રાજસ્થાનમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – તાલિબાનનો ઇલાજ ફક્ત બજરંગબલીની ગદા છે

Rajasthan Assembly Election 2023 : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તિજારા વિધાનસભામાં પહોંચ્યા છે જ્યાં તેઓ બાબા બાલકનાથ માટે પ્રચાર કરી રહ્યા છે

Written by Ashish Goyal
November 01, 2023 16:30 IST
રાજસ્થાનમાં સીએમ યોગી આદિત્યનાથે કહ્યું – તાલિબાનનો ઇલાજ ફક્ત બજરંગબલીની ગદા છે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (File Photo)

Rajasthan Assembly Election 2023 : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં એન્ટ્રી થઇ ગઇ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યની તિજારા વિધાનસભામાં પહોંચ્યા છે જ્યાં તેઓ બાબા બાલકનાથ માટે પ્રચાર કરી રહ્યા છે. તેમણે અશોક ગેહલોત સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા. સીએમ યોગીએ કહ્યું કે રાજસ્થાન સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે અને આ વખતે જનતા તેમને પાઠ ભણાવશે. આ દરમિયાન તેમણે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યો છે.

અમારી સરકારમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનના તિજારામાં એક સભાને સંબોધિત કરતા ઉદયપુરના કન્હૈયા લાલ હત્યા કેસ પર પણ વાત કરી હતી. સીએમ યોગીએ અશોક ગેહલોત સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવ્યો હતો. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અમારી સરકારમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને મોદીજીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે. સીએમ યોગીએ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીએમ યોગીએ કહ્યું કે, અમારી સરકારમાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે, અમારી સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી, કોંગ્રેસ સરકાર અયોધ્યાનો ઉકેલ ઇચ્છતી ન હતી, મોદીજીના નેતૃત્વમાં આ શક્ય બન્યું છે. પીએમ મોદીએ કાશ્મીરમાંથી 370 હટાવીને આતંકવાદનો અંત આણ્યો છે.

આ પણ વાંચો – રાજસ્થાનમાં ભાજપના આ 5 મોટા ચહેરા, કેટલાકને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા નથી

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ પર સીએમ યોગીએ શું કહ્યું

યુપીના સીએમ યોગી આદિત્યનાથે પોતાના ભાષણ દરમિયાન ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીએમ યોગીએ ઈઝરાયેલના વખાણ કરતા કહ્યું કે ઈઝરાયેલ પોતાની રક્ષા માટે વેણી-વેણીને નિશાન સાધી રહ્યું છે. ઇઝરાયેલ ગાઝામાં તાલિબાની માનસિકતાને કચડી નાખવા માટે કામ કરી રહ્યું છે, આતંકવાદ સભ્ય સમાજ માટે સૌથી મોટું કલંક છે. તાલિબાનનો ઇલાજ ફક્ત બજરંગબલીની ગદા છે. તાલિબાનની માનસિકતાને ખતમ કરવાની છે અને રાષ્ટ્રવાદને જીતાડવાનો છે.

આ દરમિયાન સીએમ યોગીએ ઉત્તર પ્રદેશ સરકારની ઘણી યોજનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે જનતાના વિકાસમાં ભાજપનું યોગદાન છે પરંતુ કોંગ્રેસે રાજસ્થાનને લૂંટ્યું છે. તેઓ અલવર જિલ્લાના તિજારા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર બાબા બાલકનાથ માટે પ્રચાર કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ