Rajasthan Chief Minister Bhajanlal Sharma: રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. ભાજપે મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ મુખ્યમંત્રી તરીકે નવા ચહેરાની પસંદગી કરીને સૌને ચૌંકાવી દીધા છે. ભજનલાલ શર્માએ પહેલીવાર રાજસ્થાન વિધાનસભા ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી હતી. ભજનલાલ શર્મા દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નજીક હોવાનું મનાય છે.
કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા (Who is Rajasthan CM Bhajanlal Sharma)

ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેઓ બ્રાહ્મણ સમાજમાં આવે છે 56 વર્ષીય ભજનલાલ શર્માએ પહેલીવાર રાજસ્થાનના જયપુર જિલ્લાની સાંગાનેર બેઠક પર ભાજપ તરફથી વિધાનસભા ચૂંટણી લડી અને ધારાસભ્ય બન્યા છે. તેઓ રાજસ્થાનના ભરતપૂર જિલ્લાના અટારી ગામના રહેવાસી છે અને હાલ જયપુરમાં રહે છે.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે કેટલી સંપત્તિ છે (Rajasthan CM Bhajanlal Sharma Net Worth)
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કરોડોની સપંત્તિના માલિક છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા એફિડેવિટમાં રજૂ કરેલી માહિતી અનુસાર ભજનલાલ શર્માની કુલ સંપત્તિ 1.5 કરોડ રૂપિયા છે, જેમાં 43.6 લાખ રૂપિયાની ચલ અને 1 કરોડની અચલ સંપત્તિ સામેલ છે. તેમની પાસે 1.50 લાખ રૂપિયા રોકડ રકમ છે અને વિવિધ બેંક ખાતામાં તેમના નામ 11 લાખ રૂપિયાની થાપણ જમા છે.
રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પર કેટલું દેવુ છે? (Rajasthan CM Bhajanlal Sharma Debt)
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી પાસે 3 તોલા સોનું છે, જેની બજાર કિંમત હાલ 1.80 લાખ રૂપિયા જેટલી થાય છે. તેમણે બોન્ડ્સ કોઇ રોકાણ કર્યુ નથી, પરંતુ તેમની પાસે એલઆઈસી અને એચડીએફસી લાઇફની 2.83,817 લાખ રૂપિયાની બે વીમા પોલિસી છે. ઉપરાંત તેમની પાસે તેમના નામે એક ટાટા સફારી છે, જેની કિંમત 5 લાખ રૂપિયા દેખાડી છે. ઉપરાંત એક ટીવીએસ વિક્ટર બાઇક છે, જેની કિંમત 35,000 રૂપિયા છે. ભજનલાલ શર્મા પર 46 લાખ રૂપિયાનું દેવુ છે. ઉપરાંત તેઓ શ્રી કૃષ્ણ કન્હૈયા એન્ડ કંપનીના માલિક પણ છે.
ભજનલાલ શર્મા કેટલુ ભણેલા છે (Rajasthan CM Bhajanlal Sharma Education)
રાજસ્થાનને શિક્ષિત મુખ્યમંત્રી મંત્રી મળ્યા છે. ભજનલાલ રાજસ્થાન યુનિવર્સિટીમાંથી વર્ષ 1989માં બીએ અને ત્યારબાદ વર્ષ 1993માં પોલિટીકલ સાયન્સમાં એમએની ડિગ્રી હાંસલ કરી છે.





