/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/04/Rahul-Gandhi-bungalow1.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું સરકારી આવાસ ખાલી કરવાનું શરુ કરી દીધું છે (Express photo by Anil Sharma)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાનું સરકારી આવાસ ખાલી કરવાનું શરુ કરી દીધું છે. શુક્રવારે તેમના ઘરેથી ટ્રક સામાન લઇને જતા જોવા મળ્યા હતો. રાહુલ ગાંધી દિલ્હીના 12 તુગલક લેનમાં આવેલા બંગલામાં રહેતા હતા. રાહુલ ગાંધી ઘર ખાલી કર્યા પછી પોતાના માતા સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથમાં રહેવા જશે. રાહુલના સરકારી બંગલામાંથી સામાન ટ્રકમાં ભરીને તેમની માતા સોનિયા ગાંધીના ઘરે જઈ લઇ જવામાં આવ્યો છે.
હાઉસ કમિટીએ સરકારી બંગલો ખાલી કરવાની નોટિસ પાઠવી હતી
રાહુલ 22 એપ્રિલ સુધી પોતાના સરકારી બંગલામાં રહી શકે છે. 23 એપ્રિલથી આ બંગલા પર અધિકાર ખતમ થઇ જશે. હાઉસ કમિટીએ 27 માર્ચે રાહુલ ગાંધીને નોટિસ આપી હતી કે તે એક મહિનાની અંદર પોતાનું સરકારી ઘર ખાલી કરી દે. આ મુદ્દે તેમણે લોકસભા સેક્રેટરીને લેટર લખીને કહ્યું હતું કે તે લોકસભામાં છેલ્લા ચાર વખતથી ચૂંટાયેલ સભ્ય છે. આ કારણે અહીં ઘણો સમય વીત્યો. તેને લઇને મારી પાસે ઘણી સારી યાદો છે. તમે જે પણ કહ્યું છે તેનું પાલન કરીશ.
આ પણ વાંચો - દિલ્હીમાં સબસિડી વાળી વીજળી બંધ, કેજરીવાલ સરકારે એલજી પર લગાવ્યા ગંભીર આરોપ
#WATCH | Trucks from Congress leader Rahul Gandhi's 12 Tughlak Lane bungalow leave for his mother and UPA chairperson, MP Sonia Gandhi's residence at 10 Janpath.
He is vacating his residence after being disqualified as Lok Sabha MP. pic.twitter.com/t4gANaLaRm— ANI (@ANI) April 14, 2023
રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ગત મહિને રદ થઇ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા ગત મહિને રદ થઇ હતી. 2019ના લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર સમયે મોદી સરનેમ પર વિવાદિત ટિપ્પણી કરી હતી. રાહુલની આ ટિપ્પણી પર તેમની સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ નોંધાયો હતો. 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલને દોષિત ઠેરવતા 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. આ પછી 24 માર્ચે લોકસભા સચિવાલયે રાહુલની સંસદ સદસ્યતા રદ કરી દીધી હતી. સાંસદ ન રહેતા રાહુલને સરકારી બંગલો એક મહિનામાં ખાલી કરવાની નોટિસ પાઠવી હતી.
રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હતા
કેરળના વાયનાડમાં રાહુલ ગાંધીએ બુધવારે એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે મારું ઘર 50 વખત સીઝ કરો પણ હું જનતાના મુદ્દા ઉઠાવતો રહીશ. તમે લોકોને જેટલો પણ ડરાવવાનો પ્રયત્ન કરો છતા હું તેમના માટે લડતો રહીશ. અમે કોઇની ધમકીથી ડરતા નથી. રાહુલ ગાંધી વાયનાડથી સાંસદ હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us