scorecardresearch

રાજકારણ : 35 વર્ષમાં 48 નેતાઓએ સંસદપદ ગુમાવ્યું, 14મી લોકસભામાં સૌથી 19 નેતા ગેરલાયક ઠરાવાયા

Parliament membership lost : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ‘મોદી સરનેમ’ કેસમાં બે વર્ષની જેલની સજા થતા ગેરલાયદક ઠરાવી લોકસભાનુ સભ્યપદ કરવામાં આવ્યું છે. વર્ષ 1988થી અત્યાર સુધીમં 42 નેતાઓેએ સાસંદપદ ગુમાવ્યુ છે.

indian parliament
રાજ્યસભામાં પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ નેતાને ગેરલાયક ઠરાવી શકાય છે.

તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાસંદ તરીકે ગેરલાયક જાહેર કરવાની સાથે તેમનું સાંસદપદ રદ કરવાની ઘટનાએ મોટો વિવાદ ઉભો કર્યો છે. લોકસભામાંથી રાહુલ ગાંધીની તાજેતરની અયોગ્યતાએ એક કાયદાની જોગવાઈઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેનો ઉપયોગ 1988થી સંસદમાંથી 42 સભ્યોને હટાવવા માટે કરવામાં આવ્યો હતો, 14મી લોકસભામાં કેશ-ક્વેરી સ્કેમ અને ક્રોસ વોટિંગના મામલે 19 ધારાસભ્યોની હકાલપટ્ટી કરવામાં આવી છે.

આ ધારાસભ્યોને વિવિધ આધારો પર ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે, જેમ કે રાજકીય વફાદારી બદલવી, સંસદસભ્યના અયોગ્ય વર્તણૂક માટે અને અદાલત દ્વારા દોષિત ઠરાવ્યા બાદ બે વર્ષ કે તેથી વધુની જેલની સજા હોય થઇ હોય તેવા ગુનામાં રાજકીય નેતાનું સાસંદ પદ રદ કરવામાં આવ્યું છે.

NCP નેતા મોહમ્મદ ફૈઝલ પીપી અને BSP નેતા અફઝલ અન્સારીને ગેરલાયક ઠેરવવાની ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુરતની અદાલતે બે વર્ષથી વધુની જેલની સજા સંભળાવ્યા બાદ તેમનું સંસદપદ રદ કરવામાં આવ્યું છે. આ માટે પિપલ એક્ટ ઓફ રિપ્રેઝનટેટિવ (જન પ્રતિનિધિત્વ અધિનિયમ)ની જોગવાઈઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ અધિનિયમ ક્રિમિનલ કેસમાં દોષિત ઠરેલા અને બે વર્ષ કે તેથી વધુની સજા થવા પર સાંસદો અને રાજ્યના ધારાસભ્યોને આપોઆપ ગેરલાયક ઠેરવવા સંબંધિત છે.

લોકસભામાં લક્ષદ્વીપનું પ્રતિનિધિત્વ કરતા ફૈઝલની ગેરલાયકાત કેરળ હાઈકોર્ટમાંથી હત્યાના પ્રયાસના કેસમાં તેની સજા અને સજા પર સ્ટે મેળવ્યા બાદ તેને રદ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ ‘મોદી અટક’ સાથે સંકળાયેલા ફોજદારી માનહાનિના કેસમાં સુરતની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી છે અને તેમાં રાહત મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.

પહેલીવાર ક્યાં નેતાનું સાસંદપદ રદ કરવામાં આવ્યું

વર્ષ 1985માં પક્ષપલટા વિરોધી કાયદો ઘડવામાં આવ્યા પછી લોકસભાનું સાસંદપદ ગુમાવનાર સૌથી પહેલા નેતા કોંગ્રેસના હતા અને તેમનું નામ લાલદુહોમા હતું. તેમણે મિઝો નેશનલ યુનિયનના ઉમેદવાર તરીકે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું, જે પક્ષ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. તેમને નવમી લોકસભામાં જ્યારે તત્કાલિન જનતા દળના નેતા વી.પી. સિંહે ગઠબંધન સરકારની રચના કરી, ત્યારે લોકસભાના નવ સભ્યોએ પક્ષપલટા વિરોધી કાયદાનો ભંગ કર્યો અને જેના કારણે તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

14મી લોકસભામાં સૌથી વધુ 19 સભ્યો ગેરલાયક

14મી લોકસભામાં સૌથી વધુ 19 નેતાઓએ સાસંદ તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે. જેમા સંસદમાં પ્રશ્નો ઉઠાવવા માટે લાંચ લેવા બદલ સભ્ય તરીકે 10 અને યુપીએ-1 સરકાર દ્વારા માંગવામાં આવેલા વિશ્વાસના મત દરમિયાન ક્રોસ વોટિંગ માટે 10 સભ્યોને ગેરલાયક જાહેરકરવામાં આવ્યા હતા. જુલાઈ 2008માં અમેરિકા સાથેના નાગરિક પરમાણુ કરાર પર ડાબેરી મોરચાએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતુ.

ભાજપના છ સભ્યો , બસપાના બે અને કોંગ્રેસ અને આરજેડીમાંથી એક-એકને 2005માં ‘કેશ ફોર ક્વેરી’ કૌભાંડના કારણે લોકસભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. બસપાના રાજ્યસભાના એક સાંસદને પણ ગૃહમાંથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા.

લોકસભાના ભૂતપૂર્વ અધિક સચિવ દેવેન્દ્ર સિંહ અસવાલે પીટીઆઈને જણાવ્યું હતું કે, “હકાલપટ્ટીને સર્વોચ્ચ અદાલત દ્વારા માન્ય રાખવામાં આવી હતી. આમાંથી કોઈ પણ કેસને હકાલપટ્ટીની મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યો ન હતો કારણ કે વિધાનસભા પોતે આમ કરવા સક્ષમ છે, ”

10મી લોકસભા, જ્યારે તત્કાલીન વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળ ગઠબંધન સરકાર હતી, ત્યારે ચાર સભ્યોને પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

રાજ્યસભામાં પણ પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સાંસદને ગેરલાયક ઠરાવી શકાય છે. જેમાં મુફ્તી મોહમ્મદ સઈદ (1989), સત્યપાલ મલિક (1989), શરદ યાદવ (2017) અને અલી અનવર (2017) સાસંદ પદ ગુમાવી ચૂક્યા છે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા શિબુ સોરેન અને સમાજવાદી પાર્ટીના સભ્ય જયા બચ્ચનને અનુક્રમે 2001 અને 2006માં રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. તે સમયે સોરેન ઝારખંડ એરિયા ઓટોનોમસ કાઉન્સિલના અધ્યક્ષ હતા, ત્યારે બચ્ચન ઉત્તર પ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદના અધ્યક્ષ હતા.

નેશનલ એડવાઇઝરી કાઉન્સિલના ચેરપર્સનનું નફાનું પદ સંભાળવા બદલ તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ પણ ગેરલાયકાતની અરજી થઇ હતી જો કે તેમણે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપતાં નિરર્થક બની ગઇ હતી.

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સભ્ય રહેલા ઓસ્વાલે જણાવ્યું કે, સંભવિત રાજકીય ઉથલપાથલને ટાળવા માટે, સંસદ (અયોગ્યતા નિવારણ) અધિનિયમ, 1959, 4 એપ્રિલ, 1959 ના રોજ પૂર્વવર્તી રીતે 2006 માં સુધારો કરવામાં આવ્યો હતો અને સમાન અરજીઓ નિરર્થક બની હતી.

લીલી થોમસ કેસ તરીકે ઓળખાતા સર્વોચ્ચ અદાલતના ચુકાદામાં કાનૂની સ્થિતિ દર્શાવવામાં આવી હતી અને સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે બે વર્ષ કે તેથી વધુની સજા ધરાવનાર કોઈપણ દોષિત ઠરાવનું પરિણામ આપમેળે ચૂંટાયેલા પ્રતિનિધિની ગેરલાયકાતમાં પરિણમશે.

આ પણ વાંચોઃ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સજા કેમ ન થવી જોઈએ? સિંઘવીએ કોર્ટને આપ્યા 6 કારણો

“લોકસભા સચિવાલયે માત્ર એક સૂચના જારી કરીને ખાલી જગ્યાને સૂચિત કરવાની રહેશે જેથી ચૂંટણી પંચ પેટાચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ કરી શકે,” અસવાલે કહ્યું.

ચુકાદા બાદ કોંગ્રેસના રાજ્યસભા સભ્ય રશીદ મસૂદને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત જાહેર કરાતા ઉપલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ અને જેડી(યુ)ના સભ્ય જગદીશ શર્માને ચારા કૌભાંડમાં દોષિત ઠેરવ્યા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.

Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Rahul gandhi disqualification 42 mp lost membership of parliament since 1988 highest 19 in 14th loksabha

Best of Express