બજેટ સેશન 2023 : અદાણીનું નામ લઇને રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો પ્રહાર, લગાવ્યા ઘણા ગંભીર આરોપ

Budget Session 2023: રાહુલ ગાંધીએ કહ્યું - 2014માં દુનિયાના અમીર લોકોની યાદીમાં અદાણી 609 નંબર પર હતા, ખબર ના પડી કે શું જાદુ થયું અને તે બીજા નંબરે આવી ગયા

Written by Ashish Goyal
Updated : February 07, 2023 18:28 IST
બજેટ સેશન 2023 : અદાણીનું નામ લઇને રાહુલ ગાંધીએ પીએમ પર કર્યો પ્રહાર, લગાવ્યા ઘણા ગંભીર આરોપ
સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપના બહાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા (Youtube/RahulGandhi)

Rahul Gandhi Speech in Lok Sabha: સંસદના બજેટ સત્રમાં મંગળવારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપના બહાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે બજેટ સત્રમાં પોતાના ભાષણની શરૂઆત ભારત જોડો યાત્રા સાથે કરી અને તેનો અંત અદાણીનું નામ લઇને પીએમ મોદી પર સીધા પ્રહારથી કર્યો હતો.

બજેટ સત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રામાં યુવાઓએ અમને કહ્યું કે પહેલા સર્વિસ અને પેન્શન મળતું હતું પણ હવે 4 વર્ષ પછી તેમને કાઢી મુકવામાં આવશે. વરિષ્ઠ અફસરોએ કહ્યું કે અમને લાગે છે કે અગ્નિવીર યોજના અમારી તરફથી નહીં પણ આરએસએસ તરફથી આવી છે અને તેને આર્મી પર થોપવામાં આવી છે.તેમણે કહ્યું કે આજે પગપાળા યાત્રા કરવાની પરંપરા ખતમ થઇ ગઇ છે.

રાહુલ ગાંધીના ભાષણની મોટી વાતો

  • 2014માં દુનિયાના અમીર લોકોની યાદીમાં અદાણી 609 નંબર પર હતા, ખબર ના પડી કે શું જાદુ થયું અને તે બીજા નંબરે આવી ગયા. લોકોએ પૂછ્યું કે આખરે આ સફળતા કેવી રીતે મળી? અને તેમનો ભારતના પીએમ સાથે શું સંબંધ છે? હું જણાવું છું કે આ સંબંધ ઘણા વર્ષો પહેલા શરૂ થયા હતા જ્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા.

  • અદાણી માટે એરપોર્ટના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા, નિયમો બદલ્યા અને નિયમ કોણે બદલ્યા તે જરૂરી વાત છે. એ નિયમ હતો કે જો કોઇ એરપોર્ટના વ્યવસાયમાં ના હોય તો તે એરપોર્ટને લઇ શકે નહીં. આ નિયમને ભારત સરકારે અદાણી માટે બદલ્યો.

આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું- અદાણી મામલા પર સંસદમાં ચર્ચા નથી ઇચ્છતા પીએમ, કઇ શક્તિ છે તેમની પાછળ, દેશને ખબર તો પડે

  • ભારત સરકારે CBI-ED પર દબાણ કરીને એજન્સીનો પ્રયોગ કરતા GVK થી લઇને એરપોર્ટ અદાણીને અપાવ્યા હતા. નિયમ બદલીને અદાણીને 6 એરપોર્ટ આપવામાં આવ્યા. હું તેની સાબિતી પણ આપીશ. ડ્રોન સેક્ટરમાં પણ અદાણીનો કોઇ અનુભવ ન હતો.

  • અદાણીએ બીજેપીને 20 વર્ષમાં કેટલા પૈસા આપ્યા? પહેલા મોદી અદાણીના જહાજમાં જતા હતા હવે અદાણી મોદીના જહાજમાં જાય છે. પીએમ મોદી અને અદાણી એક સાથે કામ કરે છે.

  • થોડાક દિવસો પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો તેમાં લખ્યું હતું કે અદાણીની ભારતની બહાર શેલ કંપની છે, સવાલ છે કે શેલ કંપની કોની છે? હજારો-કરોડો રૂપિયા શેલ કંપની ભારતમાં મોકલી રહી છે આ કોના પૈસા છે? શું આ કામ અદાણી ફ્રી માં કરી રહ્યા છે?

  • પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી એસબીઆઈ એક બિલિયન ડોલરની લોન અદાણીને આપે છે. પ્રધાનમંત્રી પછી બાંગ્લાદેશ ગયા અને 1500 મેગાવોટ વિજળીનો ઠેકો અદાણીને ચાલ્યો જાય છે. એલઆઈસીના પૈસા અદાણીની કંપનીમાં કેમ નાખવામાં આવ્યા?

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ