/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Surendra-Pal-Singh-TT.jpg)
સુરેન્દ્ર પાલ સિંહ ચૂંટણી જીત્યા પહેલા જ મંત્રી બની ગયા (તસવીર - સોશિયલ મીડિયા)
Minister Surendra Pal Singh TT : રાજસ્થાનમાં ભજનલાલ સરકારના મંત્રીમંડળનું શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તરણની સાથે જ એક વિવાદ પણ થયો છે. રાજસ્થાનની ભજનલાલ સરકારમાં સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્ર પાલ સિંહે જયપુરના રાજભવનમાં પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ નિર્ણયથી બધા આશ્ચર્ચચકિત થઇ ગયા છે. કારણ કે સુરેન્દ્ર પાલ સિંહ ચૂંટણી જીત્યા પહેલા જ મંત્રી બની ગયા છે.
સુરેન્દ્ર પાલ સિંહ ટીટી શ્રીકરણપુર વિધાનસભા સીટની પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર છે. આ શ્રીગંગાનગર જિલ્લાની એ જ બેઠક છે જ્યાં 25 નવેમ્બરે મતદાન થયું ન હતું. આ સીટ પરથી 75 વર્ષીય કોંગ્રેસ નેતા ગુરમીત સિંહ કુન્નર ધારાસભ્ય હતા. હાલની વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસની ટિકિટ મળ્યા બાદ કુન્નરનું 15 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. આવી સ્થિતિમાં ચૂંટણી પંચે શ્રીકરણપુર મતવિસ્તારમાં મતદાન મોકૂફ રાખ્યું હતું. શ્રીકરણપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 5 જાન્યુઆરીએ યોજાશે.
પેટાચૂંટણી પહેલા જ સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને મંત્રી બનાવવામાં આવ્યા બાદ રાજસ્થાનનું રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના નેતા ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું કે ભાજપનો ઘમંડ સાતમા આસમાને છે. ભાજપે ચૂંટણી પંચની આદર્શ આચારસંહિતાનો ભંગ કરીને શ્રીકરણપુરથી ભાજપના ઉમેદવાર સુરેન્દ્રપાલ ટીટીને મંત્રી પદના શપથ અપાવ્યા છે. દેશમાં કદાચ આ પહેલો કેસ છે, જ્યારે ભાજપે ચૂંટણી પહેલા પોતાના ઉમેદવારને મંત્રી બનાવ્યા છે. કોંગ્રેસ આ બાબત ચૂંટણી પંચના ધ્યાનમાં લાવશે અને કાર્યવાહીની માંગ કરશે. તેમણે કહ્યું કે ભાજપ મતદારોને લલચાવશે તો પણ કોંગ્રેસ પાર્ટી શ્રીકરણપુરની બેઠક મોટા અંતરથી જીતશે.
આ પણ વાંચો - રાજસ્થાનમાં 12 કેબિનેટ સહિત 22 મંત્રીઓએ શપથ લીધા, જાણો કોનો-કોનો થયો સમાવેશ
प्रिय मित्र,
आपके संज्ञान के लिए कुछ जानकारी प्रेषित है -
संविधान के आर्टिकल 164 (4) में निहित प्रावधानों के तहत किसी भी व्यक्ति को बिना निर्वाचित हुए 6 माह तक मंत्री पद धारण करने का अधिकार है। इस संवैधानिक प्रावधान के अनुसार मुख्यमंत्री जी की सलाह पर महामहिम राज्यपाल महोदय… https://t.co/4ZTeVexdNk— Rajendra Rathore (@Rajendra4BJP) December 30, 2023
જોકે ભાજપે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે. ભાજપના નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે બંધારણની કલમ 164 (4)માં સમાવિષ્ટ જોગવાઈઓ હેઠળ, કોઈપણ વ્યક્તિને ચૂંટાયા વિના 6 મહિના સુધી મંત્રી પદ સંભાળવાનો અધિકાર છે. આ બંધારણીય જોગવાઈ અનુસાર મુખ્યમંત્રીની સલાહ પર રાજ્યપાલ દ્વારા કોઇ પણ વ્યક્તિને પદના શપથ લેવડાવી શકે છે. ત્યાર બાદ તેમને 6 મહિનાની અંદર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવું પડે છે. બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ લેવામાં આવેલા શપથ કોઈ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી. આ પહેલા પણ સરકારમાં ડઝનબંધ મંત્રીઓ મંત્રી તરીકે ફરજ બજાવતાં ચૂંટણી લડી ચૂક્યા છે. આથી સુરેન્દ્ર પાલ સિંહ ટીટીના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના શપથ બંધારણની જોગવાઇઓ અનુરુપ છે.
રાજસ્થાનના નવનિયુક્ત મંત્રી સુરેન્દ્ર પાલ સિંહે કહ્યું કે શ્રીકરણપુરના મતદારો ખૂબ જ બુદ્ધિમાન છે, હું ચૂંટણી જરૂર જીતીશ. પાર્ટીએ મારા માધ્યમથી શીખ સમાજનું સન્માન કર્યું છે. ભાજપ તમામ 36 સમુદાયોને સાથે લઇને ચાલે છે. તેમાં અમારો સમાજ પણ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us