/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/Rahul-Gandhi-5.jpg)
રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી અદાણી મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યો (સ્ક્રીનગ્રેબ)
Adani group over OCCRP report : રાહુલ ગાંધીએ અદાણી મામલે મોદી સરકાર પર પ્રહાર કર્યો છે. ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર અદાણીને બચાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જેવા દેશ માટે જે વાત મહત્વપૂર્ણ છે તે એ છે કે આપણા આર્થિક માહોલ અને અહીં ઓપરેટ થનાર વેપારોમાં સમાન અવસર અને પારદર્શિતા છે. આજે સવારે બે ગ્લોબલ ફાઇનાન્સિયલ ન્યૂઝ પેપરે એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યા છે. આ કોઇ રેન્ડમ ન્યૂઝ પેપર નથી. આ ન્યૂઝ પેપર ભારતમાં નિવેશ અને બાકી દુનિયામાં ભારતની ધારણાને પ્રભાવિત કરે છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે મારા માટે આશ્ચર્યજનક બાબત એ છે કે જે સજ્જન તપાસ કરી તે આજે અદાણીની કંપનીમાં ડાયરેક્ટર છે. એ બિલકુલ સ્પષ્ટ છે કે કોઈ તપાસ થઈ ન હતી અને તપાસ ન થવાનું એકમાત્ર કારણ એ છે કે પ્રધાનમંત્રી ઇચ્છતા નથી કે કોઈ તપાસ થાય. અદાણી કોઈ પણ તપાસ રોકી શકે નહીં, પીએમ કરી શકે છે. આ એક એવો મુદ્દો છે જે ભારતની પ્રતિષ્ઠાને અસર કરે છે, ખાસ કરીને એટલા માટે કે હવે જી-20 થઈ રહી છે અને ભારત અને પ્રધાનમંત્રીની પ્રતિષ્ઠા દાવ પર છે.
મોદી સરકાર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ કે શું ચાલી રહ્યું છે. ઓછામાં ઓછું જેપીસીને મંજૂરી આપવી જોઈએ અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. મને સમજાતું નથી કે પીએમ તપાસ કેમ કરાવી રહ્યા નથી. તેઓ શા માટે મૌન છે અને જેઓ જવાબદાર છે તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે?
આ પણ વાંચો - સંસદનું વિશેષ સત્ર 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે બોલાવવામાં આવ્યું, થશે 5 બેઠકો
રાહુલ ગાંધીના સવાલ
-કોંગ્રેસ સાંસદે કહ્યું કે પહેલો સવાલ એ ઉભો થાય છે કે- આ કોના પૈસા છે? અદાણીના પૈસા છે કે બીજાના? આની પાછળનો માસ્ટર માઈન્ડ વિનોદ અદાણી નામનો સજ્જન છે જે ગૌતમ અદાણીનો ભાઈ છે. પૈસાની આ ગેરરીતિમાં અન્ય બે લોકો પણ સામેલ છે. એક સજ્જન છે જેમનું નામ નાસિર અલી શાબાન અલી છે અને બીજા એક ચીની સજ્જન છે જેમનું નામ ચાંગ ચુંગ લિંગ છે.
-તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ બંને વિદેશી નાગરિકોને લગભગ તમામ ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિયંત્રિત કરતી એક કંપનીના મૂલ્યાંકન સાથે રમવાની મંજૂરી કેમ આપવામાં આવી રહી છે.
-રાહુલ ગાંધીએ કહ્યું કે તપાસ થઈ, સેબીને પુરાવા આપવામાં આવ્યા અને સેબીએ ગૌતમ અદાણીને ક્લિનચીટ આપી દીધી. જે વ્યક્તિએ તે આજે અદાણીની કંપનીમાં ડાયરેક્ટર છે. તે સ્પષ્ટ છે કે અહીં કંઈક ગરબડ છે.
આ પણ વાંચો - Adani Group Stock Crash : અદાણી ગ્રૂપના શેરમાં રોકાણકારોને 35000 કરોડનું નુકસાન
શું છે અદાણી કંપની પર આરોપ
ગૌતમ અદાણી સામે વધુ એક ગંભીર આક્ષેપ કરાયો છે અને જેના પગલે સોમવારે અદાણી ગ્રૂપ કંપનીઓના તમામ શેરમાં સોમવારે કડાકો બોલાયો હતો. યુએસ શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ જેવો જ ગંભીર આક્ષેપ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP)એ ગૌતમ અદાણી અને તેમના અદાણી ગ્રૂપ કંપનીઓ વિરુદ્ધ શેર બજારમાં ગંભીર ગેરરીતિનો આક્ષેપ મૂક્યો છે. નોંધનિય છે કે, જાન્યુઆરી 2023માં હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી કંપનીના શેરમાં થયેલા નુકસાનની હજી સુધી ભરપાઇ થઇ શકી નથી ત્યાં જ રોકાણકારોને ફરી મોટો ફટકો સહન કરવો પડ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us