Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક

Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસમાં કોંગ્રેસ નેતાને મોટી રાહત મળી છે, સુપ્રીમ કોર્ટે હાલમાં સજા પર રોક લગાવી છે. કોંગ્રેસ નેતાનો ફરી લોકસભામાં બેસવાનો માર્ગ મોકળો બન્યો.

Written by Kiran Mehta
Updated : August 04, 2023 14:46 IST
Rahul Gandhi defamation case : રાહુલ ગાંધી માનહાની કેસમાં સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક
રાહુલ ગાંધી માનહાની કેસ - સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવી

Rahul Gandhi defamation case : રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે માનહાનિના કેસમાં ગુજરાત કોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જ્યાં સુધી આ મામલે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સજા પર રોક રહેશે. રાહુલ ગાંધીએ અગાઉ ગુજરાત મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ ત્યાંથી તેને રાહત મળી શકી નથી.

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ હવે પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તે હવે સંસદમાં જઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના કેસમાં સંપૂર્ણ સુનાવણી બાદ નિર્ણય ન આવે ત્યાં સુધી ગુજરાત કોર્ટના નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં.

સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધી વતી દલીલ કરવામાં આવી હતી કે, તેમને સજા આપવાનો નિર્ણય બાલિશ હતો. મેજિસ્ટ્રેટે વિચાર્યું ન હતું કે, તેમની સજા સાંસદને અસર કરી શકે છે. તેઓ રાજકીય વ્યક્તિ છે. તેમનું કામ સરકારની ટીકા કરવાનું છે. આમાં તેઓ એવા જ શબ્દોનો ઉપયોગ નથી કરી શકતા, જે સામેની વ્યક્તિને પસંદ જ હોય. સારી લોકશાહીની ઓળખ વિપક્ષના નેતાનો અવાજ છે. પરંતુ ગુજરાતની અદાલતે તેમને એવી રીતે સજા કરી જાણે તે રીઢા ગુનેગાર હોય. કોર્ટે એ પણ વિચાર્યું નહોતું કે, તેમને બે વર્ષની સજા આપવાથી તેમની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે.

રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું, કોર્ટ બે વર્ષથી ઓછી સજા આપી શકી હોત

રાહુલે કહ્યું કે, આ કેસમાં કોર્ટ તેમને બે વર્ષથી ઓછી સજા સંભળાવી શકી હોત. પરંતુ મેજિસ્ટ્રેટે તેમ કર્યું ન હતું. તેઓએ મનસ્વી રીતે તેમને માનહાનિ જેવા કેસમાં મહત્તમ સજા આપી. તેમણે કહ્યું કે, ગુજરાત કોર્ટના નિર્ણય બાદ તેમણે લોકસભાનું સભ્યપદ ગુમાવ્યું. તેઓ છ વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકતા નથી, એવું કર્યું. કોર્ટના આ નિર્ણયથી તેમની સમગ્ર રાજકીય કારકિર્દી પર સવાલ ઉઠ્યા હતા. વાયનાડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોર્ટના નિર્ણય બાદ વાયનાડની પ્રજા પર પણ અસર થઈ છે. લોકોએ તેમને સંસદમાં મોકલ્યા હતા. હવે તેમની પાસે કોઈ પ્રતિનિધિ નથી.

23 માર્ચ 2023ના રોજ, ગુજરાત કેસના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, કોર્ટે રાહુલ ગાંધીને તાત્કાલિક જામીન આપતાં તેમને સજા સામે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. તેમની સજા પર પણ રોક લગાવવામાં આવી હતી. 3 એપ્રિલે રાહુલે સુરત સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ કરી હતી. ત્યાંથી રાહત ન મળતા કોંગ્રેસના નેતાઓ ગુજરાત હાઈકોર્ટમાં પણ ગયા હતા પરંતુ તેમને કોઈ રાહત મળી ન હતી.

આ પણ વાંચોSamudrayaan Deep Ocean Mission| સમુદ્રયાન : ભારત અંતરીક્ષ યાત્રા બાદ હવે સમુદ્રનો કરશે પ્રવાસ

2019ની ચૂંટણી દરમિયાન રાહુલે મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી, 2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તમામ ચોરોના નામ સાથે મોદી કેમ છે. તેમણે લલિત મોદી, નીરવ મોદીનો ઉલ્લેખ કરતા આ વાત કહી. આ પછી બીજેપી ધારાસભ્યએ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ