Rajasthan Cabinet News : વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયાના લગભગ એક મહિના બાદ શનિવારે રાજ્ય કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભજન લાલ શર્મા એક દિવસ પહેલા રાજ્યપાલ કલરાજ મિશ્રાને મળ્યા હતા અને મંત્રીમંડળના વિસ્તરણ માટે મંજૂરી લીધી હતી. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 22 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જેમાં 12 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને 5 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજ્યવર્ધન સિંહ રાઠોડને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
રાજ્ય મંત્રીમંડળમાં કોને-કોને મળ્યું સ્થાન?
કેબિનેટ મંત્રી તરીકે આ નેતાઓના નામ:
1. ધારાસભ્ય રાજ્યવર્ધન રાઠોડે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. (ઝોટવાડા ધારાસભ્ય)
2. ધારાસભ્ય ડૉ. કિરોરી લાલ મીણાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. (સવાઈ માધોપુર ધારાસભ્ય)
3. ગજેન્દ્ર સિંહ ખીમસરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (લોહાવટ ધારાસભ્ય)
4. સુરેશ સિંહ રાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (પુષ્કર ધારાસભ્ય)
5. બાબુલાલ ખરાડીએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. (ઝાડોલ ધારાસભ્ય)
6. મદન દિલાવરે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (રામગંજ મંડી ધારાસભ્ય)
7. જોગારામ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (લુની ધારાસભ્ય)
8. અવિનાશ ગેહલોતે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (જૈતારન ધારાસભ્ય)
9. જોરામ કુમાવતે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (સુમેરપુર ધારાસભ્ય)
10. હેમંત મીણાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (પ્રતાપગઢ ધારાસભ્ય)
11. કન્હૈયા લાલ ચૌધરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે. (માલપુરા ટોંકના ધારાસભ્ય)
12. સુમિત ગોદરાએ ભજનલાલ સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. (લુનકરણસર ધારાસભ્ય)
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં કહ્યું – 22 જાન્યુઆરીએ પોતાના ઘરમાં શ્રીરામ જ્યોતિ પ્રગટાવો
સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી
13. સુરેન્દ્ર પાલ સિંહ ટી.ટી. એ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી તરીકે શપથ લીધા.
14. ઝાબર સિંહ ખરાને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સામેલ કરવામાં આવ્યા છે.
15. ગૌતમ કુમારે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા.
16. સંજય શર્માએ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા છે.
17. હીરા લાલ નાગરે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા છે.
રાજ્ય મંત્રી
18. ઓટરામ દેવાસી
19. ડૉ. મંજુ બાઘમાર
20. વિજયસિંહ ચૌધરી
21. કેકે વિશ્નોઈ
22. જવાહર સિંહ બેડમ
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરના રોજ જાહેર થયા હતા. જેમાં ભાજપે 199માંથી 115 બેઠકો જીતી હતી અને કોંગ્રેસે 69 બેઠકો જીતી હતી. ભજનલાલ શર્માને મુખ્યમંત્રી જ્યારે દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.





