Rajasthan Election: કરણપુરમાં ભાજપને આંચકો, કોંગ્રેસ નેતા રૂપિન્દર સિંહ સામે 10 દિવસ પહેલા મંત્રી બનેલા સુરેન્દ્રપાલ સિંહની હાર

Rajasthan Karanpur Election 2024: તમને જણાવી દઇયે કે, અગાઉ કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના અવસાનને કારણે રાજસ્થાનના શ્રી ગંગાનગરની કરણપુર બેઠક માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

Written by Ajay Saroya
January 08, 2024 17:49 IST
Rajasthan Election: કરણપુરમાં ભાજપને આંચકો, કોંગ્રેસ નેતા રૂપિન્દર સિંહ સામે 10 દિવસ પહેલા મંત્રી બનેલા સુરેન્દ્રપાલ સિંહની હાર
રાજસ્થાનના શ્રીગંગાનગરની કરણપુર વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહ કુન્નરે ભાજપ નેતા સુરેન્દ્રપાલ સિંહ ટીટીને 12 હજાર મતોથી હરાવ્યા છે. (Photo : @rubykooner1 / @TAMIL____SELVAN)

Rajasthan Karanpur Assembly Seat Election 2024: રાજસ્થાનની કરણપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ જાહેર થયા છે છે. વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં સરકાર બનાવનાર ભાજપને મતગણતરી બાદ મોટો ઝટકો લાગ્યો છે. પરિણામો પહેલા જ મંત્રી પદના શપથ લેનારા ભાજપના ઉમેદવાર સુરેન્દ્રપાલ સિંહ ટીટી ચૂંટણી હારી ગયા છે. તેમને કોંગ્રેસના ઉમેદવાર રૂપિન્દર સિંહે 12 હજાર કરતા વધુ મતોથી હરાવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ કરણપુરના ઉમેદવાર રુપિન્દર કુન્નરને જીત માટે અભિનંદન પાઠવ્યા છે.

અશોક ગેહલોતે રૂપિન્દર સિંહ કુન્નરને અભિનંદન પાઠવ્યા (Congress Rupinder Kooner Leads BJP)

રાજસ્થાનના ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું છે – “શ્રીકરણપુરમાં કોંગ્રેસ ઉમેદવાર શ્રી રૂપિન્દર સિંહ કુન્નરને જીતના અભિનંદર અને હાર્દિક શુભકામના. આ જીત સ્વ. ગુરમીત સિંહ કુન્નરના જનસેવા કાર્યોને સમર્પિત છે. શ્રીકરણપુરની જનતાએ ભારતીય જનાત પાર્ટીના અભિમાનને હરાવ્યો છે. ચૂંટણી દરમિયાન પોતાના ઉમેદવારને મંત્રી બનાવીને આચારસંહિતા અને નૈતિકતાનો ભંગ કરનાને ભાજપના જનતાએ પાઠ ભાવ્યો છે.”

ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે, કુલ 18 તબક્કામાં યોજાયેલી મતોની ગણતરી જિલ્લા મુખ્યાલય શ્રીગંગાનગરના ડૉ. ભીમરાવ આંબેડકર સરકારી કોલેજમાં થઈ હતી. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે મત ગણતરી સ્ટ્રોંગ રૂમ અને નિયુક્ત રૂમમાં 17 ટેબલ પર થઈ હતી. આ વિધાનસભા બેઠક માટે 5 જાન્યુઆરીએ મતદાન થયું હતું અને 81.38 ટકા મતદાન થયુ હતુ.

ભાજપના નેતાઓ મંત્રી તરીકે શપથ લીધા છે

નોંધનીય છે કે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં 200 માંથી 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું, જેના પરિણામો 3 ડિસેમ્બર, 2023ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને 115 અને કોંગ્રેસને 69 બેઠકો મળી હતી. કોંગ્રેસના ઉમેદવાર અને તત્કાલિન ધારાસભ્ય ગુરમીત સિંહ કુન્નરના અવસાનને કારણે શ્રી ગંગાનગરની કરણપુર બેઠક માટે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.

આ પણ વાંચો | રાજસ્થાનના સીએમ ભજનલાલ શર્મા પાસે ગૃહ સહિત 8 મંત્રાલયો, ડેપ્યુટી સીએમ દિયા કુમારીને નાણા સહિત 6 મંત્રાલયો મળ્યા

આ બેઠક પર ભાજપ તરફથી પૂર્વ મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટી અને કોંગ્રસ તરફથી કુન્નરના પુત્ર રુપિન્દર સિંહ ઉમેદવાર છે. શાસકપક્ષ ભાજપે 30 ડિસેમ્બરે કરણપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પૂર્વ મંત્રી સુરેન્દ્રપાલ સિંહ ટીટીને મંત્રી પરિષદમાં રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સામેલ કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ