કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul gandhi) એ 7 સપ્ટેમ્બરના રોજ ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra closing ceremony) નો પ્રારંભ કર્યો હતો. જે એક જન આંદોલન હતું. કન્યાકુમારીથી પગપાળા ચાલીને 4080 કિલોમીટર લાંબી આ યાત્રા 75 જિલ્લામાંથી પસાર થઈને પાર્ટીના સભ્યો અને સામાન્ય જનતાને એકત્રિત કરીને જમ્મુ કાશ્મીર સુધીનું અંતર કાપ્યું હતું.
આ યાત્રા તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ 12 જાહેરસભાઓ, 100થી વધુ સભાઓ, 13 પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી.
આ ભારત જોડા યાત્રા સોમવારે 30 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ હતી. આ પછી રાહુલ ગાંધી મંગળવાર (31 જાન્યુઆરી) ના રોજ બહેન પ્રિયંકા વાડ્રા સાથે ખીર ભવાનીના દર્શન કરવા માટે શ્રીનગરથી લગભગ 20 કિમી દૂર ગાંદરબલ પહોંચ્યા હતા. આ પછી રાહુલ ગાંધી શ્રીનગર પરત ફર્યા અને શહેરના હઝરતબલ દરગાહમાં માથુ ટેકાવ્યું હતું, દિલ્હી જવાના રવાના થયા.
મહત્વનું છે કે, શ્રીનગરથી 20 કિમી દૂર આવેલુ ભવાની મંદિર જને રાગન્યા દેવી મંદિર તરીકે પણ પ્રચલિત છે. તેમજ આ ભવાની માતાનું મંદિર કાશ્મીરી પંડિતો માટે સૌથી મહત્વપૂર્ણ મંદિરોમાંનું એક છે. ગાંધી ભાઈ-બહેનો, પાર્ટીના નેતાઓ સાથે, સવારે મધ્ય કાશ્મીરના બડગામના તુલમુલ્લા ગામમાં ગયા, જ્યાં મંદિર આવેલું છે. જમ્મુ અને કાશ્મીરમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા રવિન્દર શર્માએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે આ એક અંગત મુલાકાત હતી.
ભાઇ-બહેનની જોડીના આ મુલાકાતને પગલે આજે કોંગ્રેસ આફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી લખ્યું છે કે, “આજે @RahulGandhi જી અને @Priyankagandhi જીએ ખીર ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરી અને દેશની એકતા, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી અને માના આશીર્વાદ માંગ્યા.”
મંદિરથી પરત ફર્યા બાદ રાહુલે કોંગ્રેસના જમ્મુ અને કાશ્મીર અધ્યક્ષ વિકાર રસૂલ સાથે ખીણમાં સૌથી પવિત્ર મુસ્લિમ સમુદાયનું ધર્મસ્થળ શ્રીનગરની હઝરતબલ દરગાહની મુલાકાત લીધી હતી. કોંગ્રેસે ટ્વીટ કર્યું, “રાહુલ ગાંધીજી આજે શ્રીનગરની હઝરતબલ દરગાહ પર પહોંચ્યા અને દેશમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.”
આ ભારત જોડો યાત્રા સોમવારે શ્રીનગરમાં એક જાહેર રેલી સાથે સમાપ્ત થઈ હતી. જે વિપક્ષની એકતાનું પ્રદર્શન માનવામાં આવતું હતું. પરંતુ, ભારે હિમવર્ષાને કારણે ફ્લાઇટને ગ્રાઉન્ડ કરવામાં આવી હોવાને કારણે વિપક્ષના ઘણા નેતાઓ રેલીમાં આવ્યા ન હતા. દિવસ દરમિયાન, રાહુલ અને પ્રિયંકા સ્નોબોલની લડાઈમાં વ્યસ્ત જોવા મળ્યા હતા.
જાહેર સભામાં રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવીને નિશાન સાધ્યું હતું. પ્રદેશમાં તેમના મૂળ વિશે બોલતા, કોંગ્રેસના નેતાએ કહ્યું કે કાશ્મીર તેમનું ઘર હતું કારણ કે તેમના પૂર્વજો ઉત્તર પ્રદેશના અલ્હાબાદ જતા પહેલા અહીંથી હતા.