/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/03/Ghulam-Nabi-Azad.jpg)
ગુલામ નબી આઝાદે ગત ઓગસ્ટમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી (Express file)
કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે ફરી એક વખત રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે. તેમણે પોતાની આત્મકથામાં અસમના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માનો ઉલ્લેખ કરીને એક ખુલાસો કર્યો છે. તેમણે જે સમયની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તે સમયે હિમંતા કોંગ્રેસમાં હતા. ગુલામ નબી આઝાદે પોતાની આત્મકથામાં લખ્યું કે રાહુલ ગાંધીને જ્યારે બતાવવામાં આવ્યું કે હિમંતા બિશ્વાને અસમમાં ઘણા ધારાસભ્યોનું સમર્થન છે અને તે બળવો કરીને પાર્ટી છોડીને જઇ રહ્યા છે. તો રાહુલ ગાંધીનો સ્પષ્ટ જવાબ હતો કે તેને જવા દો.
ગુલામ નબી આઝાદે ગત ઓગસ્ટમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી
ઉલ્લેખનીય છે કે ગુલામ નબી આઝાદે ગત ઓગસ્ટમાં કોંગ્રેસ પાર્ટી છોડી હતી. તેમણે પોતાની આત્મકથા આઝાદ માં હિમંતા બિશ્વા શર્મા અને કેટલાક અન્ય મામલા પર પ્રકાશ પાડ્યો છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધીએ હિમંતાના મામલાને યોગ્ય રીતે સંભાળ્યો ન હતો. સોનિયા ગાંધીએ પણ પાર્ટી અધ્યક્ષ તરીકે હસ્તક્ષેપ કર્યો ન હતો. તેમણે કહ્યું કે સોનિયા ગાંધીને એ અંદાજો હતો કે હિમંતાના પાર્ટીમાં જવાથી શું નુકસાન થવાનું છે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીને દોષી ઠેરવવામાં આવ્યા, હવે તેમના સાંસદ પદનું શું થશે? શું કહે છે કાયદો
હિમંતા બિશ્વા શર્મા કોંગ્રેસ છોડ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા
હિમંતા બિશ્વા શર્મા કોંગ્રેસ છોડ્યા પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા અને હાલ તે અસમના મુખ્યમંત્રી છે. સપ્ટેમ્બર 2015માં તેમણે કોંગ્રેસ છોડી તો તેમની સાથે 10 ધારાસભ્યો પણ ચાલ્યા ગયા હતા. ગુલામ નબી આઝાદે પોતાની આત્મકથામાં કહ્યું કે રાહુલે સીધે-સીધું એ કહી દીધું કે અસમમાં કોઇ નેતૃત્વ પરિવર્તન થશે નહીં. અમે તેમને કહ્યું હતું કે હિમંતા પાસે બહુસંખ્યક ધારાસભ્યોનું સમર્થન છે અને તે પાર્ટી છોડી દેશે. તો રાહુલે કહ્યું હતું કે તેને જવા દો.
ગુલામ નબી આઝાદના મતે તેમને એ ખબર નથી કે રાહુલે પોતાને મજબૂત દેખાડવા માટે કર્યું હતું કે પછી તે વાતથી અજાણ હતા કે હિમંતાના જવાથી અસમ જ નહીં આખા પૂર્વોત્તરમાં દૂર સુધી અસર થશે. આઝાદે પુસ્તકમાં લખ્યું કે મેં આ વિશે સોનિયા ગાંધીને સૂચિત કર્યા હતા પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષે હસ્તક્ષેપ કર્યો ન હતો. તેના બદલે સોનિયા ગાંધીએ મને એ કહ્યું કે હિમંતાને કહો કે સમસ્યા ઉભી ના કરે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us