Bharat Jodo Yatra : કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા ફરીથી શરૂ થઇ ગઇ છે. ભારત જોડો યાત્રાએ દિલ્હીના રસ્તે ગાજિયાબાદના લોની બોર્ડરથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi) ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસ નેતા અને પોતાના ભાઇ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી પર પ્રહાર કર્યો હતો.
પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના સંબોધન દરમિયાન ઉદ્યોગપતિ અદાણી અને અંબાણી પર આકરો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે અંબાણીએ દેશના બધા નેતાએને ખરીદી લીધા પણ મારા ભાઇને ખરીદી શક્યા નથી અને ક્યારેય ખરીદી શકશે પણ નહીં. રાહુલ ગાંધી તરફ ઇશારો કરીને કહ્યું કે મારા મોટા ભાઇ મને તારા પર સૌથી વધારે ગર્વ છે. તે યોદ્ધો છે, કોઇથી ડરતા નથી.
આ પણ વાંચો – ‘નોકરી છીનવવામાં વિશ્વ ગુરુ’, ‘અચ્છે દિન કબ આયેંગે’: બેરોજગારી દર વધતા વિપક્ષે ભાજપની કરી ટીકા
રાહુલ ગાંધીની છાપ ખરાબ કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા – પ્રિયંકા ગાંધી
પ્રિયંકાએ કહ્યું કે રાહુલ ગાંધીની છાપ ખરાબ કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પણ તે સચ્ચાઇથી પાછળ હટ્યા નહીં. સરકારે મારા ભાઇને પાછળ કરવા માટે પોતાની સત્તાની બધી તાકાત લગાવી દીધી છે પણ તે લડી રહ્યા છે. પ્રિયંકાએ એ પણ કહ્યું કે દેશના બધા પીએસયૂ ખરીદી લીધા, દેશની મીડિયા ખરીદી લીધી પણ મારા ભાઇને ખરીદી શક્યા નહીં. મારો ભાઇ સચ્ચાઇનું કવચ પહેરીને ચાલી રહ્યો છે. ભગવાન તેનું ધ્યાન રાખશે. કશું થશે નહીં.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે જો નફરત અને ભાગલાની રાજનીતિ ચાલતી રહી તો તમારી સમસ્યાઓનું સમાધાન થશે નહીં. તમને નોકરીઓ મળશે નહીં. અર્થવ્યવસ્થામાં સુધારો થશે નહીં. રાહુલ ગાંધીની ટી શર્ટ પર પ્રિયંકાએ કહ્યું કે લોકો મને પૂછે છે કે તમારા ભાઇને ઠંડી કેમ લાગતી નથી? હું તેમને કહું છું કે આ સત્યનું કવચ પહેરેલું છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે.