Video : રાજસ્થાનમાં હનુમાનગઢમાં કાર ડ્રાઇવરે મહિલાને બોનેટ પર અડધો કિલોમિટર ઘસડી… લોકોએ બચાવવા માટે પ્રયત્ન કર્યો તો સ્પીડ વધારી

Hanumangarh woman dragged viral video : લોકોએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો તો કાર ચાલકે કારની સ્પીડ વધારી દીધી હતી. આ પ્રકારને મહિલાને અડધો કિલોમીટર સુધી ઘસેડી હતી. જોકે, સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

Hanumangarh woman dragged viral video : લોકોએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો તો કાર ચાલકે કારની સ્પીડ વધારી દીધી હતી. આ પ્રકારને મહિલાને અડધો કિલોમીટર સુધી ઘસેડી હતી. જોકે, સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Rajasthan, woman Dragged, Hanumangarh woman dragged

રાજસ્થાનના વાયરલ વીડિયોની તસવીર photo- twitter

રાજસ્થાનના હનુમાનગઢમાં એક શંકી ડ્રાઇવરે મહિલાને કારના બોનેટ પર આશરે અડધો કિલોમીટર સુધી ઘસેડી હતી. મહિલા પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડતી રહી અને બોનેટ પર લટકી રહી હતી. આ ઘટના શુક્રવારે બુધવારની ધોળા દિવસે ઘટી હતી. ઘટના સમયે બજારમાં લોકો હાજર હતા. જ્યારે લોકોએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો તો કાર ચાલકે કારની સ્પીડ વધારી દીધી હતી. આ પ્રકારને મહિલાને અડધો કિલોમીટર સુધી ઘસેડી હતી. જોકે, સ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.

Advertisment

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે. જોકે, અત્યાર સુધી એ જાણકારી મળી નથી કે મહિલા અને ડ્રાઇવર કોણ હતા. જાણકારી અનુસાર મહિલા તરફથી કોઇ ફરિયાદ નોંધાઈ નથી. અત્યારે રાજસ્થાન પોલીસે આ અંગે મામલો નોંધીને તપાસ શરુ કરી દીધી છે.

વીડિયોમાં દેખાય છે કે લાલ રંગના કપડા પહેરીને બજાર વચ્ચે એક કારની સામે મહિલા ઊભી છે અને ડ્રાઇવર સાથે કોઇ મુદ્દા પર વાત કરતી ત્યારે જ ડ્રાઇવરે તેના ઉપર કાર ચઢાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ મહિલા કારના બોનેટ પકડી લે છે. જોકે, ડ્રાઇવર કાર રોક્યા વગર જ આગળ ધપાવે છે. લોકો મહિલાને બચાવવા માટે પાછળ દોડે છે ત્યારે ડ્રાઇવર કારની વધારે છે. સ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થાયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

Advertisment
Rajasthan વાયરલ વીડિયો ક્રાઇમ ન્યૂઝ દેશ