Rajasthan Election | રાજસ્થાન ચૂંટણી 2023 : ‘મહિલા સુરક્ષા’ના મુદ્દે કોંગ્રેસ ક્યાં પાછળ? ભાજપે તૈયાર કર્યો પ્લાન B

Rajasthan Election 2023 : ભાજપે (BJP) દાવો કર્યો છે કે, રાજસ્થાન મહિલાઓ (Women Security) માટે અસુરક્ષિત (insecure) બની ગયું છે. કોંગ્રેસ (Congress) અત્યાર સુધી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી છે કે, વધુ એફઆઈઆર દાખલ થવાને કારણે ગુનામાં વધારો થયો છે.

Written by Kiran Mehta
November 18, 2023 18:49 IST
Rajasthan Election | રાજસ્થાન ચૂંટણી 2023 : ‘મહિલા સુરક્ષા’ના મુદ્દે કોંગ્રેસ ક્યાં પાછળ? ભાજપે તૈયાર કર્યો પ્લાન B
રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023

Rajasthan Election 2023 : રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કન્હૈયા લાલ હત્યા કેસ, પેપર લીક અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ કોંગ્રેસ માટે પડકારરૂપ તો છે જ, પરંતુ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ ભાજપે પુરી જોરશોરથી ઉઠાવ્યો છે. ગુરુવારે જયપુરમાં બીજેપી મેનિફેસ્ટો બહાર પાડતી વખતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાના સંબોધનમાં મહિલાઓની સુરક્ષા વિશે ખાસ વાત કરી હતી. જેપી નડ્ડાએ કહ્યું હતું કે, પાર્ટીનો ઉદ્દેશ્ય મહિલાઓનું સન્માન સુનિશ્ચિત કરવાનો છે અને કોંગ્રેસ સરકારમાં આવું નથી થઈ રહ્યું.

મહિલા સુરક્ષાના મુદ્દે ભાજપે કોંગ્રેસને ઘેરી?

ભાજપે તેના ઢંઢેરામાં, ભાજપે પોલીસ દળમાં મહિલાઓ માટે 33 ટકા અનામત, દરેક જિલ્લામાં એક મહિલા પોલીસ સ્ટેશન, એન્ટિ-રોમિયો સ્ક્વોડની રચના, રાજસ્થાન આર્મ્ડ કોન્સ્ટેબલરી (RAC) હેઠળ ત્રણ મહિલા બટાલિયન, મફત શિક્ષણનું વચન આપ્યું છે. આ ઉપરાંત, આર્થિક રીતે નબળી છોકરીઓ માટે ગ્રેજ્યુએશન અને ધોરણ 12 ની હોશિયાર છોકરીઓ માટે ફ્રી સ્કૂટી ઉપરાંત બાળકીના જન્મ સમયે 2 લાખ રૂપિયાના બચત બોન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપ તેના રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પાછળ ઘણા કારણો છે.

મહિલા સુરક્ષા મુદ્દે ભાજપનું વલણ શું છે ખાસ કારણ?

મહિલાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવવા અને ચૂંટણીમાં તેને મુખ્ય રીતે ઉઠાવવા માટે ભાજપ પાસે ઘણા મહત્વપૂર્ણ કારણો છે. આનું પહેલું કારણ એ છે કે, ED ના અનેક દરોડા છતાં રાજસ્થાન કોંગ્રેસનું નાક દબાવવામાં નિષ્ફળ રહ્યા બાદ ભાજપ હવે મહિલાઓની સુરક્ષા, પેપર લીક અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ તરફ વળી છે. બીજું કારણ એ છે કે, મહિલાઓની સુરક્ષાનો મુદ્દો તાજેતરની અનેક ઘટનાઓને કારણે વધી રહ્યો હોવાનું કહેવાય છે જેના કારણે રાજ્યમાં મહિલાઓ સામેના ગુનાઓ માટે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડામાં વધારો થયો છે.

કોંગ્રેસ સરકાર સત્તામાં આવ્યા બાદ લોકસભા ચૂંટણી દરમિયાન થનાગાજીમાં પહેલો મોટો મામલો સામે આવ્યો હતો. જ્યાં એક મહિલા પર તેના પતિની સામે જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો. ગેહલોતે મહિલાઓ સામેના ગુનાઓને અંકુશમાં લેવા માટે રાજ્યભરમાં ફરજિયાત FIR નોંધણી સહિત અનેક યોજનાઓ અને કડક પગલાંની જાહેરાત કરી હતી.

2018 ના NCRB ડેટા અનુસાર, રાજસ્થાન મહિલાઓ વિરુદ્ધ ગુનાઓની કુલ સંખ્યામાં પાંચમા ક્રમે હતું. 2019 માં FIRની ફરજિયાત નોંધણી સાથે બદલાવ બાદ રાજસ્થાન બીજા સ્થાને પહોંચી ગયું છે. રાજ્યમાં મહિલાઓ સામેના ગુનાઓની કુલ સંખ્યા 2018 માં 27,866 થી વધીને 2019 માં 41,550 થઈ ગઈ છે. 2020માં પશ્ચિમ બંગાળની સાથે રાજસ્થાન ત્રીજા ક્રમે હતું. 2021માં રાજસ્થાન ફરીથી બીજા સ્થાને પરત ફર્યું.

આ પણ વાંચોBihar Politics : ‘મૂર્ખતા’ નીતિશને મોંઘી પડશે! પોતે જ ભાજપને સોંપ્યા હથિયાર, ક્વોટા વધાર્યા પછી પણ નુકસાન થઈ શકે છે

આ ડેટાને ટાંકીને ભાજપે દાવો કર્યો છે કે, રાજસ્થાન મહિલાઓ માટે અસુરક્ષિત બની ગયું છે. કોંગ્રેસ અત્યાર સુધી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી છે કે, વધુ એફઆઈઆર દાખલ થવાને કારણે ગુનામાં વધારો થયો છે. અહીં સમજાવવા માટેનો એક મુદ્દો એ પણ છે કે, રાજ્યમાં મહિલાઓ સામેના ગુનાઓની તપાસમાં લાગતો સરેરાશ સમય 2019 માં 138 દિવસથી ઘટીને 2023 માં 56 દિવસ થઈ ગયો છે. પરંતુ ભાજપના પ્રહારોનો જવાબ આપવામાં કોંગ્રેસ હજુ પણ પાછળ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ