Rajasthan Assembly elections, Vasundhara Raje : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના લગભગ ચાર મહિના પહેલા, ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે બે પ્રમુખ ચૂંટણી પેનલો ઘોષણાપત્ર અને ચૂંટણી પ્રબંધન સમિતિઓની જાહેરાત કરી હતી. આ પેનલોમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે કેન્દ્રીય મંત્રી અર્જૂન રામ મેઘવાલને 25 સદસ્યીય સંકલ્પ પત્ર, ઘોષણા પત્ર સમિતિના સંયોજક નોમિનેટ કર્યા છે.
વૂર્વ સાંસદ નારાયણ પંચારિયાને ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. જેમાં 21 સભ્ય છે. આ લિસ્ટમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રાજ્ય વિધાનસભામાં વિપક્ષ નેતા રાજેન્દ્ર રાઠૌડ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા સહિત અનેક નામો સામેલ છે. જોકે, આમાંથી એક પણ ચહેરો ભાજપની સત્તામાં આવ્યાની સ્થિતિમાં રાજેની સાથે મુખ્યમંત્રી પદના દાવેદાર બનવાની સ્થિતિમાં નથી. બીજેપીની આ પેનલોની ઘોષણા બાદ વસુંધરા રાજેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે સોશિયલ મીડિયા ઉપર ટ્રેન્ડ કરવાનું શરુ થયું છે.
ભાજપે જણાવ્યું આ કારણ
ભાજપના સૂત્રોનો દાવો છે કે ઘોષણાપત્રના ડ્રાફટ તૈયાર કરવામાં વિશેષજ્ઞ સામેલ છે. એટલા માટે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી મેઘવાલ આ માટે સૌથી વધારે યોગ્ય છે. ઘોષણા પત્ર સમિતિમાં આ સહ સંયોજક તરીકે રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવારી, કિરોડી લાલ મીણા અને પૂર્વ ઉપસભાપતિ રાવ રાજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે.
આ પેનલમાં વસુંધરા રાજેનું નામ ગાયબ થવા અંગે પૂછવા પર ભાજપના રાજસ્થાનના પ્રભારી અને રાજ્યસભા સાંસદ અરુણ સિંહે કહ્યું કે આ કદાચ પોતાના કદના કારણે આ માટે યોગ્ય ન હતું. આ સિવાય તેઓ ચૂંટણીમાં પ્રચાર કરશે. એક અન્ય ભાજપ નેતાએ કહ્યું કે આ પેનલોની ઘોષણા રાજ્ય પાર્ટી અધ્યક્ષ સીપી જોશીએ કરી છે. ન કે કેન્દ્રીય પાર્ટી નેતૃત્વએ. નેતાનો વાદો છે કે નિર્ધારિત કાર્યોને પુરા કરવા માટે કેટલાક નામો ઉપરાંત અન્ય નામ મુખ્ય રૂપથી તેમને જાતિગત સમીકરણોને સંતુલન કરવા માટે સામેલ કરવામાં આવ્યા છે.
મોટું અભિયાન ચલાવશે વસુંધરા રાજે
અરુણ સિંહે કહ્યું કે ચૂંટણી પ્રબંધન સમિતિનું દરરોજનું કામ થાય છે. તેણે પાર્ટી કાર્યાલયમાં બેસવાનું હોય છે. આમાં અનેક અનુભવી લોક છે. જેમાં વસુંધરા રાજેની પણ ભૂમિકા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેઓ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, બે વખત મુખ્યમંત્રી રહ્યા છે. તેમની ભુમિકા મોટી છે. તેઓ જબરદસ્ત પ્રચાર કરશે. એક મોટું અભિયાન ચલાવશે. અમે બધા તેમનું સમ્માન કરીએ છીએ.