Bhajanlal Sharma : તમારો પુત્ર રાજસ્થાનનો સીએમ બનવાનો છે, આ સાંભળતા જ ભજનલાલ શર્માના માતા ભાવુક બનીને રડવા લાગ્યા

Rajasthan CM Bhajanlal Sharma : રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરવામાં આવી છે. ડિપ્ટી સીએમ તરીકે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભા સ્પીકર તરીકે વાસુદેવ દેવનાનીની પસંદગી કરવામાં આવી છે

Written by Ashish Goyal
December 12, 2023 18:51 IST
Bhajanlal Sharma : તમારો પુત્ર રાજસ્થાનનો સીએમ બનવાનો છે, આ સાંભળતા જ ભજનલાલ શર્માના માતા ભાવુક બનીને રડવા લાગ્યા
ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી જાહેર થયા (તસવીર - રાજનાથ સિંહ ટ્વિટર)

Rajasthan CM Bhajanlal Sharma : ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા છે. તેઓ ભરતપુરના રહેવાસી છે, જોકે તેમણે સાંગાનેર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. ભજનલાલ શર્માના સીએમ બનવાના સારા સમાચાર જ્યારે તેમના માતા-પિતાને આપવામાં આવ્યા તો તેમને વિશ્વાસ જ થયો ન હતો. જ્યારે મીડિયાએ તેમની માતા ગોમતી દેવીને કહ્યું કે તેમનો પુત્ર રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે ચૂંટાઇ આવ્યા છે, ત્યારે તેઓ હાથ જોડીને રડવા લાગ્યા હતા.

તેમણે કહ્યું કે ખૂબ જ સરસ, આ ઈશ્વરની ઇચ્છા છે. ઘણી જ ખુશ. મારો દીકરો સીએમ બનવાનો છે. આ બધી ભગવાનની કૃપા છે. મા ના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તે ખુશીથી પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકતા ન હતા. તે માત્ર હાથ જોડીને બધાનો આભાર માની રહ્યા હતા.

સાથે જ પિતા કિશન લાલે કહ્યું કે તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. પિતાના ચહેરા પર ગર્વ જોવા મળતો હતો. તેઓ બધાનો આભાર માની રહ્યા હતા. તેઓ કહેતા હતા કે આ તમારા બધાની ભેટ છે. આ બધી ભગવાનની મરજી છે. તેમને પોતાના પુત્ર પર સંપૂર્ણ વિશ્વાસ હતો. તેમણે કહ્યું કે પુત્રએ ઘણો સંઘર્ષ કર્યો છે.

આ પણ વાંચો – ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા મુખ્યમંત્રી, ડિપ્ટી સીએમ તરીકે દિયા કુમારી અને પ્રેમ ચંદ બૈરવાની જાહેરાત

કોણ છે ભજનલાલ શર્મા?

ભજનલાલ શર્માને સાંગાનેરથી ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા. તેઓ પાર્ટીના મહાસચિવ રહ્યા છે. જોધપુરના રહેવાસી ભજનલાલ શર્મા પણ આરએસએસ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપના સંગઠનમાં મજબૂત ભૂમિકામાં રહ્યા છે. સાંગાનેર બેઠક પરથી ભજનલાલ શર્માને મેદાનમાં ઉતારીને પાર્ટીએ તેમની એન્ટ્રીનો સંકેત આપ્યો હતો. સતત ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે એવી ચર્ચા હતી કે ભાજપ એક એવો ચહેરો બહાર લાવી શકે છે જે એકદમ નવો હોય. ભજનલાલ શર્માએ કોંગ્રેસના પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવ્યા હતા. ભજનલાલ શર્માએ પોલિટિકલ સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

ભજનલાલ શર્માએ રાજસ્થાન ભાજપના સંગઠનમાં ઘણું કામ કર્યું છે. સાંગાનેરથી ધારાસભ્ય બન્યા પહેલા તેઓ ભાજપના ત્રણ વખત મહાસચિવ રહી ચૂક્યા છે. તે રાજસ્થાનના પૂર્વ ભાગના વતની છે અને ભરતપુરમાં તેમનું ઘર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ