Rajasthan Elections 2023: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન ફરી એકવાર અશોક ગેહલોત અને સચિન પાયલટના નામ એકસાથે ચર્ચામાં આવ્યા છે. તેનું કારણ એક રિક્વેસ્ટ લેટર જણાવવામાં આવી રહ્યું છે. વિધાનસભા જમવારામગઢથી કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ લાલ મીણાએ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાને પત્ર લખ્યો છે. ગોપાલ લાલ મીણાએ સચિન પાયલટને તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે મુકવા વિનંતી કરી છે. રાજ્યમાં ચૂંટણી મહદઅંશે અશોક ગેહલોત કેન્દ્રિત હોવા છતાં સચિન પાયલટનું નામ હજુ પણ ખૂબ જ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યું છે.
શું કોંગ્રેસમાં ગેહલોત વિરોધી લહેર ચાલી રહી છે?
રાજસ્થાનના રાજકારણ પર ચાંપતી નજર રાખનારા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે અશોક ગેહલોતે પોતાની સરકાર દરમિયાન ગૃહ લક્ષ્મી જેવી અનેક યોજનાઓ દ્વારા પોતાને વિકાસશીલ મુખ્યમંત્રી તરીકે રજૂ કરવાની પૂરી કોશિશ કરી છે, પરંતુ તેમના માટે હજુ પણ સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો મુશ્કેલી તરીકે સામે ઉભા છે. તેનો અંદાજો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા ગોપાલલાલ મીણાના પત્ર પરથી લગાવી શકાય છે. જેમાં તેઓ સચિન પાયલટને ચૂંટણી પ્રચાર માટે મોકલવાની વિનંતી કરી રહ્યા છે. આ ઉપરાંત ગેહલોત અને પાયલટને પણ સાથે મેદાનમાં ઉતારવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચો – મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી : સત્તા મેળવવા માટે ભાજપે 70+ વાળા 14 નેતાઓને આપી ટિકિટ
શું એકસાથે સામે આવશે બંને નેતાઓ?
2018થી રાજસ્થાનમાં કોંગ્રેસની અંદર અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસના અનેક કેન્દ્રીય કાર્યકર્તાઓએ પણ આ મામલાને શાંત પાડવાના પ્રયાસો કર્યા છે. હાલ બંને નેતાઓ વિધાનસભાની ચૂંટણી વખતે પક્ષના હિતમાં નિવેદનો આપી રહ્યા છે અને કોંગ્રેસની સરકાર રચવાના પ્રચારમાં વ્યસ્ત છે. પરંતુ તે કહેવું ખૂબ જ વહેલું છે કે બંને વચ્ચે બધું બરાબર ચાલ્યું છે.
ગોપાલલાલ મીણાના પત્ર ઉપરાંત બંને નેતાઓ એક જ મંચ પર એક સાથે આવે તેવી માંગણી કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ દૌસામાં પ્રિયંકા ગાંધીની રેલી સિવાય બંને નેતાઓ હજુ સુધી સાથે દેખાયા નથી.





