/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/Rajasthan-mass-murder.jpg)
રાજસ્થાનમાં સામૂહિક હત્યાથી ચકચાર (ફોટો - ટ્વીટર)
Rajasthan mass murder : રાજસ્થાનના જોધપુરમાંથી સામૂહિક હત્યાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જ્યાં છ માસની બાળકી સહિત એક જ પરિવારના 4 લોકોની હત્યા કરી અને સળગાવી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ રાત્રે પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસ જોધપુરના ઓસિયન સબડિવિઝન ગંગાનીયોં કી ધાની સાથે સંબંધિત છે. એસપી ગ્રામીણ ધર્મેન્દ્ર સિંહ યાદવ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.
શું છે સમગ્ર મામલો?
આ મામલો જોધપુર જિલ્લાના ઓસિયનનો છે. મંગળવારે રાત્રે એક જ પરિવારના ચાર લોકોની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ઝૂંપડામાંથી ચારેયના મૃતદેહ બળેલી હાલતમાં મળી આવતાં ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી. મામલાની તપાસ બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતકોમાં એક માસુમ બાળકી સાથે એક પુરૂષ, બે મહિલાઓ પણ છે. હત્યાના સમાચાર મળતાં સવારથી જ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં પરિવારના વડા પૂનારામ બૈરડ (55), તેમની પત્ની ભંવરીદેવી (50), પુત્રવધૂ ધાપુ (24) અને છ મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.
ગ્રામીણ પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર સિંહ યાદવ સહિત પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. એફએસએલ, ડોગ સ્કવોડની સાથે ડીએસટી પણ તપાસમાં જોડાઈ છે.
આ પણ વાંચો - હૃદયદ્રાવક ઘટના! દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ બાદ ગોળી મારી હત્યા, લાશને એસિડથી સળગાવી કૂવામાં ફેંકી
આ પણ વાંચો - ઓનર કિલિંગ: પિતાએ જ 23 વર્ષની દીકરીને પતાવી દીધી, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી
જોધપુર યુનિવર્સિટી કેસ
અગાઉ, રવિવારે વહેલી સવારે રાજસ્થાનના જોધપુરમાં જય નારાયણ વ્યાસ યુનિવર્સિટી (JNVU) ના જૂના કેમ્પસમાં એક સગીર દલિત છોકરી પર તેના મિત્રની સામે કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સહિત ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us