Rajasthan Politics: કોંગ્રેસ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી કેમ હારી? ગેહલોત-પાયલોટની હાજરીમાં પ્રદેશ પ્રમુખ રંધાવાએ શું કહ્યું? જાણો

Congress Lose Rajasthan : કોંગ્રેસ હાઈકમાન્ડે શનિવારે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજીને તાજેતરની વિધાનસભા ચૂંટણીઓમાં હારની સમીક્ષા કરી હતી.

Written by Ajay Saroya
December 09, 2023 22:51 IST
Rajasthan Politics: કોંગ્રેસ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી કેમ હારી? ગેહલોત-પાયલોટની હાજરીમાં પ્રદેશ પ્રમુખ રંધાવાએ શું કહ્યું? જાણો
કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેની બેઠકમાં સચિન પાયલટ અને અશોક ગેહલોત પર હાજર હતા. (Photo - Social Media)

Congress Lose Rajasthan: રાજસ્થાન સમાચાર: રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના પરિણામો ફરી એકવાર રાજ્યના રાજકારણની પરંપરાને અનુરૂપ આવ્યા છે. અશોક ગેહલોતની સરકારને ફરી એકવાર પદ છોડવું પડ્યું અને હવે ભાજપ મુખ્યમંત્રીના નામ પર મંથન કરવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ હાઈકમાન્ડે શનિવારે પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજીને હારની સમીક્ષા કરી હતી. આ મીટિંગમાં પૂર્વ સીએમ અશોક ગેહલોત અને સચિન પાયલોટ ઉપરાંત પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા અને અન્ય નેતાઓ પણ જોવા મળ્યા હતા. બેઠકમાં શું થયું તે પ્રશ્નનો થોડો સાર બેઠક પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રભારી સુખજિંદર રંધાવાના શબ્દો પરથી મેળવી શકાય છે.

સુખજિંદર રંધાવાએ હારનું કારણ શું કહ્યું? (What Say Sukhjinder Singh Randhawa)

કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખજિન્દર રંધાવાએ કહ્યું કે, બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર હતા. આ દરમિયાન સુખજિંદર રંધાવાએ જણાવ્યું કે બેઠકમાં હારના ઘણા કારણો પર ચર્ચા કરવામાં આવી હતી. રંધાવાએ કહ્યું, “એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે પાર્ટી ઘણી સીટો પર ખૂબ જ ઓછા માર્જીનથી હારી ગઈ હતી, ઘણી સીટો પર હારનું માર્જીન 1000 થી 1500 હતું. સાથે જ, અમે હાઈકમાન્ડને કહ્યું છે કે અમે આજથી લોકસભાની ચૂંટણીથી શરૂઆત કરીશું. અમે આવનારી ચૂંટણીની તૈયારી શરૂ કરીશું. બાકીના કામો પૂરા કરીશું અને એક થઈને કામ કરીશું.”

અમે રાજસ્થાનમાં સારી ચૂંટણી લડ્યા…

કોંગ્રેસ નેતા સુખજિન્દર રંધાવાને તેમના રાજીનામા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે રાજસ્થાનનું પ્રદર્શન અન્ય રાજ્યો કરતા સારૂ રહ્યું છે, અમે વિપક્ષમાં હોવા છતાં આટલા સારા નંબર ક્યારેય મળ્યા નથી.

આ પણ વાંચો |  શું છે ઉત્તર વર્સિસ દક્ષિણની ચર્ચા? આમને-સામને છે ભાજપ-કોંગ્રેસ, લોકસભા ચૂંટણીમાં કેટલી થઇ શકે છે અસર?

તેમણે આગળ કહ્યું, “મેં અગાઉ પણ કહ્યું હતું કે હું વિધાનસભા ચૂંટણી સુધી અહીં જ રહેવા માંગુ છું, મારે પંજાબ જઈને કામ પણ કરવું છે. અમે કેમ પાછળ રહી ગયા આ વિશે મંથન કરીશું અને વિચારણા કરીશું. આ દરમિયાન અશોક ગેહલોત પણ પ્રેસ કોન્ફરન્સમાં જોવા મળ્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ