/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rahul-Gandhi-defamation-case.jpg)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (File)
કોંગ્રેસ નેતા રાહલ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર વાયનાડનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. લોકસભાનું સભ્ય પદ મળ્યા બાદ તેમનો વાયનાડનો પહેલો પ્રવાસ છે. તેઓ બે દિવસ સુધી અહીં રહેશે. રાહુલ ગાંધીના પ્રવાસથી પહેલા કેરળ કોંગ્રેસના નેતાઓમાં ખુબ જ ઉત્સાહ છે. તેમના માટે મોટી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોદી સરનેમ મામલામાં સૂરતની એક કોર્ટે તેમને દોષી ઠેરવ્યા હતા.
સજા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે સાંસદના રૂપમાં તેમની સદશ્યતા બહાર કર્યા બાદ વાયનાડ જિલ્લા કોંગ્રેસ કમિટી શનિવારે જિલ્લામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવા માટે તૈયાર છે.
ક્યારે શું થશે?
રાહુલ ગાંધી બપોરે 3.30 વાગ્યે કલપેટ્ટા સ્થિત નવા બસ સ્ટેન્ડ પરિષરમાં સ્વાગત થશે. આ અવસર પર રાહુલ ગાંધી કૈથાંગુ પરિયોજના અંતર્ગત બનાવવામાં આવેલા ઘરોને ચાંબિયામાં સામાન્ય લોકોને સોંપશે. તેઓ બીજા દિવસે રવિવારે બપોરે 12 વાગ્યે જિલ્લાના નલ્લૂરનાડુંમાં આંબેડકર મેમોરિયલ કેન્સર સેન્ટરમાં સ્થાપિત એક હાઈ ટેન્શન ટ્રાન્શફોર્મરનું ઉદ્ઘાટન કરશે. તેઓ સાંજે 6.30 વાગ્યે કોઝિકોડ જિલ્લામાં કોડાનચેરીમાં એક સામુદાયિક વિકલાંગતા પ્રબંધન કેન્દ્રની આધારશિલા પણ રાખશે.
આ પહેલા મંગળવારે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ વીટી સિદ્દીકીએ કહ્યું કે રાહુલ ગાંધી 12 ઓગસ્ટે વાયનાડ આવી રહ્યા છે. અમે તેના માટે ગર્મજોશીથી સ્વાગતની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. અને તૈયારીઓ શરુ કરી ચૂકી છે. જિલ્લા કોંગ્રેસ કમિટીની બેઠક છે 12 અને 13 ઓગસ્ટે તેઓ અહીં રહેશે.
સંસદ સભ્ય ગયા બાદ વાયનાડ ગયા હતા રાહુલ ગાંધી
સંસદ સભ્ય ગયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લીવાર વાયનાડ 10 એપ્રીલે ગયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાષણ આપતા કહ્યું હતું કે, મારું સંસદ સભ્ય છીનવી લીધી, મારી પાછળ પોલીસ લગાવી દીધી પરંતુ મને કોઈ ફરક પડતો નથી. 50 વખત મારું ઘર લઈ લો, પરંતુ હું ભારત અને વાયનાડના લોકોના મુદ્દાને ઉઠાવતો રહીશે. સાંસદ તો બસ એક ટેગ છે. આ એક પદ માટે બીજેપી ટેગ હટાવી શકાય છે. તે પદ લઇ શકે છે. તે ઘર લઇ શકે છે તે મને જેલમાં પણ મોકલી શકે છે. પરંતુ મને વાયનાડના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નહીં રોકી શકે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us