/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rain-forecast-in-North-India.jpg)
ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદની આગાહી
Weather News : ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે હવામાનમાં પલટો જોવા મળ્યો છે. જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તાર અને ઉત્તરાખંડમાં કેટલાક ભાગમાં બરફ વર્ષા થઈ છે. આ બાજુ હવામાન વિભાગે ઉત્તર ભારતમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢ સહિત રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ભારતમાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, તારીખ 19-20 ફેબ્રુઆરી 2024 ના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ચંદીગઢ વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ સાથે ભારે પવન અને વરસાદની પુરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો 22 તારીખ સુધી ભારે પવન સાથે વરસાદ લંબાઈ પણ શકે છે.
જમ્મુ કાશ્મીર સહિત ઉત્તરાખંડમાં બરફ વર્ષા
જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર હવામાન વિભાગે પણ માહિતી આપતા જણાવ્યું છે કે, શ્રીનગર, બારામુલ્લા, ગુલમર્ગ, શોપિયા સહિતના કેટલાક વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ભારે બરફ વર્ષા થઈ છે. જેને પગલે જમ્મુ શ્રીનગર હાઈવે અને લેહ લદાખ હાઈવે થોડા સમય માટે પ્રભાવિત થતા બંધ કરવો પડ્યો છે. આ સિવાય ઉત્તરાખંડના બદ્રીનાથમાં પણ બરફ વર્ષા થઈ છે.
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેવું રહેશે વાતાવરણ
મધ્ય પ્રદેશ માટે પણ હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે. આ બાજુ રાજસ્થાનમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ભરતપુર, જોધપુર અને બિકાનેર વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહી શકેછે, આ સાથે ભારે પવન સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની બુંદો પણ પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેની અસર ઉત્તર ભારતાન મંદાની વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us