કોગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ફોન ટેપિંગને લઇને આપેલા નિવેદન પર દેશમાં રાજનીતિ શરુ થઇ ગઇ છે. રાહુલ ગાંધીના નિવેદન પર બીજેપી તરફથી પ્રતિક્રિયા આપતા બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે ગઇકાલના પરિણામ દર્શાવે છે કે કોંગ્રેસના ફરી એક વખત સુપડા સાફ થઇ ગયા છે. આ રોવા ધોવાનું કામ રાહુલ ગાંધી ફરી એક વખત વિદેશની ધરતી પરથી કરી રહ્યા છે. પરિણામ શું આવશે તે તેમને ખબર હતી અને પેગાસસ બીજે ક્યાંય નહીં પણ તેમના દિલ અને દિમાગમાં બેસેલો છે.
અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીને સવાલ કરતા કહ્યું કે પેગાસસ પર રાહુલ ગાંધીની શું મજબૂરી હતી કે પોતાના મોબાઇલ ફોન જમા કરાવ્યો ન હતો. તે નેતા જે ભ્રષ્ટાચાર કરવાના કારણે જામીન પર છે. એવું તો શું હતું મોબાઇલ ફોનમાં જે તેમને સંતાડવાની જરૂરત પડી. તેમણે અને અન્ય નેતાઓએ પોતાનો મોબાઇલ ફોન કેમ જમા ના કરાવ્યો.
અનુરાગ ઠાકુરે કહ્યું કે દુનિયાભરમાં પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પ્રત્યે જે માન સન્માન વધ્યું છે, તે આજે કોઇ બીજુ નહીં પણ દુનિયાભરના નેતા કહે છે. રાહુલ ગાંધીની બીજા કોઇનું નહીં પણ ઓછામાં ઓછું ઇટાલીના પીએમ અને ત્યાંના નેતાઓનું તો સાંભળી લે.
આ પણ વાંચો – ચૂંટણી દર ચૂંટણી કોંગ્રેસ સંકોચાઈ રહી, આ 4 રાજ્યોમાં એક પણ ધારાસભ્ય નહી, જાણો પુરા દેશમાં કેવા હાલ
તેમણે કહ્યું કે ઇટાલીના પીએમે કહ્યું હતું કે દુનિયાભરમાં મોદી જીને જેટલો પ્રેમ મળે છે જે એક લોકપ્રિય નેતાના રુપમાં તે ઉભર્યા છે. તેમને એક મોટા નેતાના રુપમાં સ્વીકાર્યા છે. તે કદાચ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી સ્વીકાર કરી શકતી નથી. ના લોકોના મેન્ડેટ સ્વીકાર કરી શક્યા. એક પછી એક સતત બીજા પરાજયને રાહુલ ગાંધી સહન કરી શક્યા નથી. ગઇકાલના પરિણામ બતાવે છે કે કેવી રીતે નરેન્દ્ર મોદીમાં લોકોએ સતત પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે વારે ઘડીએ ખોટું બોલવું, વિદેશી ધરતી, વિદેશી દોસ્તો, વિદેશી એજન્સીઓનો ઉપયોગ કરવો, આ આદત પણ બની ગઇ છે અને ભારતને બદનામ કરવાની આદત બની ગઇ છે. આ નફરત રાહુલ ગાંધીની પીએમ સામે હોઇ શકે છે પણ દેશને બદનામ કરવાનું દરેક ષડયંત્ર વિદેશી ધરતીથી થાય છે. આ એક સવાલ ઉભો કરે છે કે કોંગ્રેસનો એજન્ડા શું છે.