/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rajasthan-Honor-Killing.jpg)
રાજસ્થાનમાં ઓનર કિલિંગ (ફોટો - પ્રતિકાત્મક - જનસત્તા)
Rajasthan Honor Killing : રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં એક પિતા પર પુત્રીની હત્યા કરવાનો આરોપ છે. અહેવાલો અનુસાર, પુત્રીનું કોઈ યુવક સાથે અફેર હતું. આ વાતથી પિતા ગુસ્સે થયા. તેણે દીકરીને સમજાવવાની કોશિશ કરી પણ તે માનતી ન હતી. આ પછી પિતાએ દીકરીનું ગળું દબાવી દીધું. દીકરીનું નામ હિના બાનુ છે. તે 23 વર્ષની હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેનું સ્વપ્ન કંઈક બનવાનું હતું પણ તેને ઓછી ખબર હતી કે, જે પિતાએ તેને જીવનમાં આગળ વધવાની હિંમત આપી હતી, તે જ તેનો જીવ પણ લઈ લેશે.
દીકરીના પ્રેમ સંબંધથી પિતા નારાજ હતા
આ મામલે સુરતગઢ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ સુભાષ બરાલાએ જણાવ્યું કે, મૃતક હિના બાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહી હતી. તે છેલ્લા કેટલાક દિવસોથી સરદારગઢના રહેવાસી લુક્કા માન ખાન સાથે રિલેશનશિપમાં હતી. આ કારણે તેના પિતા ઘુમા ખાન કથિત રીતે નારાજ હતા. રવિવારે સવારે 3.30 વાગ્યે ઘુમા ખાને કથિત રીતે હિના જ્યારે સૂતી હતી ત્યારે તેનું ગળું દબાવી દીધું હતું.
ઘટનાની જાણ થયા બાદ ડીએસપી કિશન કુમાર બિજારણ્યા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી. આ પછી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પછી અંતિમ સંસ્કાર માટે તેને સંબંધીઓને સોંપવામાં આવ્યું. હાલ પોલીસે ખુમા ખાન સામે તેની પુત્રીની હત્યાનો ગુનો નોંધ્યો છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - હૃદયદ્રાવક ઘટના! દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ બાદ ગોળી મારી હત્યા, લાશને એસિડથી સળગાવી કૂવામાં ફેંકી
પંજાબમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા
પંજાબમાં એક વિદ્યાર્થીની ગોળી મારી હત્યા. ફાયરિંગમાં વિદ્યાર્થીનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ છે. આ કેસમાં પોલીસે જણાવ્યું કે, પીડિતા અનુજ ઘરુઆનની એક ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. તે ખારર પાસેના ભાગોમાજરા ગામમાં પેઇંગ-ગેસ્ટમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં તે હરિયાણાના ભિવાનીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. મૃતક વિદ્યાર્થીનો તેના વતનના કેટલાક લોકો સાથે વિવાદ થયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us