/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/rahul-gandhi-3.jpg)
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Youtube/@INC)
I.N.D.I.A : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર સીધા પ્રહાર કર્યા બાદ હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી પ્રતિક્રિયા આવી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે મિસ્ટર મોદી, તમે અમને જેમ ઇચ્છો તેમ બોલાવો, અમે ઇન્ડિયા છીએ. અમે મણિપુરની પરિસ્થિતિને ઠીક કરવા અને દરેક સ્ત્રી અને બાળકના આંસુ લૂછવામાં મદદ કરીશું. અમે મણિપુરના દરેક વ્યક્તિ માટે પ્રેમ અને શાંતિ પાછી લાવીશું. અમે મણિપુરમાંઇન્ડિયાના વિચારનું ફરીથી નિર્માણ કરીશું.
પીએમ નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિપક્ષ પર પ્રહાર કરતા વિપક્ષી દળોના વર્તમાન ગઠબંધનને ભારતે અત્યાર સુધી જોયેલું સૌથી દિશાવિહીન ગઠબંધન ગણાવ્યું છે. બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા નામોથી સ્પષ્ટ થાય છે કે માત્ર દેશના નામનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી શકાય નહીં.
ભાજપ સંસદીય દળની બેઠક બાદ પ્રહલાદ જોશીએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષની કામ કરવાની રીત પર સવાલ ઉઠાવતા કહ્યું કે લાગે છે કે તેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો નિર્ણય કર્યો છે. બેઠક બાદ દિલ્હીથી ભાજપના સાંસદ રમેશ બિધુડીએ કહ્યું કે વડાપ્રધાને કહ્યું કે દેશના ભાગલા પાડવાની યોજના બનાવનાર પાસે પણ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ઇન્ડિયન મુજાહિદ્દીન જેવા નામ હતા, પરંતુ લોકો આ ચાલથી ગેરમાર્ગે દોરાશે નહીં.
Call us whatever you want, Mr. Modi.
We are INDIA.
We will help heal Manipur and wipe the tears of every woman and child. We will bring back love and peace for all her people.
We will rebuild the idea of India in Manipur.— Rahul Gandhi (@RahulGandhi) July 25, 2023
આ પણ વાંચો - અમિત શાહે કહ્યું – સરકાર મણિપુર પર ચર્ચા કરવા તૈયાર, સંવેદનશીલ મામલે દેશને સત્ય જાણવા મળે તે જરૂરી
અમે મણિપુરની વાત કરી રહ્યા છીએ - મલ્લિકાર્જુન ખડગે
રાજ્યસભામાં બોલતા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમે મણિપુરની વાત કરી રહ્યા છીએ, તે સળગી રહ્યું છે. વડાપ્રધાન ઇસ્ટ ઇન્ડિયા કંપની વિશે વાત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઇન્ડિયાનો અર્થ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ભારત માતાની સાથે છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે અંગ્રેજોના ગુલામો જ ભાજપના રાજકીય પૂર્વજો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમારા નિવેદનોથી દેશનું ધ્યાન ભટકાવવાનું બંધ કરવું જોઈએ. સંસદમાં મણિપુરની વાત કરો, ઇન્ડિયા એટલે કે ભારતને સારું કે ખરાબ કહીને વડાપ્રધાન પદની ગરિમા ઓછી ન કરો.
ઓમ બિરલાના પ્રયત્નોથી કોઈ ઉકેલ ન આવ્યો
મણિપુર મુદ્દે સંસદમાં હંગામો ચાલુ છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હંગામો ઉકેલવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. મળતી માહિતી મુજબ બેઠકમાં સરકાર અને વિપક્ષના નેતાઓ મણિપુર હિંસાના મુદ્દે પોતાના વલણ પર અડગ રહ્યા હતા.
વિપક્ષી નેતાઓ સતત મણિપુરના મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ સરકાર તરફથી કહેવામાં આવી રહ્યું છે કે તે ચર્ચા માટે તૈયાર છે. સરકારે કહ્યું છે કે મણિપુર હિંસા પર ચર્ચાનો ગૃહમંત્રી અમિત શાહ જવાબ આપશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us