/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/js-rahul-gandhi-satyapal-malik-pulwama.jpg)
રાહુલ ગાંધીએ સત્યપાલ મલિક સાથે વાત કરી હતી. (તસવીર - યુટ્યુબ/રાહુલ ગાંધી)
Satyapal Malik : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આ વાતચીતને તેમની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરી છે. 28 મિનિટની આ વાતચીતમાં રાહુલ ગાંધીએ સત્યપાલ મલિક સાથે પુલવામા, ખેડૂતોના આંદોલન, જાતિ ગણતરી અને મણિપુર હિંસા પર વાત કરી હતી. રાહુલ ગાંધી સાથે વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે પુલવામા હુમલા અંગે મોટી વાત કહી હતી.
સત્યપાલ મલિકે કહ્યું કે હું એમ નહીં કહું કે આ હુમલો સરકારે કરાવ્યો પણ એ હું ચોક્કસ કહીશ કે તેની અવગણના કરવામાં આવી હતી અને તેનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો હતો. સત્યપાલ મલિકે કહ્યું કે ભાજપના નેતાઓએ નિવેદનો આપ્યા હતા કે મતદાન કરતી વખતે પુલવામાની શહાદતને યાદ કરવી જોઈએ. સત્યપાલ મલિકે કહ્યું કે જ્યારે હુમલો થયો ત્યારે પીએમ મોદી નેશનલ કોર્બેટમાં શૂટિંગ કરી રહ્યા હતા, મેં તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વાત થઈ શકી નહીં.
સત્યપાલ મલિકે કહ્યું કે મને લગભગ 6 વાગ્યે પીએમ મોદીનો ફોન આવ્યો અને તેમણે પૂછ્યું કે શું થયું? આ પછી મેં તેમને ઘટના વિશે જાણ કરી. મેં પીએમ મોદીને કહ્યું કે આપણી ભૂલને કારણે આટલા લોકોના મોત થયા છે, પરંતુ ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમારે કશું બોલવાની જરૂર નથી. થોડી વાર પછી મને અજીત ડોભાલનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તમારે કશું બોલવાનું નથી. પછી મેં કહ્યું ઠીક છે પણ તપાસ થવી જોઈએ. કદાચ તેનાથી કંઈક અસર થાય પણ કંઈ થયું ન હતું.
આ પણ વાંચો - NCERT પુસ્તકોમાં INDIA ના સ્થાને ભારત શબ્દનો ઉપયોગ થશે, પેનલે સ્વીકાર કર્યો પ્રસ્તાવ
સત્યપાલ મલિકે મોટો દાવો કર્યો અને કહ્યું કે CRPFએ ગૃહ મંત્રાલય પાસેથી 5 એરક્રાફ્ટની માંગણી કરી હતી, આ માટેની અરજી 4 મહિના પહેલા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે એવો ઇનપુટ હતો કે હુમલો શક્ય છે અને જે વિસ્ફોટકોથી ભરેલી ગાડી ટકરાઇ, તે 10 દિવસથી ફરી રહી હતી.
રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન સત્યપાલ મલિકે કહ્યું કે લોકોએ ટીવી જોવાનું બંધ કરી દીધું છે, જે સારી વાત છે. પરંતુ હવે આપણી પાસે એક માધ્યમ તરીકે સોશિયલ મીડિયા છે જેને આ લોકો નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પછી રાહુલ ગાંધીએ કહ્યું કે મારું યુટ્યુબ એકાઉન્ટ પણ દબાવી દેવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us