કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુરુવારે (23 માર્ચ) ગુજરાતના સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર ટિપ્પણી બદલ 2019ના માનહાનિના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે તમામ ચોરોની સરનેમ મોદી કેવી રીતે છે? 2019ની લોકસભા ચૂંટણીના ભાગરૂપે કર્ણાટકના કોલારમાં રેલી દરમિયાન આ વાત કહી હતી.
કોંગ્રેસ નેતાના વકીલ બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દોષી ઠેરવ્યા હતા. તેમણે રાહુલને જામીન આપ્યા હતા અને તેમને ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની મંજૂરી આપવા માટે 30 દિવસ સજાને સ્થગિત કરી હતી.
રાહુલ ગાંધીને બે વર્ષની સજા થવાને કારણે કેરળના વાયનાડથી સંસદ સભ્ય તરીકેની તેમની સ્થિતિ પર પ્રશ્નો ઉભા થયા છે. લોકસભા સ્પીકરના કાર્યાલયના સૂત્રોએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેમને ગેરલાયક ઠેરવવા માટે ફરિયાદ સાથે સ્પીકરના કાર્યાલયમાંથી આદેશ આવવા દો. જો ઓર્ડર સાથેની ફરિયાદ ટેબલ પર આવે, આ પછી કાયદાકીય નિષ્ણાંતો છે તે તપાસ કરશે અને નિર્ણય લેશે.
શું આ ચુકાદો રાહુલ ગાંધીને સાંસદ તરીકે અયોગ્ય કરી શકે છે?
ગુના માટે દોષિત ઠરેલા સાંસદની ગેરલાયકાત બે ઘટનાઓમાં થઈ શકે છે. પ્રથમ જો તે ગુનો કે જેના માટે તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે તે 1951ના જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 8(1) માં સૂચિબદ્ધ છે. જેમાં કેટલાક વિશિષ્ઠ અપરાધ સામેલ છે. જેમાં બે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, લાંચ અને અયોગ્ય પ્રભાવ અથવા ચૂંટણીમાં અનુચિત પ્રભાવ જેવા ચોક્કસ ગુનાઓનો સમાવેશ થાય છે. માનહાનિ આ યાદીમાં આવતી નથી.
આ પણ વાંચો – રાહુલ ગાંધી માનહાની કેસ : શું છે ચાર વર્ષ જૂનો કેસ? જેમાં સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી
બીજું જો અન્ય કોઈ ગુના માટે દોષિત ઠેરવવામાં આવે પરંતુ તેને બે વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે સજા સંભળાવવામાં આવે. RPAની કલમ 8(3) કહેવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ દોષિત ઠેરવવામાં આવે અને બે વર્ષથી ઓછી જેલની સજા ના હોય તો તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે.
સજા સામેની અપીલ અયોગ્યતાને કેવી રીતે અસર કરે છે?
કલમ 8(4)માં એ પણ કહેવામાં આવ્યું છે કે અયોગ્યતા દોષિત ઠેરવ્યાની તારીખથી ત્રણ મહિના વીતી ગયા પછી જ લાગુ થાય છે. તે સમયગાળાની અંદર રાહુલ ગાંધી હાઈકોર્ટ સમક્ષ સજા સામે અપીલ દાખલ કરી શકે છે.
પરંતુ જ્યારે કાયદાએ શરૂઆતમાં ગેરલાયકાત પર રોક લગાવવા માટે જોગવાઈ કરી હતી જો દોષિત ઠેરવવા સામે ઉચ્ચ અદાલત સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી હતી. 2013માં લિલી થોમસ વર્સિસ યુનિયન ઓફ ઈન્ડિયાના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કલમ 8(4)ને રદ કરી દીધી હતી.
આનો અર્થ એ છે કે માત્ર અપીલ દાખલ કરવી પૂરતું નથી પરંતુ દોષિત સાંસદે ટ્રાયલ કોર્ટના દોષિત ઠરાવ સામે સ્ટેનો આદેશ લાવવો પડશે. સીઆરપીસીની કલમ 389 હેઠળ અપીલ પેન્ડિંગ હોય ત્યારે કોર્ટ દોષિતની સજાને સ્થગિત કરી શકે છે. આ અપીલકર્તાને જામીન પર મુક્ત કરવા સમાન છે.





