/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rajasthan-politics-BJP-Congress-war.jpg)
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી (ફોટો - એક્સપ્રેસ)
હમઝા ખાન : રાજસ્થાનની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન એક સરકારી કાર્યક્રમ સમાપ્ત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અશોક ગેહલોતની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર મહિલાઓ સામેના ગુનાઓ પર પ્રહારો કર્યા હતા. "રાજસ્થાનમાં નાની છોકરીઓથી લઈને શિક્ષકો સુધી સુરક્ષિત નથી", તેમણે ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં વ્યસ્ત આ રાજ્યમાં "આ વખતે એક જ સૂત્ર છે": "બહેનો અને દીકરીઓ પર અત્યાચાર… રાજસ્થાન સહન નહી કરે."
વડા પ્રધાનનું ભાષણ મહત્ત્વનું હતું - કારણ કે, સંયુક્ત વિપક્ષે સંસદમાં તેમની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કર્યાના એક દિવસ પછી છે - વિપક્ષે મુખ્યત્વે મોદીને મણિપુરમાં મહિલાઓ સામેની હિંસા પર બોલવા માટે મજબૂર કરવા અવિશ્વાસ દરખાસ્ત દાખલ કરી છે.
અને વધુ એક સૂચક. મણિપુરના વિવાદનો સામનો કરવાની જરૂરિયાત ઉપરાંત, આત્મવિશ્વાસથી ભરપૂર ગેહલોતે ચૂંટણી પહેલાં શોસ્ટોપર કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે, તેને પડકારવા, ભાજપે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખી હતી - અને ખાસ કરીને મહિલાઓ સામેના ગુનાઓમાં - રાજસ્થાનમાં તેના મુખ્ય રેલીંગ પોઈન્ટ્સમાંનું એક હશે.
રાજ્યની કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરવા માટે જૂના કેસોના વિડિયો ફરી પ્રસારિત કરવામાં આવી રહ્યા હોવા છતાં, ભાજપ આ મુદ્દાની ગતિશીલ સંભાવનાને સમજવા માટે ઝડપી કામ કરી રહી છે, એક જબરદસ્ત કેસ તમામ ધારણાઓને બદલવા માટે પૂરતો છે.
મહિલા સુરક્ષાનો મુદ્દો ભાજપ માટે પણ કામ કરે છે કારણ કે, તેમની પાસે રાજ્યના બે વખતના મુખ્ય પ્રધાન રહેલા વસુંધરા રાજે રાજ્યમાં મજબૂત મહિલા નેતા છે. રાજ્યની સ્ત્રીઓ પર પણ વસુંધરા રાજેની સારી પકડ છે.
જો કે, ભાજપે બ્રાન્ડ વસુંધરા રાજેને કમજોર કરી દીધા છે અને હાલમાં મહિલાઓ સામેના ગુનાઓના સંદર્ભમાં તેમને આગળ લઈ જવા તૈયાર નથી.
ગેહલોત સરકાર મહિલા પર જાતીય અત્યાચારના કેસોમાં તેની ત્વરિત કાર્યવાહી બતાવીને ભાજપના આક્રમણનો સામનો કરી રહી છે, ખાસ કરીને 2019 માં એક મહિલા પર તેના પતિની સામે ગેંગ રેપ પછી, જ્યારે ભાજપે ગેહલોત સરકાર પર ચૂપ રહેવાનો આરોપ લગાવ્યો હતો.
ગેહલોતે એફઆઈઆરની ફરજિયાત નોંધણી સુનિશ્ચિત કરવા જેવા કડક પગલાં અને ગુનાને નિયંત્રિત કરવાની યોજનાઓ બનાવી હોવાની પ્રતિક્રિયા આપી હતી.
ભાજપ રાજસ્થાનમાં મહિલાઓ વિરુદ્ધના કેસોની સંખ્યામાં વધારો બતાવે છે, તો ગેહલોત સરકાર કહે છે કારણ કે, તેમની સરકારે ખાતરી કરી છે કે, મહિલાઓ વિરુદ્ધની આવી દરેક ઘટના પોલીસ દ્વારા ફરજિયાત નોંધવામાં આવે છે.
2018ના નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના ડેટા અનુસાર, જ્યારે ગેહલોત સત્તામાં આવ્યા ત્યારે રાજસ્થાન ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ પછી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં (IPC અને અન્ય કાયદાઓ હેઠળ નોંધાયેલ) પાંચમા ક્રમે હતું.
2019 પછી, અને FIR ની ફરજિયાત નોંધણીને લગતા ફેરફારો, બાદ રાજસ્થાન બીજા સ્થાને આવી ગયું, અને 2020 અને 2021 માં તે નંબર જાળવી રાખ્યો. રાજ્યની વસ્તી રાજસ્થાન કરતા લગભગ ત્રણ ગણી હોવા છતાં યુપી હજુ પણ યાદીમાં ટોચ પર છે.
IPS (નિવૃત્ત) બીએલ સોની, જેઓ ડિસેમ્બર 2018 અને જુલાઈ 2020 વચ્ચે એડિશનલ ડીજી (ક્રાઈમ) અને પછી ડીજી (ક્રાઈમ) હતા, ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે અગાઉ, પ્રીમિયમ એફઆઈઆર નોંધણી ન કરવા પર હતો. "જો તમે અપરાધોમાં ઘટાડો કર્યો, તો તમારી પ્રશંસા કરવામાં આવશે." હવે ગુનાખોરી ઘટવા પર સવાલો ઉઠી રહ્યા છે. જો તમે (એફઆઈઆર) દાખલ ન કરો, તો તમારી ખેંચાઈ કરવામાં આવે છે."
જ્યારે આ પ્રકાશમાં આવ્યું કે તેઓએ કેસ નોંધ્યો નથી, ત્યારે સરકારે વિભાગીય કાર્યવાહી પણ શરૂ કરી અને કેટલાક એસએચઓને સસ્પેન્ડ કર્યા.
તેમણે ઓપરેશન દિશા, સુરક્ષા સખી યોજના અને એક્શન અગેન્સ્ટ ક્રાઈમ રિલેટેડ ટુ વુમન એન્ડ અવેરનેસ ફોર જસ્ટિસ (AAWAJ), તેમજ મહિલા હેલ્પ ડેસ્ક, મહિલા પોલીસ સ્ટેશન, મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય-સ્તરની ટાસ્ક ફોર્સની સ્થાપના જેવા કાર્યક્રમો પણ અમલમાં મૂક્યા છે, અને મહિલાઓ સામેના ગુનાઓની તપાસ માટે વિશેષ તપાસ એકમો પણ.
રાજસ્થાન પોલીસના એડિશનલ ડાયરેક્ટર (પબ્લિક રિલેશન્સ) ગોવિંદ પારીકના જણાવ્યા અનુસાર, આ પગલાંને કારણે રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની તપાસમાં લાગતો સરેરાશ સમય 2019માં 138 દિવસથી ઘટીને 2023માં 56 દિવસ થઈ ગયો છે. POCSO કેસોમાં, તે 2019 માં 137 દિવસથી ઘટીને હવે 57 પર આવી ગયું છે, અને બળાત્કારના કેસોમાં, તે 141 દિવસથી ઘટીને 54 પર આવી ગયું છે.
તે એ પણ નિર્દેશ કરે છે કે, જાન્યુઆરીથી જૂન, 2022ના આંકડાઓની તુલનામાં, આ વર્ષે મહિલાઓ સામેના ગુનાઓમાં 1.97% ઘટાડો થયો છે - જેમાં બળાત્કાર 4.63% અને POCSO કેસોમાં 0.14% નો સમાવેશ થાય છે.
અધિકારીઓનું કહેવું છે કે, રાજ્યમાં એવો કોઈ મોટો કેસ નથી જે હજુ ઉકેલવાનો બાકી હોય અને આવા કેસમાં સામાન્ય રીતે એક કે બે દિવસમાં આરોપીઓ પકડાઈ જાય છે, ઉદાહરણ તરીકે ઉદયપુરના દરજી કન્હૈયાલાલની હત્યા પયગંબરની ટિપ્પણીને લઈને થઈ હતી. તાજેતરમાં જ, કરૌલીમાં એક દલિત છોકરી પર કથિત બળાત્કાર અને હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં 48 કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ પર ભાજપનું ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવું, એ અન્ય મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન વાળવામાં તેની નિષ્ફળતાનું પરિણામ છે, જે તેમણે ગેહલોત સરકાર સામે પ્રયાસ કર્યો હતો.
પ્રથમ, ભ્રષ્ટાચાર - અત્યાર સુધી, કોઈ મોટા ભ્રષ્ટાચારના મુદ્દાએ ગેહલોત સરકારને હચમચાવી નથી, જોકે ભાજપ હવે કહેવાતી "લાલ ડાયરી" પર ભારે બેંકિંગ કરી રહી છે - જેમાં કથિત રૂપે મુખ્યમંત્રી વિરુદ્ધ ગુનાહિત વિગતો છે. જ્યારે મોદીએ તેની તાજેતરની રેલીમાં પણ આ મુદ્દાને ઉઠાવ્યો હતો, હકીકત એ છે કે ડાયરીનો પ્રથમ વખત ઉલ્લેખ ગેહલોત દ્વારા બરતરફ કરાયેલા મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો, જે સતત પોતે હિસાબ આપી શક્યા નથી, તેનો અર્થ એ છે કે કોંગ્રેસ વધારે ચિંતિત નથી.
ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોત પર કેન્દ્રીય એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે તેમના પુત્ર વૈભવનું નામ રૂ. 6.8 કરોડની કથિત છેતરપિંડીમાં એફઆઈઆરમાં હતું. અગ્રસેનના મામલામાં, કોંગ્રેસે એવું બતાવી રહી છે કે, આરોપો 2007-2009ના છે, અને આ મામલાને "બિનજરૂરી રીતે પુનર્જીવિત" કરવામાં આવી રહ્યો છે. વૈભવના કેસમાં ફરિયાદીએ કેસ પડતો મૂક્યો છે. ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરા જેવા ગેહલોતના સહયોગીઓ સામેના દરોડા પણ ક્યાંય ગયા નથી.
બીજું, સત્તા વિરોધી લહેર - રાજસ્થાન દર પાંચ વર્ષે પોતાની સરકાર બદલવા માટે જાણીતું છે. જો કે, આ વખતે, ગેહલોત બચતા દેખાઈ રહ્યા લાગે છે, તેમની સરકારને જે પણ સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે, તે મુખ્યત્વે તેમના ધારાસભ્યો સામે વિરુદ્ધ છે. આનું એક કારણ સીએમ દ્વારા ધારાસભ્યોને આપવામાં આવેલ ખુલ્લી છૂટ છે, કારણ કે તેઓએ તેમની સરકારને સુરક્ષિત રાખવામાં મદદ કરી હતી.
ત્રીજું, નીતિ - આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ગેહલોત સ્પષ્ટપણે નેતૃત્વ કરે છે, તેમણે રાજ્યની લગભગ દરેક વસ્તી વિષયકને આવરી લેતા અનેક કલ્યાણકારી યોજનાઓ અને કાયદાઓ શરૂ કરી અને અમલમાં મૂક્યા છે. ઈધર-ઉધરના અલગ કેસ સિવાય, લાભ નિયુક્ત લાભાર્થીઓ સુધી પહોંચી રહ્યો છે.
ચોથું, જૂથવાદ - કોંગ્રેસ આ કાર્યકાળ દરમિયાન ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચેના સંઘર્ષમાં ફસાઈ છે. પરંતુ એવું લાગે છે કે, કોંગ્રેસે ચૂંટણી પહેલા સમયસર ઘર ગોઠવી દીધું છે, પરંતુ ઉલટાનું રાજસ્થાનમાં ભાજપ વિભાજિત છે. ઉદાહરણ તરીકે, પાયલોટે "લાલ ડાયરી" પર ભાજપ પર હુમલો કર્યો, તેમના જ વફાદારે તેને ઉપાડ્યો હોવા છતાં, જે કોંગ્રેસ માટે યોગ્ય સંકેતો મોકલી રહ્યા છે.
પાંચમું, ખેડૂત- ભાજપ ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ કોંગ્રેસ સરકાર ધારણાની લડાઈમાં આગળ દેખાઈ રહી છે. ગેહલોતે હાઇલાઇટ કર્યું છે કે, તેમની સરકારે "તેની હેઠળની તમામ સહકારી બેંકોના 21 લાખ ખેડૂતોની રૂ. 15,000 કરોડની લોન માફ કરી દીધી છે", અને કેન્દ્રને રાષ્ટ્રીયકૃત બેંકો માટે પણ આવું કરવા વિનંતી કરી છે.
છઠ્ઠું, ERCP - ઈસ્ટર્ન રાજસ્થાન કેનાલ પ્રોજેક્ટ, જે 13 જિલ્લાઓને પીવાનું પાણી પૂરું પાડે છે, તે બીજો મુદ્દો છે જેના વિશે મોદીએ તેમના ભાષણોમાં વાત કરી છે. પરંતુ કોંગ્રેસ લાંબા સમયથી આના પર વધુ આક્રમક બની છે, અને તેની સરકારને સજા કરવા માટે કેન્દ્ર પર ઇરાદાપૂર્વક આ પ્રોજેક્ટની અવગણના કરવાનો આરોપ લગાવે છે અને માંગ કરી છે કે, આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે અને કેન્દ્ર ખર્ચ ઉઠાવે.
કોંગ્રેસ એમ પણ કહેતી રહે છે કે, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનના છે અને રાજ્યના તમામ 25 લોકસભા સાંસદો ભાજપની ટિકિટ પર ચૂંટાયા હતા (જેમાં તે સમયના ભાજપના સાથી હનુમાન બેનીવાલ પણ સામેલ હતા), અને છતાં તેઓ ERCP રાષ્ટ્રીય પ્રોજેક્ટ સ્થિતિ માટે મળી શક્યા નથી.
હવે, ભાજપ કાયદો અને વ્યવસ્થા અને મહિલાઓના મુદ્દાઓ પર તેની પ્રચંડ શક્તિ કેન્દ્રિત કરી રહી છે, ત્યારે કોંગ્રેસ માટે પડકાર એ છે કે, તે તેના વર્ણનને વધુ ઝડપથી આગળ વધવા ન દે.
જાન્યુઆરી 2022 માં, ભાજપ અલવરમાં એક સગીર છોકરીના મૃત્યુ પર જાહેર આક્રોશ પેદા કરવામાં સફળ રહ્યો હતો, અને આરોપ લગાવ્યો હતો કે, આ બળાત્કાર અને હત્યાનો કેસ છે; બાદમાં પોલીસને આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે, ભાજપે ધૌલપુરમાં ઠાકુર પુરુષો દ્વારા એક દલિત મહિલા સાથે કથિત બળાત્કાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું હતું. તે બે પરિવારો વચ્ચે મારપીટ અને જુના ઝઘડાનો મામલો હોવાનું બહાર આવ્યું હતુ.
ગેહલોત સરકારની ઉમ્મીદ છે કે, લોકોને ખ્યાલ આવશે કે તે ગુના નથી પરંતુ રાજ્યમાં તેમની નોંધણી વધી રહી છે અને આ વાસ્તવમાં લાંબા ગાળે સુધારો સૂચવે છે.
પરંતુ, આ સરળ નથી - ખાસ કરીને ટૂંકા ગાળામાં.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us