/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/rahul-gandhi-visit-wayanad.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસનો આજે બીજો દિવસ છે (તસવીર - કેરાલા કોંગ્રેસ ટ્વિટર)
Rahul Gandhi Visit Wayanad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના વાયનાડ પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમણે ડો.આંબેડકર જિલ્લા મેમોરિયલ કેન્સર સેન્ટરનાં નવા ભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે એક જનસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આ સમયે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અમે તમને આદિવાસી માનીએ છીએ એટલે કે આ દેશના અસલી હકદાર. જ્યારે બીજી વિચારધારા કહે છે કે તમે આદિવાસી નથી, તમે વનવાસી છો. તેઓ તમને દેશના સાચા સ્વામી માનતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે હું વાયનાડ આવું છું ત્યારે મને ખૂબ જ ખુશી થાય છે. મારો લોકો સાથે સંબંધ છે, પછી ભલેને તેઓ કોઈ પણ પક્ષના હોય. અલબત્ત ડાબેરીઓ સાથે અમારા વૈચારિક મતભેદો છે, પરંતુ જ્યારે મને ગેરલાયક ઠર્યો ત્યારે સમગ્ર વાયનાડે મારું સમર્થન કર્યું હતું. હું વાયનાડને મારા પરિવારનો એક ભાગ માનું છું.
વનવાસી શબ્દ પાછળ વિકૃત તર્ક છે - રાહુલ ગાંધી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં આવેલા ડો.આંબેડકર ડિસ્ટ્રીક્ટ મેમોરિયલ કેન્સર સેન્ટરમાં કહ્યું કે આદિવાસીઓ પર પ્રતિબંધ અને વર્ગીકૃત ન થવું જોઈએ. આખો ગ્રહ તમારા માટે ખુલ્લો હોવો જોઈએ. અમે કહીએ છીએ કે આદિવાસી અને બીજો પક્ષ વનવાસી કહે છે અને વનવાસી શબ્દ પાછળ વિકૃત તર્ક છે. વનવાસી શબ્દ એ વાતનો ઇનકાર કરે છે કે તમે ભારતના મૂળ માલિક છો અને તે તમને જંગલ સુધી મર્યાદિત રાખે છે.
આ પણ વાંચો - કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? શરદ અને અજિત પવાર વચ્ચે એક કલાક ‘ગુપ્ત બેઠક’ ચાલી
રાહુલ ગાંધીએ કહ્યું કે વનવાસી શબ્દ પાછળની ભાવના એ છે કે તમે જંગલમાં છો અને તમારે ક્યારેય જંગલ છોડવું જોઈએ નહીં અને આ અમને બિલકુલ સ્વીકાર્ય નથી. અમે આ શબ્દ સ્વીકારતા નથી. તેમણે કહ્યું કે આપણા આદિવાસી ભાઈ-બહેનો આ દેશના મુળ માલિક હતા અને આનો અર્થ એ પણ થાય છે કે આ દેશના મુળ માલિકોને જમીન, જંગલ પર અધિકાર આપવો જોઈએ.
આદિવાસીઓ આ દેશના મુળ માલિક છે: રાહુલ ગાંધી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે થોડા દિવસો પહેલા રાજસ્થાનમાં મેં એક મોટી બેઠક કરી હતી, જેમાં મેં આદિવાસી સમુદાય સાથે વાત કરી હતી. આદિવાસીનો મતલબ એક વિશેષ જ્ઞાન, પૃથ્વીની એક વિશેષ સમજ, આપણે જે ગ્રહ પર જીવીએ છીએ તેની સાથે વિશેષ સંબંધ. આપણા આદિવાસી ભાઈ-બહેનો આ દેશના મુળ માલિક હતા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us