Rajasthan Assembly Election Result 2023 : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ગયા છે. 199 વિધાનસભા બેઠકોમાંથી રાજસ્થાનમાં ભાજપે 115 બેઠકો પર વિજય મેળવ્યો છે. કોંગ્રેસે 69 સીટ પર જીત મેળવી છે. ભારત આદીવાસી પાર્ટીએ 3 સીટ પર જીત મેળવી છે. બહુજન સમાજવાદી પાર્ટીએ 2, રાષ્ટ્રીય લોક દળે 1, રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીએ 1 અને અપક્ષોએ 8 સીટો પર જીત મેળવી છે
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામ, દિવસભરના અપડેટ્સ
- અશોક ગેહલોતે રાજીનામું આપ્યું
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજ્યના ગર્વનરને મળીને પોતાનું રાજીનામું સોપ્યું છે.
- રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પરિણામઃ વસુંધરા રાજેએ જીતી ઝાલરાપાટન
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજે ઝાલરાપાટન વિધાનસભા સીટ પરથી ચૂંટણી જીતી ગઈ છે. તેમણે 53,193 મતોથી જીત નોંધાવી છે.
- Assembly Election Result 2023 | વિધાનસભા ચૂંટણી 2023 પરિણામ : ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની જીત વધામણા
Assembly Election Result 2023 : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ હાલના વલણો પ્રમાણે જોઈએ તો, ભાજપ ત્રણ રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં અને કોંગ્રેસ તેલંગાણામાં જીતનો પરચમ લહેરાવી શકે છે. ગુજરાતના ગાંધીનગર ખાતે ભાજપની ઓફિસ કમલમ ખાતે કાર્યકરો દ્વારા જીતના વધામણા કરી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. વધુ તસવીરો જુઓ
- કોણ હશે રાજસ્થાનના મુખ્યમંત્રી?
વલણોમાં ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી છે જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીને એ પ્રશ્ન કરતા તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે આ ટૂંક સમયમાં સુચારુ રુપથી થશે. રાજસ્થાનથી ભાજપ નેતા કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલે કહ્યું મુખ્યમંત્રી અશોક ગેહલોતનો જાદુ આ રણ રાજ્યમાં કામ આવ્યો નહીં.
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી 2023 પરિણામના અત્યાર સુધીના વલણ મુજબ ભાજપ રાજસ્થાનમાં 115 સીટ મેળવી છે. આ જશ્નની ઉજવણી રાજસ્થાનના જયપુરમાં બીજેપીના કાર્યાલય બહાર ઢોલ નગારા વગાડીને કરવામાં આવી રહી છે. જેનો વીડિયો સામે આવ્યો છે.
- રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ છે
રાજસ્થાનમાં ભાજપે તેના ઉમેદવારો 109 સીટો પર આગળ ચાલીને અડધો આંકડો પાર કર્યો છે જ્યારે કોંગ્રેસ 75 સીટો પર આગળ છે. ભારત આદિવાસી પાર્ટી અને અપક્ષો પાંચ-પાંચ બેઠકો પર આગળ હતા જ્યારે BSP અને CPIM બે-બે બેઠકો પર આગળ હતા. EC અનુસાર, RLD અને આઝાદ સમાજ પાર્ટી એક-એક સીટ પર આગળ હતા. જેમ જેમ વલણો આગળ વધી રહ્યા છે, કોટા ઉત્તરના ભાજપના ઉમેદવાર પ્રહલાદ ગુંજલે કહ્યું કે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે.
“રાજસ્થાને આદેશ આપ્યો છે અને થોડીવારમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે,” તેમણે કહ્યું. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સીએમ કોણ હશે, તો તેમણે કહ્યું, “આ પાર્ટી હાઈકમાન્ડ નક્કી કરશે. અમારી પાસે વસુંધરા રાજે જેવા મોટા નેતાઓ છે અને અમારે બહારથી લાવવાની જરૂર નથી.” ગુંજલ સંસદીય બાબતોના મંત્રી શાંતિ ધારીવાલ સામે ચૂંટણી લડી રહ્યા છે.
ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ : સવારના 10 વાગ્યે સુધીનો ટ્રેન
રાજસ્થાન
ભાજપ -110કોંગ્રેસ – 75અન્ય – 12BSP -02
મધ્ય પ્રદેશ
ભાજપ – 127કોંગ્રેસ – 98BSP – 01અન્ય – 00
છત્તીસગઢ
ભાજપ – 34કોંગ્રેસ – 56BSP – 00અન્ય – 00
તેલંગાણા
કોંગ્રેસ – 65BRS – 41ભાજપ – 8AIMIM – 03અન્ય – 01
તમને જણાવી દઈએ કે, રાજસ્થાન વિધાન સભા ચૂંટણી માટે 27 નવેમ્બર 2023ના રોજ મતદાન થયું હતુ, જેમાં 75.45 ટકા રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતુ. જો આગામી ચાર વિધાનસભા ચૂંટણીના મતદાન પર નજર કરીએ તો, વર્ષ 2018માં 74.06 ટકા, વર્ષ 2013માં 75.04 ટકા, વર્ષ 2008માં 66.25 ટકા અને વર્ષ 2003માં 67.18 ટકા મતદાન નોંધાયું હતું.
એક્ઝિટ પોલ શું કહી રહ્યા છે
એક્ઝિટ પોલ મુજબ રાજસ્થાનમાં ભાજપને 115 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 71 બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. પરંતુ એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલે બધાને ચોંકાવી દીધા છે. અત્યાર સુધીનું આ એકમાત્ર પોલ છે, જેમાં રાજસ્થાનમાં કોંગ્રેસ આગળ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આ ચૂંટણીમાં ભાજપને 80થી 100 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 86થી 106 બેઠકો મળી શકે છે, તેવું તેનું તારણ છે. અન્યની વાત કરીએ તો, જન કી બાતે રાજસ્થાન પર પણ પોતાનો એક્ઝિટ પોલ રજૂ કર્યો છે. તે મતદાનમાં ભાજપની સરકાર બને તેમ લાગી રહ્યું છે. પાર્ટીને 100-122 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસની સંખ્યા ઘટીને 62-85 બેઠકો થઈ શકે છે. P-MARQ એ પણ રાજ્યમાં રિવાજ ચાલુ રહેવાની આગાહી કરી હતી. આ એક્ઝિટ પોલે આ ચૂંટણીમાં ભાજપને 105-125 બેઠકો આપી છે, જ્યારે કોંગ્રેસને 69-91 બેઠકો મળી શકે છે.