રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ભાજપે વિપક્ષ શાસિત રાજ્યો પર હુમલો કર્યો : કેરળમાં કોંગ્રેસને હરિફ CPMનું સમર્થન

Rahul Gandhi disqualification : રાહુલ ગાંધીનું સાંસદ પદ થવાનો સૌથી વધારે વિરોધ કેરળના સીપીઆઈ(એમ) દ્વારા કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, કેરળમાં કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) બંને હરિફ રાજકીય પક્ષો છે અને સતત એકબીજા પર આક્ષેપો કરતા રહે છે.

March 26, 2023 11:10 IST
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરી ભાજપે વિપક્ષ શાસિત રાજ્યો પર હુમલો કર્યો : કેરળમાં કોંગ્રેસને હરિફ CPMનું સમર્થન
સીએમ પિનરાઈ વિજયને રાહુલની ગેરલાયકાતને વિપક્ષો શાસિત રાજ્યો પર ભાજપના સંયુક્ત હુમલા ગણાવ્યો છે. (તસવીરો: ફાઈલ/પિનરાઈ વિજયન ટ્વિટર હેન્ડલ)

(પલ્લવી સ્માર્ટ) રાહુલ ગાંધીનું સંસદ પદ રદ કરતા ભારતમા રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રસ નેતાને લોકસભાના સાંસદ તરીકે અયોગ્ય ઠરાવવાના નિર્ણયની વિરુદ્ધ વિરોધ પક્ષ એક જૂટ થઇ રહ્યુ છે અને કેન્દ્રની ભાજપ સરકારની મનમાની સામે ‘સત્યાગ્રહ’ શરૂ કર્યો છે. કેરળ સીપીઆઈ(એમ) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભામાંથી ગેરલાયક ઠેરવવાના ભાજપના પ્રયાસ અને તેના એજન્ડા વિરુદ્ધ લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

કેરળમાં ભાજપની હાજરી અત્યંત સામાન્ય હોવા છતાં “સંઘ પરિવારના જોખમ” સામે લડવાની દ્ગઢતા સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ બંને માટે હંમેશા ચિંતાનું કારણ બનેલું રહે છે, કારણ કે લઘુમતી મતો રાજ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. પોલિટીકલ ડ્રામાના આ તબક્કામાં, CPI(M) વારંવાર તેના મુખ્ય હરીફ કોંગ્રેસ પર સંવેદનશીલ-હિંદુત્વનો આરોપ લગાવતા સાંભળતા મળેછે.

કેરળમાં સીપીઆઈ(એમ)નું વલણ રાહુલ પ્રત્યે ક્યારેય નરમ રહ્યું નથી. વર્ષ 2019માં કોંગ્રેસની આગેવાની હેઠળની UDFને 20 લોકસભા બેઠકોમાંથી 19 બેઠકો જીતવામાં મદદ કરનાર પરિબળો પૈકી એક રાહુલ વાયનાડથી ચૂંટણી લડી હતી. CPI(M) એ તે સમયે આ પગલાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે મુખ્ય હિન્દીભાષી રાજ્યોમાં ભાજપનો સામનો કરવાની રાહુલમાં હિંમત નથી. તાજેતરમાં, CPI(M) નેતાઓએ રાહુલની ભારત જોડો યાત્રાને “કંટેનર યાત્રા” તરીકે મજાક ઉવાડી હતી, અને “કેરળમાં ઘણા દિવસો” રહેવા બદલ તેમના પર હુમલો કર્યો હતો.

લોકસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા કેરળ CPI(M) એ મોટા રાજકીય એજન્ડાને ધ્યાનમાં રાખીને, તેના મુખ્ય વિરોધી પક્ષના પીડિત નેતાને સમર્થન આપ્યું છે, તે દરમિયાન પાર્ટીના નેતાઓ પુનોચ્ચાર કરી રહ્યા છે કે, રાહુલની અયોગ્ય ફરીથી દર્શાવે છે કે કોંગ્રેસ ભાજપના ષડયંત્રોનો સામનો કરી શકી નથી. કેરળમાં કોંગ્રેસના તેમના સમકક્ષો કરતાં વધુ CPI(M) નેતાઓએ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાની વધારે નિંદા કરી છે, તેને લોકશાહી અને બંધારણીના મૂલ્યો પર સીધો હુમકો ગણાવ્યો છે અને કહ્યું છે કે ‘લોકશાહી હવે જોખમ’માં છે.

કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને સીપીઆઈ(એમ)ના સ્ટેટ સેક્રેટરી એમ વી ગોવિંદને રાહુલની અયોગ્યતાને વિપક્ષ શાસિત રાજ્યો પર ભાજપના સંયુક્ત હુમલા ગણાવ્યો છે.

આ દરમિયાન સીપીઆઈ(એમ) નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે, કારણ કે ભાજપના ષડયંત્રોને સમજવામાં કોંગ્રેસ નિષ્ફળ રહી છે ઉપરાંત ભૂતકાળમાં કેરળમાં વામપંથી પક્ષ શાસિત રાજ્યમાં કૌભાંડોની કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તપાસ કરવાની માંગણીને ટેકો આપ્યો હતો.

CPI(M)ના રાજ્ય સચિવ સભ્ય એમ સ્વરાજ રાહુલની અયોગ્યતા પર પ્રતિક્રિયા આપનારા પક્ષના પ્રથમ નેતાઓ પૈકીના એક છે, તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું: “ભારત સાબિત કરે છે કે લોકશાહી માત્ર એક શબ્દ છે. જ્યારે અસહમતિ અને નિંદાનું દમન કરવામાં આવે છે, ત્યારે ફાસીવાદના પગલાં સંભળાય છે.”

ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ પર સૌથી વધારે આક્ષેપો કરનાર સ્વરાજે ઉમેર્યું હતું કે: “કોંગ્રેસના માણસોને દેશની કટોકટીની ગંભીરતા સમજાય કે ન હોય, પણ પરિસ્થિતિ એવા તમામ વિરોધની માંગણી કરે છે જેઓ લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે.”

આ પણ વાંચોઃ લોકસભામાં રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવાના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં ‘સત્યાગ્રહ’ કરશે

CPI(M)ના સમર્થનને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને વિપક્ષના નેતા વીડી સતીશને કહ્યું કે, રાહુલ માટે પાર્ટીનું સમર્થન માત્ર સોશિયલ મીડિયા સુધી મર્યાદિત હતું. “CPI(M) શાસિત રાજ્યની પોલીસે રાહુલ ગાંધીની ગેરલાયકાતનો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓ પર નિર્દયતાથી હુમલો કર્યો હતો. જે સ્પષ્ટપણે ભાજપને પ્રોત્સાહિત કરવાનો હતો. કેરળમાં CPI(M) સરકારનો બેવડો એજન્ડા છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ