કોણ છે સાંસદ નારણભાઇ કાછડીયા, જેમની વિરુદ્ધ રાહુલ ગાંધી જેવી કાર્યવાહી ન કરવાનો ભાજપ પર કોંગ્રેસનો આક્ષેપ

Gujarat BJP Naranbhai Kachhadiya : નારણભાઇ કાછડીયાને એક સરકારી હોસ્પિટલમાં ફરજ પર રહેલા એક દલિત ડોક્ટર પર હુમલો કરવાના આરોપમાં અદાલતે દોષી ઠેરવી 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

Gujarat BJP Naranbhai Kachhadiya : નારણભાઇ કાછડીયાને એક સરકારી હોસ્પિટલમાં ફરજ પર રહેલા એક દલિત ડોક્ટર પર હુમલો કરવાના આરોપમાં અદાલતે દોષી ઠેરવી 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Naranbhai Bhikhabhai Kachhadiya JP nadda

અમરેલીના સાંસદ નારણભાઈ ભીખાભાઈ કાછડીયા અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા (સાંસદ નારણભાઈ કાછડીયા ફેસબુકઃ)

(સોહિની ઘોષ, લિઝ મેથ્યુ, ગોપાલ બી કટેશિયા) : નેતા રાહુલ ગાંધીને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતા મોટો વિવાદ સર્જાયો છે. કેન્દ્રની ભાજપ સરકાર પર બેવડા માપદંડ અપનાવવાનો આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું કે ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ જેટલી ઝડપથી અયોગ્યતાની કાર્યવાહી કરવામાં આવી હતી 2016માં તેમના સાંસદ વિરૂદ્ધ તેટલી ઝડપી કાર્યવાહી કરી ન હતી. પાર્ટીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને "વીજળીની ઝડપે" લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે ગુનાહિત કેસમાં દોષી ઠેરવવામાં આવેલા ગુજરાતના સાંસદ સામે સમાન ધોરણે કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Advertisment

68 વર્ષીય ખેડૂત અને પાટીદાર નેતા નારણભાઈ કાછડીયા 2009થી સાંસદ

13 એપ્રિલ 2016ના રોજ અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ ભીખાભાઈ કાછડીયાને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. તેમણે 16 દિવસ બાદ જ આ સજા પર સ્ટે ઓર્ડર મેળવ્યો હતો, પરંતુ તે સમયે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને તેમને ગેરલાયક ઠેરવ્યા ન હતા. વર્ષ 2009થી સાંસદ રહેલા 68 વર્ષીય ખેડૂત અને પાટીદાર નેતા નારણભાઇ કાછડિયા, 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના અમરેલી જિલ્લાની બેઠક પર ભાજપની ટિકિટથી ફરી જીત્યા હતા.

કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ સ્પીકરને પત્ર લખીને ચર્ચાની માંગણી કરી

માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને બે વર્ષની સજા થયાના એક દિવસ બાદ જ રાહુલ ગાંધીને એવા આધાર પર ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કે તેમને બે વર્ષની સજા થયા બાદ સાંસદ તરીકે તેમને દૂર કરવાની પ્રક્રિયા આપોઆપ શરૂ થઈ ગઈ હતી. મંગળવારે લોકસભામાં કોંગ્રેસના નેતા, અધીર રંજન ચૌધરીએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને નારણભાઇ કાછડીયાના કેસને ટાંકીને રાહુલની અયોગ્યતા પર ચર્ચા કરવાની માંગણી કરી હતી.

Advertisment

સરકારી હોસ્પિટલમાં ફરજ પરના દલિત તબીબ પર હુમલો કરવા બદલ દોષી ઠેરવાયેલા ભાજપ નેતા નારણભાઇ કાછડીયાને અદાલતે અપીલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. અમરેલીના સાંસદે સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, જો કે અદાલતે તેમની સજાને સ્થગિત કરી, પરંતુ તેમના દોષિત ઠેરવવામાં રોક લગાવી ન હતી, જે સાંસદ તરીકે તેમની અયોગ્યતાને રોકવા માટે જરૂરી હતી. આ આધાર પર સ્ટે મેળવવા માટેનો અપવાદરૂપ કેસ બનાવવામાં આવ્યો ન હતો. આખરે 29 એપ્રિલ 2016ના રોજ નારણભાઇ કાછડીયાને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી હતી.

એક સુત્રે જણાવ્યું કે, લોકસભા સચિવાલયના સુત્રોએ સ્વીકાર્યું હતું કે 2016માં ગુજરાતના સાંસદને ગેરલાયક ઠેરવતું જાહેરનામું બહાર પાડવામાં વિલંબ થયો હતો. જો કે, ટ્રાયલ કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ, ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ નાઈક, સ્પીકર સુમિત્રા મહાજન અને ચૂંટણી પંચને તેમને ગેરલાયક ઠેરવવાની માંગણી કરી હતી. પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી. જ્યારે ગુજરાત હાઈકોર્ટે સાંસદને રાહત આપવાનો ઈન્કાર કર્યો ત્યારે કોંગ્રેસે ફરી કાર્યવાહીની માંગ કરી.

સુ્ત્રોએ કહ્યુ કે, નીચલી અદાલત દ્વારા દોષી ઠરાવ્યાના 16 દિવસ બાદ 29 એપ્રિલે નારણભાઇ કાછડીયાને મુક્ત કરી દીધા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન તેઓ સાંસદ તરીકે યથાવત રહ્યા હતા. વર્ષ 2019માં ફરીથી ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી અને તેઓ ફરી ચૂંટાઇ આવ્યા હતા.

સુમિત્રા મહાજને ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમને કેસની ચોક્કસ વિગતો યાદ નથી અને તેમને રેકોર્ડમાંથી પસાર થવું પડશે. કાછડીયાએ દલીલ કરી હતી કે તેમનો કેસ અલગ છે કારણ કે તેમણે "કાયદાની યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું હતું" જ્યારે કોંગ્રેસને "દેશની સંસ્થાઓમાં વિશ્વાસ નથી". “અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ગુજરાતના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ વગેરે રાહુલની અયોગ્ય ઠરાવ્યા બાદથી અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે, પરંતુ કોંગ્રેસના નેતાઓને બંધારણ, ન્યાયતંત્ર કે કાયદા એન્ફોર્સમેન્ટ એજન્સીઓમાં વિશ્વાસ નથી."

એક્સપ્રેસ એક્સપ્લેન ટ્રેન્ડિંગ ન્યૂઝ india politics Express Exclusive રાહુલ ગાંધી દેશ congress ભાજપ