Rahul Gandhi Disqualified: વાત 24 જૂન 1989ની છે. જ્યારે 106 વિપક્ષી સભ્યોએ વિવાદાસ્પદ વિદેશી હથિયારોના સૌદા પર તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીને પદ છોડવાથી ઇન્કાર કરવાના વિરોધમાં રાજીનામા આપી દીધા હતા. આ દિવસ ભારતીય રાજનીતિ અને ખાસ કરીને કોંગ્રેસ માટે ભૂકંપ લાવનારો હતો. આ જ પ્રશ્ન હવે રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદ જવાના કારણે સામે આવી રહ્યો છે. પ્રશ્ન ઊભો થઇ રહ્યો છે કે શું રાહુલ ગાંધીની સભ્યતા ગયા બાદ શું વિપક્ષ નેતા અથવા બધા કોંગ્રેસ સભ્યો એવું કાળજું રાખે જે વિપક્ષના 1989માં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે દેખાડ્યું હતું.
રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ગયા બાદ કોંગ્રેસ પાર્ટીના અનેક નેતાઓના નિવેદન સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે લોકતંત્રના ઇતિહાસમાં કાળો અધ્યાય, કોંગ્રેસના દરેક સંસદ સભ્યોએ રાજીનામું આપી દેવું જોઇએ. આચાર્યએ કહ્યું કે ભાજપનો ઇલાજ અદાલત નહીં, તેનો ઇલાજ જનતાની અદાલત છે. અમે તેમને 2024માં ચૂંટણીમાં હરાવીશું.
પૂર્વ વડાપ્રધાન સ્વ. લાલ બહાદુર શાસ્ત્રીના નાતી અને કોંગ્રેસ નેતા વિભાકર શાસ્ત્રીએ રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ્દ થવા અંગે ટ્વીટ કરીને લખ્યું હતું કે જો હું લોકસભા અથવા રાજ્યસભાનો સભ્ય હોત તો આજે મારા નેતા રાહુલ ગાંધીજી સાથે જે થયું તેને જોતા હું રાહુલ ગાંધીના સમ્માનમાં રાજીનામું આપી દેત. વિભાકર શાસ્ત્રીના આ ટ્વીટને આચાર્ચ પ્રમોદ કૃષ્ણમે રીટ્વીટ કરતા લખ્યું હતું કે વફાદારીનું ઉદાહરણ તો આજ છે પરંતુ રાજીનામું આપવા માટે કાળજું જોઈએ.
કોંગ્રેસ નેતા આચાર્ચ પ્રમોદ કૃષ્ણમે એક અન્ય ટ્વીટમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપેયીનો એક વીડિયો શેર કરતા લખ્યું હતું કે રાહુલ ગાંધીને મીર ઝાફર કહેનારને શ્રદ્વેય અટલજીનો આ વીડિયો જરૂર જોવો જોઇએ. વીડિયોમાં અટલ બિહારી બાજપેયી કહી રહ્યા છે કે મને કીડનીની સમસ્યા હતી. ડોક્ટરે મને તપાસીને સારવાર માટે અમેરિકા જવા માટે સલાહ આપી હતી. સારવાર માટે પૈસાની વ્યવસ્થા કરવી મારા માટે સંભવ ન્હોતું. પરંતુ કોઇ પ્રકારે રાજીવ ગાંધી પાસે આ વાત પહોંચી ગઈ. તેમણે મને બોલાવ્યો અને સંયુક્ત રાષ્ટ્ર જનારા પ્રતિનિધિમંડળમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. હું સભ્ય તરીકે ત્યાં પહોંચ્યો અને સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો. હું તેમના કારણે સંપૂર્ણપણે ઠીક થયો હતો.
ચાર વર્ષ જૂના ફોજદારી કેસમાં રાહુલ ગાંધીને સજા
ચાર વર્ષ જૂના એક ફોજદારી માનહાની કેસમાં બે વર્ષની સજા મળ્યાના એક દિવસ બાદ શુક્રવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પણ રદ્દ થઈ ગઈ છે. લોકસભા સચિવાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. નોટિફિકેશનમાં જણાવ્યું હતું કે કેરળના વાયનાડ લોકસભા સીટના સાંસદ રાહુલ ગાંધી સજા સંભળાવ્યાના દિવસ એટલે કે 23 માર્ચ 2023થી અયોગ્ય ઠેરવવામાં આવે છે. આવું ભારતીય બંધારણના કલમ 102 (1) અને જન પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 અંતર્ગત કરવામાં આવ્યું છે. આ પહેલા ગુરુવારે રાહુલ ગાંધીને સુરતની એક કોર્ટે ચાર વર્ષ જૂના માનહાનિ કેસમાં બે વર્ષની સજા સંફળાવી હતી. કોર્ટે 15 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. સાથે જ સજાને 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. એટલે કે રાહુલ ગાંધી પાસે સજા સામે ઉપરી કોર્ટમાં અપીલ કરવા માટે એક મહિનાનો સમય હતો.
શું છે સમગ્ર કેસ?
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ મામલે કોર્ટમાં કોલાર, કર્ણાટકના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. સુરતની અદાલતે માનહાની કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની કોર્ટે ચુકાદો આપતાં માનહાની કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા.