/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/RBI-Governor-Shaktikanta-Das-61.jpg)
એક મહિલા અને સાપનો વીડિયો વાયરલ થયો છે. (Photo - @GoldySrivastav)
Snake And Woman Viral Video Of Rajasthan : રાજસ્થાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં જ્યારે એક ઘરમાં સાપ જોવા મળ્યો તો બધા ડરી ગયા, પરંતુ ઘરની એક મહિલાએ સાપને પોતાના પુત્રનો પુનર્જન્મ માનીને તેને ખભા પર લઈને ફરતી રહી. પરિવારના સભ્યો તેને દૂધ પીવડાવતા હતા તે સાંભળીને મોટી સંખ્યામાં લોકો મહિલાના ઘરે પહોંચવા લાગ્યા. જો કે, બે દિવસ બાદ સાપનું મોત થયું હતું.
રાજસ્થાનના કોટાના સાંગોદ શહેરમાં એક ગામમાં બ્લેક કોબ્રા સાપ એક ઘરમાં ઘુસી ગયો. ઘરના બધા લોકો ડરી ગયા અને સાપને મારવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ 65 વર્ષની બદામ બાઈ આવી અને બધાને સાપને મારતા રોક્યા. એવું કહેવાય છે કે મહિલાએ સાપની સામે હાથ જોડીને કહ્યું કે જો પરિવારના કોઈ દેવી-દેવતા હોય તો ઉભા રહો નહીંતર અહીંથી જાવ, સાપ ગયો નહીં. આ પછી મહિલાએ કહ્યું કે, જો મારો દીકરો છે તો આવીને મારી ખોળામાં બેસે. ત્યારબાદ સાપ આવીને મહિલાના ખોળામાં બેસી ગયો.
લોકોએ પોકારતા સાપ બહાર નીકળ્યો!
મહિલાના કહેવા પ્રમાણે, મેં દૂધ મંગાવ્યું અને તેને દૂધ પીવડાવ્યું. હું જ્યાં પણ જતી ત્યાં તે મારી પાછળ આવતો હતો. થોડીવાર પછી તે ઝાડીઓમાં જતો રહ્યો, આ સમાચાર સાંભળીને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા. સાપને બોલાવવા લાગ્યો. થોડી વાર પછી તે બહાર આવ્યો. બદામ દેવીએ કહ્યું કે આ સાપ બીજા દિવસે ફરી આવ્યો હતો, પછી તેને દૂધ પીવડાવવામાં આવ્યું હતું.
સાપ અને મહિલાનો વીડિયો વાયરલ (Snake And Woman Viral Video)
#Rajasthan#राजस्थान : #कोटा में एक वृद्ध महिला #सांप को #कंधे पर लेकर इसलिए घूमती रही क्योंकि उसका मानना है कि वह उसके #बेटे का #पुनर्जन्म है
हैरानी की बात यह कि #सांप चुपचाप #महिला के #कंधे पर बैठा रहा#Videovayralpic.twitter.com/E7vOODa5Cz— Goldy Srivastav (@GoldySrivastav) October 18, 2023
બીજા દિવસે જ્યારે મહિલાને સાપ મળ્યો ત્યારે તે તેને પોતાના ખભા પર ઉઠાવીને પોતાના ઘરે લઈ ગઈ. આ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. સ્ત્રી તેને પ્રેમ કરતી અને સ્નેહ કરતી દેખાઈ. ધીરે ધીરે તેના ફોટા અને વીડિયો વાયરલ થવા લાગ્યા અને મોટી સંખ્યામાં લોકો ઘરે પહોંચવા લાગ્યા. જો કે બે દિવસ બાદ આ સાપના મોતના સમાચાર સામે આવ્યા છે.
આ પણ વાંચો | ઠીંગણા માણસે લાંબા વ્યક્તિને ઢીબી નાંખ્યો, મુંબઈ લોકલ ટ્રેનના બે મુસાફરોની લડાઈનો વીડિયો વાયરલ
એક વ્યક્તિએ જણાવ્યું કે, રાજસ્થાનના કોટામાં 15 વર્ષ પહેલા મહિલાના પુત્ર હંસરાજનું 25 વર્ષની વયે અવસાન થયું હતું. જ્યારે ઘરમાં એક સાપ જોવા મળ્યો, ત્યારે મહિલાએ સ્વીકાર્યું કે તે તેનો પુત્ર છે અને તેનો પુનર્જન્મ થયો છે. સાપના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હવે આ સાપ અને મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થયો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us