કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લદ્દાખના બે દિવસીય પ્રવાસે છે. ગુરુવારે બપોરે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ લેહ પહોંચ્યા હતા. કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી ગુરુવાર અને શુક્રવાર બે દિવસ લદ્દાખના પ્રવાસે હતા, કોંગ્રેસ સૂત્રો અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો લદ્દાખ પ્રવાસ 25 ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યો છે.
પાર્ટી સૂત્રો પ્રમાણે રાહુલ 20 ઓગસ્ટ સુધી પૈંગોગ ઝીલ પર પોતાના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ દિવસ ઉજવશે. રાહુલ ગાંધી ગુરુવારે લદ્દાખ પહોંચ્યા અને લેહ એરપોર્ટ પર પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. 5 ઓગસ્ટ 2019ના આર્ટિકલ 370 અને 35 એ ને હટાવ્યા બાદ જમ્મુ- કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશો, લદ્દાખ અને જે કે વિભાજીત કર્યા બાદ રાહુલ ગાંધીનો આ પહેલો લદ્દાખ પ્રવાસ છે.
કારગિલ મેમોરિયલ જશે રાહુલ ગાંધી
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ તે પોતાના પ્રવાસ દરમિયાન કારગિલ મેમોરિયલ પણ જશે અને ત્યાં તેઓ યુવાઓ સાથે વાતચીત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ લેહમાં એક ફૂટબોલ મેચ પણ જોશે. રાહુલ પોતાના કોલેજ દિવસોમાં ફૂટબોલ પ્લેયર રહ્યા છે.
રાહુલ ગાંધી 25 ઓગસ્ટે 30 સદસ્યીય લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ ભાગ લશે. આ બેઠક 10 સપ્ટેમ્બર થનારી છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફેન્સે કારગિલ પરિષય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ચૂંટણી પહેલા ગઠબંધન બનાવ્યું છે.





