/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/rahul-gandhi-3.jpg)
રાહુલ ગાંધીની ફાઈલ તસવીર
અમેરિકાના વોશિંગટન ડીસીમાં ભારતીય લોકતંત્ર, પ્રેસની આઝાદી અને મુસ્લિમ લીગ પર આપવામાં આવેલા રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપે સખત નારાજગી વ્યક્ત કરી હતી. ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વારંવાર અજ્ઞાનતામાં આવા નિવેદનો આપી રહ્યા છે. તેમને ઇતિહાસના પુસ્તકવો વાંચવા જોઈએ. કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ સિંહ પટેલે રાહુલ ગાંધીના મુસ્લિમ લીગને લઇને આપેલા નિવેદન પર કહ્યું કે મુસ્લિમ લીગને ધર્મનિરપેક્ષ કહેવું વધારે ખતરનાક છે.
તેમણે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી એ કહીને ભાગલાનું બીજારોપણ કરી રહ્યા છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની આત્મામાં જિન્ના વસેલા છે. આજ આખી દુનિયા હિંદુસ્તાન અને તેમના નેતૃત્વના વખાણ કરી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધી વિદેશ જઇને ભારતની આલોચના કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે રાહુલ ગાંધીના નિવેદનની સકત આલોચના કરી છે. તેમણે કહ્યું કે આ ખુબ જ દુઃખદ છે. વિદેશી ધરતી પર આ પ્રકારની બયાનબાજી કરવી દેશ બિલ્કુલ સ્વીકાર નહીં કરે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે 2024ની ચૂંટણી સામે આવી રહી છે. રાહુલ ગાંધી જે કંઈ પણ કહેવા માંગે છે. તેને જનતાની વચ્ચે આવીને બોલવું જોઇએ. તેઓ વિદેશની ધરતી પર દેશનું અપમાન કેમ કરી રહ્યા છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
વોશિંગટન ડીસીમાં રાહુલ ગાંધીએ ભારતના લોકતંત્ર, પ્રેસની આઝાદી અને મુસ્લીમ લીગ સહિતના મુદ્દાઓ પર મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી થઈ જાય ચે. જે કોઈનાથી છૂપી નથી. આ વાત બધા જાણે છે. ભારતમાં સંસ્થાનો પર નિશ્ચિત રૂપથી કબ્જો કર્યો છે. મને લાગે છે કે લોકતંત્ર માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે. આલોચનાને સાંભળવી જોઈએ. આ માત્ર પ્રેસની આઝાદી નથી.આ બધી બાજુ થઈ રહ્યું છે. સંસ્થાગત ઢાંચા પર પણ ગાળિયો કસાઇ રહ્યો છે.
રાહુલ ગાંધીએ મીડિયાને કહ્યું હતું કે તમારે આ પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવો જોઈએ. મને નથી ખબર કે તમે આ કેવી રીતે કરશો. પરંતુ તમારે પૂછવું જોઈએ હું સવાલ ઉઠાવી રહ્યો છું એટલા માટે અવાજ દબાવી દેવામાં આવે છે. તેમણે કહ્યું કે ભારત પાસે ખુબ જ મજબૂત વ્યવસ્થાઓ છે. જે પહેલાથી હાજર છે. આ વ્યવસ્થા નબળી થઈ ચૂકી છે. જો લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવે તો મુદ્દાઓ પોતાની મેળે ઉકેલી શકાય છે. તમારી પાસે સંસ્થાનો એક સ્વતંત્ર સમૂહ હોવો જોઈએ. જે દબાણ અને નિયંત્રણમાં ન હોય. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી એ સંસ્થા છે જેણે સંસ્થાનોની અવધારણા કરી છે.
મુસ્લિમ લીગ સેક્યુલર પાર્ટી
રાહુલ ગાંધીથી જ્યારે કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની સાથે કોંગ્રેસના ગઠબંધન અંગે પૂઠવામાં આવ્યું હતું ત્યારે તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ લીગ સંપૂર્ણ પણે સેક્યુલર પાર્ટી છે. મુસ્લિમ લીગ વિશે કંઇ પણ ધર્મનિરપેક્ષ નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us