/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/01/samosa-kachori-jalebi.jpg)
Samosa, Kachori And Jalebi : સોમાસા, કચોરી અને જલેબી એ ભારતની પરંપરાગત વાનગી છે. (Photo - Social Media)
Rajasthan Government : રાજસ્થાન સરકારે સરકારી બેઠકોમાં અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવતા નાસ્તા અંગે મોટો નિર્ણય લીધો છે જેની ચારેય બાજુ ચર્ચા થઇ રહી છે. સરકારી મિટિંગોમાં મોટોભાગે સમોસા, કચોરી અને જલેબીનો નાસ્તો આપવામાં આવે છે. પરંતુ રાજસ્થાનની ભજનલાલ સરકારે હવે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે આવો નિર્ણય લીધો છે. રાજસ્થાનમાં એક પત્ર જારી કરવામાં આવ્યો હતો અને સરકારી મિટિંગમાં આપવામાં આવતા નાસ્તાના મેનુમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
સરકારી સભાઓમાં નવા મેનુ પ્રમાણે નાસ્તો અપાશે
આપને જણાવી દઈએ કે, રાજસ્થાનમાં ભાજપની સરકારી છે. રાજસ્થાન સરકારનું માનવું છે કે તળેલી ખાદ્યચીજો સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી રહ્યા હતા અને તેથી જ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સરકારી મિટિંગોમાં શેકેલા ચણા, શેકેલી મગફળી, મખાના અને મલ્ટીગ્રેન બિસ્કિટ આપવામાં આવશે. વિભાગના જણાવ્યા અનુસાર આ મેનુ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
રાજસ્થાન સરકારે પીવાના પાણી અંગે પણ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સરકારના કહેવા પ્રમાણે હવે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી આપવામાં આવશે નહીં. સરકારી કર્મચારીઓને કાચના ગ્લાસ અને બોટલમાં પાણી આપવામાં આવશે. આ આદેશ 23 જાન્યુઆરીએ જ જારી કરવામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ થયા નિરાશ
બે દિવસ પહેલા જ ભજનલાલ સરકારે એક મોટો નિર્ણય લીધો હતો. ભજનલાલ સરકારે નિવૃત્તિ બાદ કોન્ટ્રાક્ટ પર કામ કરતા લોકોના કોન્ટ્રાક્ટ ખતમ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે 2000 થી વધુ કર્મચારીઓ નિવૃત્તિ પછી પણ સરકારી સંસ્થાઓમાં કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા. જો કે, હાલમાં પણ ઘણા સરકારી વિભાગોમાં નિવૃત્ત કર્મચારીઓ પે માઈનસ પેન્શન અને કોન્ટ્રાક્ટ ધોરણે કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો | પદ્મ એવોર્ડથી પહેલીવાર ફ્રાંસના 4 નાગરિક સમ્માનિત થશે, જાણો ગુજરાતની કઇ 6 હસ્તીઓ આ સમ્માન મેળવશે
મ્યુનિસિપાલિટી, સિટી કાઉન્સિલ ઉપરાંત ડેવલપમેન્ટ ઓથોરિટી, હાઉસિંગ બોર્ડ અને અન્ય વિભાગોમાં લગભગ 2 હજાર નિવૃત્ત કર્મચારીઓ કાર્યરત છે. આમાંના ઘણા કર્મચારીઓની ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે. પરંતુ હાલમાં પણ તેઓ કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us