કોટામાં બે મહિનામાં 9 વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ચકચાર, રાજસ્થાનના કોચિંગ સેન્ટર હબમાં વિદ્યાર્થીઓ કેમ કરી રહ્યા છે આપઘાત

Kota student suicide case : દેશભરમાં એજ્યુકેશન સિટી કે કોચિંગ સેન્ટર તરીકે પ્રખ્યાત રાજસ્થાનના કોટા શહેરમાં છેલ્લા બે મહિનામાં 9 વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ચકચાર. સરકાર અને કોચિગ સેન્ટરના સંચાલકો મૌન, આ આત્મહત્યા પાછળ જવાબદાર કોણ?

Kota student suicide case : દેશભરમાં એજ્યુકેશન સિટી કે કોચિંગ સેન્ટર તરીકે પ્રખ્યાત રાજસ્થાનના કોટા શહેરમાં છેલ્લા બે મહિનામાં 9 વિદ્યાર્થીઓની આત્મહત્યાથી ચકચાર. સરકાર અને કોચિગ સેન્ટરના સંચાલકો મૌન, આ આત્મહત્યા પાછળ જવાબદાર કોણ?

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
student

કોટામાં બે માહિનામાં નવ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી. (પ્રતિકાત્મક ફોટો)

Kota 9 student suicide in two months : રાજસ્થાનનું કોટા શહેર ભારતભરમાં એજ્યુકેશન હબ કે કોચિંગ હબ તરીકે જાણીતું છે જ્યાં દેશભરમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે આવે છે. જોકે હાલ આ કોચિગ સેન્ટર હબ ગણાતું કોટા શહેર વિદ્યાર્થીઓની એક પછી એક આત્મહત્યાની ઘટનાના પગલે બદનામ થઇ રહ્યું છે. અહીંયા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને કરિયર માટે આવતા હોય છે. હવે સમજાતું નથી કે આ શહેરમાં એવો કેવો માહોલ સર્જાયો છે કે વિદ્યાર્થીઓ ત્યાં ગયા પછી આત્મહત્યા કરવા જેવું ગંભીર પગલું ભરી રહ્યા છે.

Advertisment

બે મહિનામાં 9 વિદ્યાર્થીઓએ કર્યો આપધાત

સ્થાનિક સરકારી તંત્ર આ મામલે મૌન સેવી રહ્યું છે. કોઈ યોગ્ય રીતે બોલવા તૈયાર નથી. દર વખતે એવું કહેવાય છે કે પ્રવેશ પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થી પર પરિવારના સભ્યોનું દબાણ હતું. દર વખતે માત્ર આ બહાનું શા માટે? શું કોચિંગ સેન્ટરો જવાબદાર નથી કે જેઓ જોર-શોરથી કહે છે કે તમે અમારે ત્યાં એડમિશન લેશો તો તમારું ભવિષ્ય ચમકાવી દઇશું. શું રાજસ્થાન સરકારની જવાબદારી બનતી નથી કે એજ્યુકેશન સિટી કોટામાં દરરોજ બાળકો પોતાનો જીવ કેમ આપી રહ્યા છે? કોટા શહેરમાં છેલ્લા બે મહિનામાં 9 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.

27 જૂને બે વિદ્યાર્થીઓએ મોતને વ્હાલ કર્યું

તાજેતરમાં જ 27મી જૂન એટલે કે મંગળવારે બે વિદ્યાર્થીઓએ મોતને વ્હાલ કર્યું છે. તે એમબીબીએસ કરવા માંગતો હતો. આ માટે તે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. તેનું સપનું NEET પાસ કરવાનું હતું. હવે સવાલ એ પણ થાય છે કે શું આ વિદ્યાર્થીઓ પર સંસ્થા તરફથી કે પરિવારના સભ્યોનું દબાણ હતું?

પ્રથમ ઘટનામાં વિદ્યાર્થીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

ફાંસો ખાઇને આપઘાત કરનાર વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષ છે. તે ઉદયપુરના સલુમ્બરનો રહેવાસી હતો. તેમણે મંગળવારે સવારે તેની હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક વિદ્યાર્થી મેહુલ કોટાની એક કોચિંગ સંસ્થામાં છેલ્લા બે મહિનાથી NEETની તૈયારી કરી રહ્યો હતો. તે વિજ્ઞાન નગર વિસ્તારમાં આવેલી હોસ્ટેલમાં રહેતો હતો. તેના રૂમમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. ઘટના સમયે મેહુલ હોસ્ટેલના રૂમમાં એકલો હતો કારણ કે તેનો રૂમમેટ બહાર ગયો હતો. જ્યારે ઘણા કલાકો પછી પણ મેહુલ તેના રૂમમાંથી બહાર ન આવ્યો ત્યારે તેના હોસ્ટેલના મિત્રોએ કેરટેકરને જાણ કરી. જ્યારે કેરટેકરે દરવાજો તોડ્યો તો મેહુલ તેની રૂમમાં લટકતો જોવા મળ્યો. ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો.

Advertisment

અન્ય એક વિદ્યાર્થીએ પણ આત્મહત્યા કરી

બીજી ઘટનામાં પણ મેડિકલની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીની ઓળખ આદિત્ય તરીકે થઈ છે. તે લગભગ બે મહિના પહેલા કોટા આવ્યો હતો. અહેવાલો અનુસાર કોટામાં છેલ્લા બે મહિનામાં કુલ નવ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાં મે મહિનામાં પાંચ અને જૂન મહિનામાં આત્મહત્યાના ચાર કેસ નોંધાયા છે.

જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2022માં 52 વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

આ બાળકોના મૃત્યુ અંગે કોલેજ/સંસ્થા તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યો નથી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના માતા-પિતા પણ પરેશાન છે. કોઈને એ પણ ખબર નથી કે બંને વિદ્યાર્થીઓ તેમના અભ્યાસને લઈને કોઈ પ્રકારના દબાણમાં હતા કે કેમ.

રાજસ્થાન રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, જાન્યુઆરી 2019થી ડિસેમ્બર 2022 દરિયાન કોચિંગ લેનાર કોટના 52 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. હવે જોવાનું રહ્યુ કે, વહીવટીતંત્ર ક્યાં સુધી આંખ આડા કાન કરશે અને આ બાળકોની ચિંતા કરશે. જેમની ઉપર પર્ફોમન્સના નામે એટલુ દબાણ હોય છે કે તેઓ કંટાળીને આત્મહત્યા કરવાનું પસંદ કરે છ.

Rajasthan કરિયર ક્રાઇમ ન્યૂઝ