મોદીના કથિત સંબંધોને લઇને રાહુલ ગાંધીએ પ્રહાર કર્યો છે. વાયનાડમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને (પ્રધાનમંત્રી)ને લાગે છે કે તે ઘણા તાકાતવર છે. બધા તેમનાથી ડરી જશે. એક દિવસ તેમને પણ પોતાની સચ્ચાઇનો સામનો કરવા માટે મજબૂર કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યો

રાહુલ ગાંધીએ અદાણી સમૂહની કંપનીઓ પર અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ સાથે જોડાયેલા મામલાને ઉઠાવતા સંસદમાં પોતાના હાલના નિવેદન પર કહ્યું કે મેં જે કશું કહ્યું હતું તે વિશે સાબિતી આપવાનું કહેવામાં આવ્યું. સંસદની કાર્યવાહીથી હટાવવામાં આવેલા મારા નિવેદનોને લઇને મેં સ્પીકરને પત્ર લખીને જાણકારી આપી અને સાબિતી આપી છે. ઉલ્લેખનીય છે કે લોકસભામાં હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન રાહુલ ગાંધીના સંબોધનનો એક મોટો ભાગ સદનની કાર્યવાહીથી હટાવી દેવામાં આવ્યો હતો. તેના પર રાહુલ ગાંધીએ પોતાની વાત રાખી હતી.

આ પણ વાંચો – ધ અકેલા ફેક્ટર, ‘દેશ દેખ રહા હૈ, એક અકેલા કિતનો પે ભારી પડ રહા’, ભાજપ ફરી પીએમ મોદીના સહારે

પીએમ મોદી સંસદમાં મારું અપમાન કરે છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં મારા ભાષણના કેટલાક ભાગોને હટાવવામાં આવ્યા પણ મેં કોઇનું અપમાન કર્યું નથી. તેમણે કહ્યું કે દેશના પીએમ સીધી રીતે મારું અપમાન કરે છે પણ તેમની વાતોને ઓફ ધ રેકોર્ડ કરવામાં આવતી નથી. તેમણે કહ્યું હતું કે તમારું નામ ગાંધી કેમ છે, નેહરુ કેમ નથી.

પીએમ ધ્રુજી રહ્યા હતા – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે સચ્ચાઇ હંમેશા સામે આવે છે. જ્યારે હું બોલી રહ્યો હતો તો મારા ચેહરા અને તેમના(પ્રધાનમંત્રી) ચહેરાને જોજો. પીએમે કેટલી વખત પાણી પીધું અને કેવી રીતે પાણી પીતા-પીતા તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે આ દેશમાં દરેક માટે સંસદની કાર્યવાહી જોવી જરૂરી છે કે દેશમાં શું થઇ રહ્યું છે. લોકોને સમજવું મહત્વપૂર્ણ છે કે પીએમ અને ગૌતમ અદાણી વચ્ચે કેવા પ્રકારની સાંઠગાંઠ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ