Rahul Gandhi: રાહુલ ગાંધીની સંસદમાં વાપસી થશે, મોદી સરનેસ કેસમાં સુપ્રીમ કોર્ટની રાહત બાદ કોંગ્રેસ એક્શનમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો

Rahul Gandhi Modi Surname case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેસ કેસમાં સુરતની અદાલતે દોષી ઠરાવ્યા બાદ લોકસભા સચિવાલયે તેમનું સંસદ પદ રદ કર્યુ હતુ.

Updated : August 06, 2023 13:07 IST
Rahul Gandhi: રાહુલ ગાંધીની સંસદમાં વાપસી થશે, મોદી સરનેસ કેસમાં સુપ્રીમ કોર્ટની રાહત બાદ કોંગ્રેસ એક્શનમાં, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી. (Photo: Rahul Gandhi_ Facebook)

(મનોજ સી.જી. : Rahul Gandhi Lok Sabha membership Restoration: રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યા બાદ ગુમાવું સંસદ પદ ફરી મળવાની સંભાવનાઓ વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીની સજા પર રોક લગાવ્યા બાદ હવે ટૂંક સમયમાં જ તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થઈ શકે છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ શનિવારે કોર્ટનો આદેશ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની સદસ્યતા પુનઃસ્થાપિત કરવાની માંગ કરતો પત્ર લોકસભા સચિવાલયને સોંપ્યો હતો.

અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, તે ખેદજનક છે કે લોકસભા સચિવાલય રાહુલ ગાંધીની સદસ્યતા એટલી ઝડપથી પુનઃસ્થાપિત કરી રહ્યું નથી જે ગતિથી તેણે સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા પછી માર્ચમાં ગેરલાયક ઠેરવ્યા હતા. લોકસભા સચિવાલયના સૂત્રોએ પુષ્ટિ કરી કે કોંગ્રેસે કોર્ટના આદેશને રજૂ કર્યો છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા રવિવારે દિલ્હીની બહાર જવાના હોવાથી, સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે વિનંતી કરવામાં આવશે.

શુક્રવારે સપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પછી તરત જ ચૌધરીએ બિરલાને મળ્યા હતા અને તેમને રાહુલ ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી હતી. સ્પીકરે ચોધરીને કહ્યુ કે, તેનું કાર્યાલયને સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યા બાદ આ નિર્ણય લેશે. કોંગ્રેસ ઇચ્છે છે કે રાહુલ ગાંધી સંસદમાં પરત ફરે અને અવિશ્વાસ પ્રસ્તાવમાં ભાગ લે, જેના પર 8 ઓગસ્ટના રોજ ચર્ચા થવાની છે.

આ પણ વાંચ | રાહુલ ગાંધી અંગે સુપ્રીમ કોર્ટના આદેશનો શું અર્થ છે? ગેરલાયક ઠરાવ્યા બાદ સાંસદ તરીકે પાછા આવી શકે છે?

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો આદેશ મળ્યા બાદ મેં શુક્રવારે રાત્રે સ્પીકરને ફોન કર્યો હતો. મેં તેમને કહ્યું કે, હું રાહુલ ગાંધીની સજાને સ્થગિત કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ સોંપવા ઇચ્છું છે. મારો તમને મળવાનો સમય માંગ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ