Rajasthan Elections Voting Live Update: રાજસ્થાનમાં 5 વાગ્યા સુધી 68 ટકા મતદાન, ફતેહપુર શેખાવટીમાં પથ્થરમારો

Rajasthan Elections Voting Live Update: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયુ છે. અશોક ગહેલોત, સચિન પાયલોટ, વસુંધરા રાજે સહિત કોંગ્રેસ - ભાજપના 1863 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં કેદ થશે.

Written by Ajay Saroya
Updated : November 25, 2023 19:09 IST
Rajasthan Elections Voting Live Update: રાજસ્થાનમાં 5 વાગ્યા સુધી 68 ટકા મતદાન, ફતેહપુર શેખાવટીમાં પથ્થરમારો
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. કોંગ્રેસના અશોક ગહેલોત અને ભાજપના વસુંધરારાજેનું રાજકીય ભાવિ ઇવીએમમાં કેદ થશે. (Photo - ieGujarati)

Rajasthan Elections Voting On 199 Seats: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો માટે મતદાન શરૂ થઇ ગયુ છે. વિધાનસભાની 199 બેઠકો પર 1863 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં કેદ થશે – જેમાં કોંગ્રેસના અશોક ગહેલોત, સિચન પાયલોટ, પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા મુખ્ય છે. તો ભાજપના વસુંધરારાજે, રાજેન્દ્ર રાઠોડ,રાજ્યવર્ધન રાઠોડ, બાબા બાલકનાથ મુખ્ય છે.

મતદાનની પ્રક્રિયા સુવ્યવસ્થિત પૂરી કરવા માટે 170000 થી વધારે સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમા રાજસ્થાન પોલીસના 70 હજારથી વધારે જવાન, 18 હજાર રાજસ્થાન હોમગાર્ડ, 2 હજાર રાજસ્થાનબોર્ડર હોમગાર્ડ અને અન્ય રાજ્યોના 16 હજાર હોમગાર્ડ તેમજ આરએસીની 120 કંપનીઓ સામેલ છે. વાંચો ieGujarati.com પર રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના મતદાનની પળે પળેની લેટેસ્ટ અપડેટ…

રાજસ્થાનમાં મતદાન પૂર્ણ થયું

રાજસ્થાનમાં 199 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 68% મતદાન થયું હતું.

આંગણામાં બે જૂથો સામસામે આવી ગયા હતા

ધોલપુરની બારી બેઠક પર બે ઉમેદવારોના સમર્થકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે.

ચરાવલી ગામમાં મતદાનનો બહિષ્કાર

રાજસ્થાનમાં શનિવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન દરમિયાન એક ગામમાં ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. સિરોહી જિલ્લાના પિંડવારા આબુ મતવિસ્તારના ચારવાલી ગામે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે ગ્રામજનોની માંગ તેમની ગ્રામ પંચાયત બદલવાની અને તેમના ગામની નજીક હાઇવેની સાથે સર્વિસ રોડ બનાવવાની છે. તેમનું કહેવું છે કે ગામને હાઈવે સાથે જોડતા રસ્તા પર અનેક માર્ગ અકસ્માતો થયા છે, તેથી સર્વિસ રોડની જરૂર છે. ગામમાં 890 મતદારો છે. અધિકારીઓએ તેમને મતદાન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ફેતહપુર શેખાવટીમાં બબાલ, બેંગૂ ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂડીને જનતાએ દોડાવ્યા

રાજસ્થાનના બેંગુના ધારાસભ્ય રાજેન્દ્ર બિધૂડીને જનતાએ દોડાવ્યા છે. રાવતભાટામાં જનાક્રોશ જોઇને ધારાસભ્યને બચવા માટે બાઇક પરથી કૂદી જવુ પડ્યુ હતુ.

ફેતહપુર શેખાવટીમાં પથ્થરમારો

રાજસ્થાનના સિકર જિલ્લામાં ફતેહપુર શેખાવડીમાં બોચીવાલ ભવનની નજક પથ્થરમારો થયો હતો. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીંગ એજન્ટની હાર્ટ એટેકથી મોત

રાજસ્થાનના પાલી જિલ્લામાં ભાજપના પોલીંગ એજન્ટની કાર્ડિયક એરેસ્ટથી મોત થઇ છે. અધિકારીના જણાવ્યા અનુસાર શાંતિ લાલ નામનો એક પોલીંગ એજન્ટ સુમેરપુર વિધાનસભાના બૂથ નંબર 47 પર તૈનાત હતા, તેઓ અચાનક નીચે ઢળી પડ્યા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ મતદાન કર્યું

રાજસ્થાન કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ સીકરના લક્ષ્મણગઢ ક્ષેત્રના એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું હતું. નોંધનિય છે કે, તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

રાજસ્થાનમાં 1 વાગ્યા સુધી 40.27 ટકા વોટિંગ, મતદાન કેન્દ્રો પર મતદારોની લાંબી લાઇન

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના મતદાનમાં આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 40.27 ટકા મતદાન થયું છે. મોટાભાગના મતદાન કેન્દ્રો પર મોટી સંખ્યામાં લોકો વોટિંગ માટે આવી રહ્યા છે. મતદાન કેન્દ્રોની બહાર મતદાન માટે લોકોની લાઇનો દેખાઇ રહી છે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કોટામાં મતદાન કર્યું

રાજસ્થાનમાં આજે 199 વિધાનસભા બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. જેમાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેમના રાજસ્થાનના કોટા વિસ્તારમાં મતદાન કર્યુ હતુ. તેમણે કહ્યુ કે, આ લોકતંત્રનો ઉત્સવ છે. તમામ લોકોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

રાજસ્થાનના રાજયપાલે કર્યું મતદાન

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા એ જયપુરમાં એક પોલિંગ બૂથ પર મતદાન કર્યું

ચુરુમાં મતદાન કેન્દ્ર પર અથડામણ

રાજસ્થાનના ચુરુ ખાતે મતદાન દરમિયાન એક મતદાન કેન્દ્ર પર અથડામણની ઘટના બની છે. એક પોલિંગ એજન્ટનો આરોપ છે કે, ત્યાના 4-5 લોકોએ તેના પર હુમલો કર્યો અને તેમને ઈજા પહોંચાડી છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં લેવાઇ છે. ઘટના સ્થળે મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

રાજસ્થાનમાં 11 વાગ્યા સુધી 24.74 ટકા મતદાન

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં બપોરના 11 વાગ્યા સુધીમાં કુલ 24.74 ટકા મતદાન થયું છે. કોંગ્રેસ નેતાએ એક નિવેદનમાં જણાવ્યું કે, રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે.

અજમેર- 23.43%અલવર- 26.15%બાંસવાડા- 26.37%બારાં – 28.91%બાડમેર- 22.11%ભરતપુર- 27%ભીલવાડા- 23.85%બિકાનેર- 24.52%બુંદી- 25.42%ચિત્તૌૃગઢ- 24.87%ચુરુ- 25.09%દૌસા- 22.73%ધૌલપુર- 30.25%ડુંગરપુર- 22.82%હનુમાનગઢ- 29.16%જયપુર- 25.19%જેસલમેર- 25.24%જાલોર- 23.24%ઝાલાવાડ- 28.48%ઝુનઝુનુ- 24.57%જોધપુર- 22.58%કરૌલી- 24.61%કોટા- 26.97%નાગૌર- 23.63%પોલી- 22.66%પ્રતાપગઢ- 22.40%રાજસમંદ- 21.98%સવાઈ માધોપુર- 24.32%સીકર- 25.02%સિરોહી- 24.19%ટોંક – 25.16%ઉદયપુર- 21.07%

Rajasthan Elections Voting Update: રાજસ્થાનમાં બે કલાકમાં 9.77 ટકા મતદાન

રાજસ્થાનમાં વિધાનસભાની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે. ભારતીય ચૂંટણી પંચના આંકડા અનુસાર સવારના 9 વાગ્યા સુધીમાં રાજસ્થાનમાં 9.77 ટકા મતદાન થયું છે. રાજસ્થાનમાં સવારે 7 વાગેથી મતદાન શરૂ થઇ ગયું છે.

અસમના રાજ્યપાલ રાજસ્થાનમાં મતદાન કરવા આવ્યા

અમસના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા છે. તેમણે કહ્યું કે, લોકતંત્રનો સૌથી મોટો તહેવાર છે મતદાન છે. આજે હું માત્ર મતદાન કરવા માટે અસમથી અહીંયા આવ્યો છું. જનતાને મારી અપિલ છે કે 100 ટકા મતદાન કરો.

Rajasthan Elections Update: સચિન પાયવોચ, વસુંધરા રાજે સહિત નેતાઓએ મતદાન કર્યું

રાજસ્થાનમાં વિઘાનસભાની 199 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર સચિન પાયલોટ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વસુંધરા રાજે સહિત ઘણા દિગ્ગજ નેતાઓએ મતદાન કર્યું છે. મતદાનની પહેલા વસુંધરા રાજે મંદિરમાં દર્શન કરવા ગયા હતા.

મતદાનના દિવસે કોંગ્રેસ ઉમેદવારનું નિધન, મતદાન સ્થગિત

કોંગ્રેસ ઉમેદવારની મોતના કારણે કરણપુર વિધાનસભા બેઠક પર મતદાન સ્થગિત રાખવામાં આવ્યું છે.

Rajasthan Elections Update: પીએમ મોદીની રાજસ્થાનના મતદારોની મતદાન કરવા અપીલ

પીએમ નરેન્દ્ર મોદીએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં લોકોને મતદાન કરવા અપિલ કરી.

રાજસ્થાન જયપુરના બૂથ – 264 પરમાં મતદાન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ