Monsoon Updates: ઉત્તરાખંડથી હિમાચલ સુધી વરસાદે કહેર વરસાવ્યો, હાઇવે જામ, મંડીમાં ફસાયા પર્યટક સહિત 200થી વધારે લોકો

મંડી જિલ્લા પોલીસના ડીએસપી પધર સંજીવ સૂદે એએનઆઈને જણાવ્યું હતું કે પરાશર ઝીલની પાસે મંડી જિલ્લાના બાગીપુલ ક્ષેત્રમાં અચાનક પૂર આવ્યું હતું.

મંડી જિલ્લા પોલીસના ડીએસપી પધર સંજીવ સૂદે એએનઆઈને જણાવ્યું હતું કે પરાશર ઝીલની પાસે મંડી જિલ્લાના બાગીપુલ ક્ષેત્રમાં અચાનક પૂર આવ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
himachal pradesh flood, floon news, himachal pradesh rainfall

હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા અનેક મુસાફરો ફસાયા (photo - ANI video screen grab)

દેશમાં અનેક જગ્યાએ હવામાન બદલાઇ રહ્યું છે. જ્યાં હિમાચલ પ્રદેશમાં ભાર વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ છે. ઉત્તરાખંડમાં પણ કંઈક આવા જ હાલ છે. આસામમાં પણ પૂરની પરિસ્થિતિ બેકાબૂ રહેતાં 5 લાખથી વધારે લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે. અમિત શાહે આસામના મુખ્યમંત્રી સાથે વાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Advertisment

હિમાચલ પ્રદેશમાં રસ્તાઓ બંધ હોવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોલીસે રવિવારે કહ્યું હતું કે હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં બાગીપુલ વિસ્તારમાં અચાનક પૂર આવવાના કારણે પર્યટકો અને સ્થાનિક લોકો સહિત 200થી વધારે લોકો ફસાયા છે. મંડી જિલ્લા પોલીસના ડીએસપી પધર સંજીવ સૂદે એએનઆઈને જણાવ્યું હતું કે પરાશર ઝીલની પાસે મંડી જિલ્લાના બાગીપુલ ક્ષેત્રમાં અચાનક પૂર આવ્યું હતું.

જેનાથી મંડી પરાશર રોડ પર બગ્ગી પુલ પાસે પર્યટકો અને સ્થાનિક લોકો સહિત 200થી વધારે લોકો ફસાયા છે. ડીએસપી સૂદે જણાવ્યું હતું કે આ વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત જગ્યાઓ ઉપર ખસેડવામાં આવી રહ્યા છે. મંડી પોલીસની જાણકારી પ્રમાણે મંડીમાં બાઘી પુલની આસપાસ વાદળ ફાટવાથી આવેલા પૂરના કારણે કમાંદથી આગળ પરાશર તરફ જમારો રસ્તો બંધ થઈ ગયો છે.

આ પણ વાંચોઃ-Monsoon Updates: વરસાદી આફત! હિમાચલમાં વાદળ ફાટ્યું, મુંબઈમાં બેના મોત, આસામમાં પૂરની સ્થિતિ બેકાબૂ, દેશમાં અલગ અલગ રાજ્યોમાં શું છે સ્થિતિ?

Advertisment

અનેક ગાડીઓ ફસાઇ

પોલીસના કહેવા પ્રમાણે ચંબાના વિદ્યાર્થીઓની એક બસ અને પરાશરથી પરત આવી રહેલા અનેક વાહનો ફસાયા છે. પૂરના કારણે ફસાયેલા લોકોને સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે અત્યારે રસ્તો ખુલવાની કોઈ સંભાવના નથી.

રસ્તાઓ બંધ, પોલીસે વધુ શું જાણકારી આપી?

મંડી પોલીસે જાણકારી આપી હતી કે બાઘી પુલની આસપાસ વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરના કારણે કમાંદથી આગળ પરાશર તરફ જનારો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે ચંબાના વિદ્યાર્થીઓની એક બસ અને પરાશરથી પરત ફરતા અનેક વાહનો ફસાયા છે. પોલીસે કહ્યું કે તેમના રાત્રી પ્રવાસ માટે સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આજ રાત રસ્તો ખુલવાની કોઈ શક્યતા નથી.

ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ

દેશના અલગ ભાગની જેમ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદ છે. જે અંતર્ગત કેદારનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકવામાં આવી છે. રુદ્રપ્રયાગના કલેક્ટર મયુર દીક્ષિતે આ આદેશ આપતા કહ્યું હતું કે ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે પ્રદેશમાં 30 જૂન સુધી ભારે વરસાદની સંભાવના નોંધાવી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ દેશ