Rajasthan Election 2023 : કોણ છે રાજસ્થાનના ‘યોગી’, જેમને ચૂંટણી ટિકિટ આપી ભાજપ મુશ્કેલીમાં મુકાયુ

Rajasthan Election 2023 BJP Candidate List : રાજસ્થાનના યોગી કહેવાતા બાબા બાલકનાથને ભાજપે તિજારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. હવે આ નિર્ણયથી ભાજપ મુશ્કેલીમાં મુકાયું છે

Written by Ajay Saroya
Updated : October 17, 2023 21:20 IST
Rajasthan Election 2023 : કોણ છે રાજસ્થાનના ‘યોગી’, જેમને ચૂંટણી ટિકિટ આપી ભાજપ મુશ્કેલીમાં મુકાયુ
ભાજપે રાજસ્થાનના 'યોગી' કહેવાતા મહંત બાલકનાથને તિજારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર બનાવ્યા છે. (Photo - Mahant Balaknath Facebook)

Rajasthan Election 2023 BJP Candidate Balaknath : રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી જીતવા કોંગ્રેસ અને ભાજપ બંને જબરદસ્ત મહેનત કરી રહ્યા છે. આ વખતે રાજસ્થાન ચૂંટણીમાં ભાજપે બાબા બાલકનાથને તિજારા બેઠક પરથી ટિકિટ આપી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના સાંસદને હરાવીને જીત હાંસલ કરી હતી. પરંતુ આ વખતે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં ભાજપે ઘણા ઓછા સાંસદોને ટિકિટ આપી છે, એ જ યાદીમાં બાબા બાલકનાથને તિજારાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

બાબા બાલકનાથ – રાજસ્થાનના યોગી કેમ બન્યા મુસીબત? (Who is Mahant Balaknath)

બાબ બાલકનાથને રાજસ્થાનના યોગી પણ કહેવામાં આવે છે, તેઓ હિન્દુત્વના ફાયર બ્રાન્ડ નેતા છે. હાલમાં સાંસદ હોવાની સાથે બાલકનાથ મસ્તનાથ મઠના મહંત પણ છે. આ કારણથી તેમને રાજસ્થાનના યોગીનું બિરુદ આપવામાં આવ્યું છે. પરંતુ આ વખતે તેમને ચૂંટણી મેદાનમાં ઉતારવાને કારણે ભાજપ સામે અનેક પડકારો ઉભા થયા છે. હકીકતમાં બાલકનાથને જે બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા છે ત્યાં ભાજપના જ પૂર્વ નેતા મમન સિંહ યાદવ પણ તિજારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

Rajasthan Election 2023 | Mahant Balaknath | Baba Balaknath | BJP Candidate List | BJP | BJP Candidate List of Rajasthan
ભાજપના સાસંદ બાબા બાલકનાથ મસ્તનાથ મઠના મહંત પણ છે. (Photo – Mahant Balaknath Facebook)

કોણ છે મામન સિંહ, કેવી રીતે ભાજપની ચૂંટણીની રમત બગાડી? (Maman Singh Yadav)

આ વખતે ભાજપે તેમને ટિકિટ ન આપી હોવાથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું. હવે દરેક રેલી અને દરેક રોડ શોમાં તેમનો એક જ સૂરો છે કે તે બાબાના જામીન ગમે તે ભોગે જપ્ત કરાવશે. તે સ્પષ્ટ કહે છે કે બાલકનાથ માટે અહીંથી જીતવું શક્ય નથી. મોટી વાત એ છે કે જ્યારે મમન યાદવને ભાજપે ટિકિટ ન આપી ત્યારે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

તિજારા બેઠકનું જ્ઞાતિ સમીકરણ

મામન સિંહ યાદવ તરફથી એક વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે, જો તિજારાના લોકો તેમને ચૂંટણી લડવાનો ઇનકાર કરશે તો તેઓ અહીં પાછા નહીં ફરે. પરંતુ ત્યારબાદ પંચાયતની બેઠકમાં નક્કી થયું કે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડવાના છે. હવે તે એક નિર્ણય બાદ ભાજપના આ પૂર્વ નેતાઓ પાર્ટીની મુશ્કેલીઓ વધારવાનું કામ કરી રહ્યા છે. જેમ-જેમ નિવેદનો આવી રહ્યા છે તેમ તેમ તેઓ બાલકનાથ વિરુદ્ધ માહોલ ઉભો કરવાનું કામ કરી રહ્યા છે. એક નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બાબાજી કોઈપણ કિંમતે આ ચૂંટણી જીતવાના નથી, જો મને મદદ કરવામાં આવશે તો બાબાના જામીન ચોક્કસ જપ્ત થઈ જશે. હું જનતાનો મૂડ સમજી ગયો છું.

આ પણ વાંચો | મધ્ય પ્રદેશમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: કમલનાથે જનતાને 11 મોટા વચનો આપ્યા

હવે જો રાજસ્થાનની વિધાનસભાની તિજારા સીટના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અહીં મેઓ મુસ્લિમોની સંખ્યા 70 હજારની આસપાસ છે, યાદવોની સંખ્યા 55 હજારની આસપાસ છે અને દલિતોની સંખ્યા 35000ની આસપાસ છે. ભાજપને આશા છે કે મામન યાદવને મનાવી લેવામાં આવશે અને તેઓ તિજારાથી ચૂંટણી નહીં લડે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ