રાહુલ ગાંધીએ કહ્યું – કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી થશે, CWCમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો

Caste Census : રાહુલ ગાંધીએ કહ્યું - અમારી સૌથી મોટી નિર્ણય લેતી કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે અમે જાતિની વસ્તી ગણતરી કરાવીશું અને ભાજપને પણ તે કરાવવાનો આગ્રહ રાખીશું અને જો તેઓ નહીં કરે તો તેમણે પાછળ હટી જવું જોઈએ કારણ કે દેશ જાતિગત જનગણના ઈચ્છે છે. ઇન્ડિયા ગઠબંધન તેનું સમર્થન કરશે

Written by Ashish Goyal
October 09, 2023 16:31 IST
રાહુલ ગાંધીએ કહ્યું – કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી થશે, CWCમાં સર્વસંમતિથી નિર્ણય લેવાયો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (સ્ક્રીનગ્રેબ)

Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024 પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકાર સામે જાતિ ગણતરીનું કાર્ડ ફેંકી દીધું છે. સોમવારે સીડબ્લ્યુસીની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી શાસિત રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરી કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે CWCએ દેશમાં જાતિ ગણતરી હાથ ધરવાના સમર્થનમાં એક થઈને નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ એક પ્રગતિશીલ પગલું છે. અમારા મુખ્યમંત્રી પણ આ અંગે વિચારી રહ્યા છે અને એક્શન લઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે CWC માં જાતિ ગણતરી પર 4 કલાક ચર્ચા થઇ હતી. CWCએ એક નિર્ણય લીધો છે, અમારા મુખ્યમંત્રીઓએ પણ નિર્ણય લીધો છે કે તેઓ તેમના રાજ્યોમાં જાતિની વસ્તી ગણતરીને આગળ વધારશે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે, અમારી સૌથી મોટી નિર્ણય લેતી કાર્યકારી સમિતિએ નિર્ણય લીધો છે કે અમે જાતિની વસ્તી ગણતરી કરાવીશું અને ભાજપને પણ તે કરાવવાનો આગ્રહ રાખીશું અને જો તેઓ નહીં કરે તો તેમણે પાછળ હટી જવું જોઈએ કારણ કે દેશ જાતિગત જનગણના ઈચ્છે છે. ઇન્ડિયા ગઠબંધન તેનું સમર્થન કરશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આજે બે હિન્દુસ્તાન બની રહ્યા છે, એક અદાણી વાળું અને બીજું બધાનું. જાતિગત જનગણનાથી સ્પષ્ટ થશે કે હિન્દુસ્તાનમાં કેટલા અને કોણ લોકો છે. આપણને એ ખબર પડશે કે કેટલા લોકો છે અને પૈસા કોના હાથમાં છે. કદાચ તેમાં અમારી પણ ભૂલ છે જે પહેલા અમે ના કરી પણ અમે હવે તેની પુરી કરાવીને બતાવીશું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ