Liz Mathew : માનહાનિ કેસ માટે સુરતની કોર્ટ દ્વારા દોષિત જાહેર કર્યા બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. સજા મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાજકીય રૂપથી વધારે મુશ્કેલીમાં ફસાયા છે. બ્રિટનમાં તેમની ટિપ્પણીઓને લઇને માફી માંગવા પર સત્તારૂઢ ભાજપ ભારે આક્રમક્તા બતાવી રહી છે. ભાજપ નેતા ભારતીય લોકતંત્ર પર યુકેમાં રાહુલ ગાંધીના વિવાદિત નિવેદનને લઇને સંસદની અંદર સતત હુમલા કરી રહ્યા છે.
લોકસભા સ્પીકરથી મંત્રીઓ સહિત મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
એ જોતાં સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચૂકાદો રાહુલ ગાંધીને સદનની સભ્યતાને અયોગ્ય ઘોષિત કરી શકે છે. ત્યા સુધી કે કોઈ કોર્ટ સજા પર રોક અથવા રદ્દ કરવાનો આદેશ ન આપે. ભાજપના નેતાઓએ ભવિષ્યના પગલાં પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી. લોકસભા સચિવાલયના અધિકારીઓ સાથે પણ બેઠક કરી હતી. ત્યારબાદ ગુરુવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ સ્પીકર ઓમ બિડલા સાથે પણ મુલાકાત કરી હતી.
દેશની સંસ્થાઓનું સમ્માન નથી કરતા કોંગ્રેસ નેતાઓ : જોશી
બેઠક બાદ સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ દેશની સંસ્થાઓનું સમ્માન કરતા નથી. એ એકદમ સ્પષ્ટ છે કે તેમના મનમાં સંસ્થાઓ માટે ખુબ જ ઓછું સમ્માન છે. અને તેઓ વારંવાર દેખાઇ રહ્યું છે. રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ઉપર નિર્ણયના અસર બાદ પૂછવા પર જોશીએ કહ્યું હતું કે સંબંધિત લોકો કાયદાકીય રૂપથી તેની તપાસ કરશે અને ત્યારબાદ પ્રતિક્રિયા આપીશું.
રાહુલ ગાંધીની અયોગ્યતા ઉપર યોગ્ય પ્રતિક્રિયાનું પાલન થશે
લોકસભા સ્પીકરના કાર્યાલયના એક સૂત્રએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની અયોગ્યતા ઉપર અધિસૂચના રજૂ કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. લોકસભા સચિવાલયના એક સૂત્રએ કહ્યું કે અધ્યક્ષ પાસે અયોગ્ય ઘોષિત કરવાની ફરિયાદ સાથે આદેશ આવવા દો કાયકીય નિષ્ણાંતો તપાસ કરશે અને નિર્ણય લેશે.
કોંગ્રેસે આ તાનાશાહી ભાજપ સરકારના હુમલાના ભાગ રૂપે રજૂ કરવાની કોશિશ કરી રહી છે. કારણ કે તે તેમના કુકૃત્યોને ઉજાગર કરી રહ્યા હતા. અદાણી મુદ્દા પર જેપીસીની માંગ કરી રહ્યા હતા.
રાહુલ ગાંધી લોકોને ગાળો આપશે તો કાયદો પોતાનું કામ કરશે
આ પહેલા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ન્યાયિક પ્રક્રિયા છે અને જો રાહુલ ગાંધી લોકોને ગાળો આપશે તો કાયદો પોતાનું કામ કરશે. તેમણે કોંગ્રેસની આલોચનાને નકારી કાઢી હતી. પૂછ્યું કે શું વિપક્ષી દળ તેમને બીજા અપશબ્દો કહેવાની પૂર્ણ સ્વતંત્રતા ઇચ્છે છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે કોર્ટ અદાલતના આદેશની તેમની અયોગ્યતાનો રસ્તો ચખ્ખો કરી દીધો છે. હવે તેમાંથી બહાર નિકળવાનો ભાર રાહુલ ગાંધી પર છે.