કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત વિદેશી ધરતી પરથી કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ લંડનમાં દાવો કર્યો કે મોદી સરકારમાં લોકતંત્ર પર હુમલો કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી લંડનમાં ઇન્ડિયન જર્નલિસ્ટ્સ એસોસિયેશનના કાર્યક્રમમાં ભાજપના તે આરોપો પર પલટવાર કરી રહ્યા હતા. જેમાં તેમના પર ભારતને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિદેશ મંત્રી એસ જયશંકર ચીનના ખતરાને સમજતા નથી. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે લદાખમાં ભારતની લગભગ 2000 વર્ગ કિલોમીટર ક્ષેત્ર ચીની કબજામાં ચાલ્યું ગયું છે. તેમણે કહ્યું કે હું કહી રહ્યો છું કે ચીને આપણી જમીન પર કબજો કરી લીધો છે. જોકે સરકાર પુરી રીતે ઇન્કાર કરી રહી છે. આ ખતરનાક છે.
ભારતના લોકતંત્ર પર હુમલો થઇ રહ્યો છે – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને કહ્યું કે ભારત જોડો યાત્રા એટલા માટે જરૂરી થઇ કારણ કે અમારા લોકતંત્ર પર હુમલો થઇ રહ્યો છે. મીડિયા, સંસ્થાગત સ્ટ્રક્ચર, ન્યાયપાલિકા અને સંસદ ઉપર પણ હુમલો થઇ રહ્યો છે. અમારે પોતાનો અવાજ અને લોકોના અવાજ સામાન્ય ચેનલોના માધ્યમથી રાખવામાં ઘણી મુશ્કેલી થઇ રહી છે. આ આધુનિક ભારતમાં પહેલા ક્યારેય જોવામાં આવ્યું નથી.
આ પણ વાંચો – પીએમને લખેલો પત્ર વિપક્ષી એકતાના પડકારો દર્શાવે છે, કોંગ્રેસ, ડીએમકે, ડાબેરીઓ ગાયબ રહ્યા
રાહુલને જ્યારે એ પૂછવામાં આવ્યું કે તમે આગામી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર હશો? તેના પર તેમણે કહ્યું કે આ વિશે હાલ કોઇ ચર્ચા થઇ નથી. સેન્ટ્રલ આઇડિયા ભાજપા અને આરએસએસને હરાવવાનો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કેમ્બ્રિજ લેક્ચરમાં તેમણે કશું ખોટું કહ્યું નથી. બીજેપીને વસ્તુઓને તોડી-મરોડીને રજુ કરવાનું પસંદ છે.
હું અહિંસામાં વિશ્વાસ કરું છું – રાહુલ ગાંધી
બીજેપી સામે એકજુટ થઇ રહ્યો છે વિપક્ષ? તે સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષી દળો સાથે ઘણો તાલમેલ છે. વાતચીત ચાલી રહી છે. હું તેમાંથી ઘણા વિશે જાણું છું. ભારતમાં મીડિયાની કાર્યશૈલી પર પૂછાયેલા સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે જન લામબંધી ઘણી ખતરનાક છે. જ્યારે સુધી કોઇપણ રીતે ડરાવવા-ધમકાવવાની વાત છે તો મને આ પસંદ નથી. હું અહિંસામાં વિશ્વાસ કરું છું અને ડરાવવા-ધમકાવવાનું પસંદ કરતો નથી. આ મારો અંગત વિચાર છે.